Saturday 5 November 2022

વર્ષ ૨૦૨૧ ની ટૂંકી વાર્તાઓની યાદી (ભાગ ૪ અને અંતિમ)


 

વર્ષ ૨૦૨૧ ની ટૂંકી વાર્તાઓની યાદી (ભાગ ૪ અને અંતિમ)

વિગતનું ફોર્મેટ: /લેખકનું નામ/ વાર્તાનું શીર્ષક/ સામયિક/અંક/વાર્તાનો વિષય એમ રહેશે.

સંક્ષિપ્ત રૂપોની સમજણ:  ન.સ.=નવનીત સમર્પણ, શ.સ.=શબ્દસૃષ્ટિ

ભૂલચૂક લેવી દેવી.

###

આજે રજૂ થાય છે ભાગ ૪ અને અંતિમ જેમાં ય, ર, લ, વ, શ, સ અને હ થી શરુ થતાં નામધારી લેખકોની વાર્તાઓની યાદી અપાઇ છે.

યામિની વ્યાસ: ચાવી ત્રીજા કુંડમાં (મમતા એપ્રિલ ૨૦૨૧): સત્યનો અસ્વીકાર કરીને ભ્રમણામાં જીવતી સ્ત્રી.

યોગેશ ન.જોશી: સોપટ (મમતા ડિસે ૨૦૨૦-જાન્યુ ૨૦૨૧) સાડીનો સેલ્સમેન, એક ગૃહિણીએ પતિએ સાચવવા આપેલાં પૈસાથી સાડી ખરીદી. 

લેખકો:  ૨ વાર્તાઓ: ૨

રતિલાલ રોહિત: આખરે બાધા ફળી (મમતા માર્ચ ૨૦૨૧) સવર્ણોની બેવડી માનસિકતા પર વ્યંગ.

રમેશ ર. દવે: ૧. ના, હવે રેખા નહીં, નિયતિ! (કુમાર, જુલાઇ ૨૦૨૧) પિતા દ્વારા દુષ્કર્મની ભોગ બનેલી દીકરીનું પુનર્વસન. ૨. જીવનસંગી (કુમાર, ઓક્ટોબર ૨૦૨૧): લગ્નસંસ્થાને પડકારતી વાત.  

રમેશ રોશિયા: અંધારું અજવાળું (મમતા, નવે-ડિસે ૨૦૨૧): યૌવનસહજ આકર્ષણ.

રવીન્દ્ર પારેખ: ૧. ઉકેલ (ન. સ. માર્ચ ૨૦૨૧) જ્યેષ્ઠ નાગરિક-એકલતા અનુભવે-લગ્નનો નિર્ણય-પુત્ર-વહુને પસંદ ના પડે. ૨. ઓમ નમ:શિવાય (એતદ, જાન્યુઆરી-માર્ચ ૨૦૨૧): ફેન્ટેસી. રાધા-મોહન એક બની જાય! ૩. વચ્ચે (મમતા, જૂન ૨૦૨૧): સંતાન માટે પિતાનું આત્મબલિદાન.

રક્ષા મામતોરા: શ્યામલી (મમતા, જૂન ૨૦૨૧): ગામડાનું સંકુચિત વાતાવરણ. 

રાકેશ દેસાઇ: ટાઇમપાસ (પરબ જુલાઇ ૨૦૨૧): લગભગ ફેન્ટેસી. પોતાના જ બેસણામાં હાજરી આપવા જેવો અનુભવ. 

રાઘવજી માધડ: પ્રવાસ  (શબ્દસૃષ્ટિ, ઓગસ્ટ ૨૦૨૧): વ્યંજનાસભર વાર્તા. બસપ્રવાસમાં સોમો મનપસંદ કન્યા સુધી પહોંચી શકતો નથી. 

રામ જાસપુરા: સુખ (મમતા ડિસે ૨૦૨૦-જાન્યુ ૨૦૨૧) વિડંબના, પતિના અપમૃત્યુ પછી કોઇ સ્ત્રીને સાચું સુખ મળે!

રામ મોરી: થડકાર (મમતા, નવે-ડિસે ૨૦૨૧): કન્યાના ચહેરા પર ડાઘાં.

