Tuesday 31 October 2023

નવનીત સમર્પણ ઓક્ટોબર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ





નવનીત સમર્પણ ઓક્ટોબર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ

(૪૪૮ શબ્દો)

વિસામો (સતીશ વૈષ્ણવ)

સંબંધવિચ્છેદ પછીનો ખાલીપો.

પ્રેમલગ્નથી જોડાયેલાં શૈલજા અને નિગમ પુત્રજન્મનાં થોડાક સમયમાં જ છૂટાં પડે છે. શૈલજા પિયરમાં પાછી ફરે છે. શેલજા પાસે રહેતો પુત્ર વત્સલ દર રવિવારે સવારે એના પિતા પાસે જાય છે અને મોડેથી રાત્રે પાછો ફરે છે.

શૈલજાની નાની બહેન એટલે કે વત્સલની માસી સીમાના પોંઈટ ઓફ વ્યુથી વાર્તા કહેવાઈ છે. શૈલજાએ સંસારમાંથી મન ખેંચી લીધું છે. નિગમ શ્રીમંતાઈના જોરે વત્સલને મોંઘી ભેટો, વેકેશનમાં વિદેશપ્રવાસો તેમ પિતાના અઘિકારોના દાવાઓ ઈત્યાદિ નુસખાઓ હેઠળ વત્સલને વધુને વધુ સમય પોતાની જોડે રાખવાના પેંતરા લડાવ્યા કરે છે. એક મા-દીકરો કેવી રીતે એકબીજાથી દૂર થતાં જાય છે તેનું એક ત્રાહિત દ્વારા સરસ આલેખન.

ઉદાસીમાં ડૂબતી જતી સાંજ (માવજી મહેશ્વરી)

નારીચેતનાની વાત.

લીલાના સાસરિયા જમીનમાલિક અને ખાતાપીતાં માણસો છે. લીલાના પતિએ એક પત્ની હોવા છતાં બીજી એક કન્યા જોડે સંબંધ રાખ્યા છે જેમાંથી એ કન્યાનાં માવતર જોડે ટંટો/મારામારી/પોલીસ કેસ વગેરે લમણાંઝીંક થઈ છે. આ પ્રકરણમાં અંતિમ વિજય મેળવીને ઘટનાની સાંજે લીલાના સાસુ-સસરા-જેઠ વગેરે સહુ ઘેર પાછાં ફર્યાં છે. ટૂંક સમયમાં પેલી કન્યાને એના માવતર વિધિસર એને અહીં મૂકી જવાનાં છે. લીલાના સાસરિયાંનાં મનથી કેસનો નિવેડો આવી ગયેલો છે. તેઓ સહુ ઉજાણીના મૂડમાં છે. પણ તેઓ જાણતાં નથી કે એક નહીં ધારેલા પક્ષકારનો એમણે સામનો કરવાનો હજી બાકી છે.

એ છે ઘરની પુત્રવધૂ લીલા. એ પોતાનાં સાસરિયાંને પડકારે છે, મારી હયાતિમાં બીજી વહુ આ ઘરમાં કેવી રીતે લાવશો?  

વાર્તાની રજૂઆત નોંધનીય છે. લીલા જોડે સતત એનો બે વર્ષનો અપંગ છોકરો બતાવ્યો છે. એ અપંગ છોકરો કોઈ રીતે લીલા માટે દુખતી રગ નથી બનતો, પોતાનાં હક્કો માટે જાગૃત લીલા પોતાની લડાઈ લડી લેવા સમર્થ છે. ઘણા બધાં માણસોનું આવવું, એની સાસુની અધિકાર જમાવતી અને જતાવતી વર્તૂણુંક દરમિયાન ઘરનું રુટિન કામકાજ કરતી વેળા લીલાની સંયમિત દેહભાષા એનાં વ્યક્તિત્વ વિશે શબ્દોમાં વર્ણવ્યા વિના ઘણું બધું કહી જાય છે.

થેંક્યુ લોકડાઉન (પારુલ કંદર્પ દેસાઈ)

લોકડાઉનના લીધે ઘરવાપસી.

ફરજિયાત લોકડાઉનના કારણે નાનાં વેકેશનમાં ઘેર આવેલી કોલેજકન્યા સાન્યા ત્રણ અઠવાડિયા માટે અટકી પડે છે. શરુઆતમાં તો એ હોસ્ટેલ લાઈફમાં મળેલી સ્વતંત્રતાને ખૂબ મિસ કરે છે પણ પછી હોસ્ટેલમાં એકાદ-બે કોરોના કેસના લીધે ત્યાંનાં તંગ વાતાવરણનાં સમાચાર આવે છે. એવી સ્થિતિમાં પોતે પરિવાર જોડે સલામત છે એનો અહેસાસ થતાં સાન્યા ઘરનાં વાતાવરણમાં સમરસ થવા માંડે છે.

એક નવયુવતીના પોંઈટ ઓફ વ્યૂથી રજૂ થયેલી પઠનીય વાર્તા. 

એસપ્રેસો કોફી! (કિરણ વી. મહેતા)

જિંદગીને બીજી તક આપતી નાયિકા.

એક કડવા અનુભવ પછી તૃષાએ જિંદગી તરફથી મોં ફેરવી લીધું હતું. હવે જ્યારે એના જીવનમાં બીજી તક આવી છે ત્યારે એ હોંશભેર બંને હાથે એ તક ઝડપી લે છે.

એક યુવતીના મનોભાવોનું પ્રવાહી આલેખન.

--કિશોર પટેલ, 01-11-23 08:57

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

 

Monday 30 October 2023

બાલભારતીમાં વાર્તાપઠન