રામ સોલંકી: નાળવિચ્છેદ (મમતા, સપ્ટેમ્બર ૨૦૨૧): દેવાના કારણે જમીન વેચવી પડતાં લાગી આવ્યું.

રાજુલ ભાનુશાળી: ઓલમોસ્ટ ઈશ્વર (મમતા ફેબ્રુઆરી ૨૦૨૧) માતાને ઈશ્વરથી ચડિયાતો દરજ્જો આપતી વાર્તા.

રાજેશ અંતાણી: જાકારો (ન.સ.મે ૨૦૨૧): વરિષ્ઠોની અવહેલના.

રિદ્ધિ અનંતકુમાર મહેતા: કુળદીપક (મમતા, ઓક્ટોબર ૨૦૨૧): દીકરા-દીકરી વચ્ચે ભેદભાવની વાત.

રેણુકા દવે: કંકુચોખા (કુમાર, જુલાઇ ૨૦૨૧) અતડા સ્વભાવની સ્ત્રીનો સફળ ઈલાજ.

રેના પિયુષ સુથાર: ૧. નારી એક કિન્તુ શતરૂપા (મમતા એપ્રિલ ૨૦૨૧): આદિવાસીઓની જીવનશૈલીમાંથી પોતાની સમસ્યાનો હલ શોધતી નાયિકા.  ૨. દેવતા (શબ્દસૃષ્ટિ, સપ્ટેમ્બર ૨૦૨૧): વહુઓનો સજાતીય સંબંધ સાસુને અસ્વીકાર્ય.

લેખકો: ૧૫,  વાર્તાઓ: ૧૯

લતા હર્ષદકુમાર ભટ્ટ: ખાલી ચણો (મમતા, ઓક્ટોબર ૨૦૨૧): લેખકની સ્વપ્રસંશા.

લીના વચ્છરાજાની: સાત ગાંઠ વાંસની (મમતા ફેબ્રુઆરી ૨૦૨૧) સ્મશાનભૂમિનો કર્મચારી લાવારિસ શબોના અસ્થિવિસર્જન કરે.

લેખકો: ૨,  વાર્તાઓ: ૨

વર્ષા અડાલજા: ૧. ડેથ રો (પરબ, ઓગસ્ટ ૨૦૨૧): જેલમાં સબડતાં ફાંસીની સજા પામેલા કેદીઓની વાસ્તવિકતા. ૨. પલાયન (ન.સ.નવેમ્બર ૨૦૨૧): વરિષ્ઠ નાગરિક

વલ્લભ નાંઢા: શોર્ટ કટ (ન.સ.સપ્ટેમ્બર ૨૦૨૧): થ્રિલર વાર્તા. ઈજ્જત બચાવવા એક જુવાન કન્યાનો સંઘર્ષ.  

વાસુદેવ સોઢા: ૧. ઓધાન (મમતા મે ૨૦૨૧): ગેરસમજ ૨. સામૈયું (શબ્દસૃષ્ટિ જૂન ૨૦૨૧): અન્યોનો ન્યાય તોળવાની સામાન્ય માણસોની માનસિકતા

વિક્રમ સોલંકી: સવલાનું બીજ (મમતા, સપ્ટેમ્બર ૨૦૨૧): ગોસીપ. 

વિજય સોની:  ત્રીજું બટન (એતદ ઓક્ટો-ડિસે ૨૦૨૦) સામાન્ય સ્ત્રીઓથી જુદી પડતી જેક કથકના હુમલાને ખાળે છે. હુલ્લડગ્રસ્ત વિસ્તારમાં એક નાનાં બાળકને છાતીએ વળગાડે છે.

વિષ્ણુ ભાલિયા: માવઠું (વારેવા, ઓક્ટોબર ૨૦૨૧): દરિયાની પાર્શ્વભૂમિમાં એક અધૂરી પ્રેમકથા.

વીનેશ અંતાણી: ૧. રણ (એતદ, જાન્યુઆરી-માર્ચ ૨૦૨૧): કચ્છ અને રણ પ્રદેશની બદલાઇ રહેલી સ્થિતિ, બજારીકરણના લક્ષણો. દીર્ઘ વાર્તા.  ૨. પૈડું (ન.સ.જૂન ૨૦૨૧): મુગ્ધાવસ્થાના પ્રેમ/આકર્ષણની વાત.  ૩. પહાડ (એતદ જુલાઇ-સપ્ટે ૨૦૨૧): સ્વજનને ગુમાવ્યાની પીડા. દીર્ઘ વાર્તા.૪. અહીં છું, પપ્પા (ન.સ.નવેમ્બર ૨૦૨૧): માતાએ દાખવેલી જુદાઈ.

વૈશાલી રાડિયા: ડિજિટલ અભિમન્યુ (મમતા ફેબ્રુઆરી ૨૦૨૧) હવે ડિજિટલ ક્રાંતિ થશે-વાર્તામાં એવો સૂર છે.

લેખકો:  ૮,  વાર્તાઓ: ૧૩

શક્તિસિંહ પરમાર: છૂટકો (મમતા, નવે-ડિસે ૨૦૨૧): ટોયલેટ હ્યુમર. 

શ્યામ તરંગી: દલ્લો (મમતા, સપ્ટેમ્બર ૨૦૨૧): સફાઈકર્મી અને કાકા/ કાકા ચાલુ માણસ નથી!

લેખકો:  ૨, વાર્તાઓ: ૨

સતીશ વૈષ્ણવ: ૧. કાળજી નામે કેર (ન.સ.એપ્રિલ): મહામારી નિમિત્તે અંતર રાખીને પત્ની પર પતિનો ભાવનાત્મક જુલમ. ૨. ધુમાડો અને અગ્નિ (ન.સ.સપ્ટેમ્બર ૨૦૨૧):  દેખાવડા પતિ અને સામાન્ય પત્નીની દીર્ઘ કથા.

સમીરા પાત્રાવાલા: દરવાજે કોઇ આવ્યું હતું કોણ એ ખબર નહીં (એતદ ઓક્ટો-ડિસે ૨૦૨૦) ચોક્કસ ધર્મના સભ્યોને શહેરમાં ઘર મેળવવામાં પડતી મુશ્કેલીની વાત.

સરદારખાન મલેક: છેલ્લી ખેપ (મમતા મે ૨૦૨૧): ગૂઢકથા, દુર્ઘટનાનો અંદેશો.

સંકેત વર્મા: માનવ (વારેવા, ઓક્ટોબર ૨૦૨૧): માણસના જીવનની યાંત્રિકતા.

સંગીતા તળાવિયા: જીવતરનો ઉજાસ (મમતા, ઓક્ટોબર ૨૦૨૧): પુત્રને નિરાધાર મૂકી માતા મૃત્યુ પામે  

સંજય ગુંદલાવકર: શાપિત અમરત્વ (મમતા ફેબ્રુઆરી ૨૦૨૧) અશ્વત્થામા એક ડોક્ટર પાસે મૃત્યુની યાચના કરે!

સંજય ચૌધરી: શોધ (કુમાર, ઓક્ટોબર ૨૦૨૧):  કોલેજકન્યા અદ્રશ્ય થઇ જાય/ સંતાનો-માતાપિતા વચ્ચે વિસંવાદ.

સંધ્યા ભટ્ટ: માર્ગ શોધે છે મને (મમતા, જુલાઇ ૨૦૨૧): સમાજસેવાની શરૂઆત ઘરથી કરવાની હોય છે.

સુનીલ મેવાડા: ૧. ર સો વૈ સ: (મમતા મે ૨૦૨૧): અછાંદસ કવિતા જેવી રચના. ૨. હું વિનીત નથી (મમતા, નવે-ડિસે ૨૦૨૧): પ્રેમમાં હરીફ સામે પરાજય.

સુમન શાહ: ટાઈમપાસ (એતદ જુલાઇ-સપ્ટે ૨૦૨૧): ભાઈ-બહેનના સંબંધની વાત.

સુરેશ કટકિયા: પડળ (મમતા, નવે-ડિસે ૨૦૨૧): બાહ્ય દેખાવ પર અટકી જવું.   

સુષ્મા શેઠ: ૧. આત્મનિર્ભર (મમતા ડિસે ૨૦૨૦-જાન્યુ ૨૦૨૧) હળવી શૈલીમાં વાર્તા. ૨. જટાયુ (મમતા એપ્રિલ ૨૦૨૧): લોકલ ટ્રેનમાં યુવતીની મદદ કરી. ૩. ભડભડતી જ્વાળા (મમતા, જુલાઇ ૨૦૨૧): પિતાના મૃત્યુ પછી સ્મશાનમાં મડદાં બાળવાનું કામ નાયિકા ઉપાડી લે.

શ્રદ્ધા ભટ્ટ: ૧. ભાર (મમતા ફેબ્રુઆરી ૨૦૨૧) કોઈના પૂછ્યા વિના કહેવાય નહીં એવી સહદેવ જેવી વ્યથા. ૨. સામાન (શબ્દસૃષ્ટિ, ઓગસ્ટ ૨૦૨૧): નધણિયાતા વોલેટમાંથી એક દીકરીની પિતાને ઉદ્દેશીને લખેલી ચિઠ્ઠી મળે. ૩. ડ્રિમલેન્ડ (વારેવા, ઓક્ટોબર ૨૦૨૧): ફેન્ટેસી. વિજ્ઞાન ગમે એટલી પ્રગતિ કરે, માનવીય લાગણીઓ સામે એ જીતી નહીં શકે. 

સૌમિલ ત્રિવેદી: ઉનાળો (એતદ, એપ્રિલ-જૂન ૨૦૨૧): વિકટ આર્થિક પરિસ્થિતિના કારણે સંતાનની જીદ સંતોષી ના શકતાં પિતા મોટપણે ભરપાઇ કરે છે. (ધર્મેન્દ્ર ત્રિવેદીની “જેતલસર જંકશન” વાર્તા જોડે એક સંવેદન બે અભિવ્યક્તિ શીષક હેઠળ એતદમાં ખાસ રજૂઆત)

સ્વાતિ ધ્રુવ નાયક: સ્વમાર્ગે (મમતા, જુલાઇ ૨૦૨૧): શ્રીમંત સ્ત્રીઓની કહેવાતી સમાજસેવા વિષે કટાક્ષ 

લેખકો:  ૧૫, વાર્તાઓ: ૨૧

હરીશ મહુવાકર: રીત (એતદ, એપ્રિલ-જૂન ૨૦૨૧): ચાર શહેરી યુવાનો પહાડી પ્રદેશમાં પહેલી વાર પ્રાકૃતિક સૌંદર્ય જોઇ ભાન ભૂલીને અકસ્માતમાં જીવ ગુમાવે. 

હિમાંશી શેલત: ૧. વશીકરણ (ન. સ. માર્ચ ૨૦૨૧) હાથરસમાં દલિત યુવતી પર બળાત્કાર-પીડિતાનો પોલીસ દ્વારા અંતિમ સંસ્કાર. ૨. શિવસંકલ્પ (ન.સ.ઓગસ્ટ ૨૦૨૧): વહુને સાસુ જોડે બનતું નથી એટલે દીકરાનું ઘર છોડીને માતા વૃધ્ધાશ્રમમાં રહેવા જાય. ૩. અસ્થિ (ન.સ.સપ્ટેમ્બર ૨૦૨૧): સ્મશાનમાં બે અજાણ્યા જણ એકબીજા પાસેથી આધાર શોધે. ૪. આકાશને અડતી બાલ્કની (ન.સ.નવેમ્બર ૨૦૨૧): વરિષ્ઠ નાગરિકની એકલતા

હીરેન મહેતા: કૂવા કાંઠે ચંપલ (મમતા, સપ્ટેમ્બર ૨૦૨૧): પ્રેમકથા. 

લેખકો: ૩,   વાર્તાઓ: ૬

--કિશોર પટેલ, 06-11-22; 10:08

###

(સંપૂર્ણ)

(સંલગ્ન ચિત્રસૌજન્ય: Google images)

 

No comments: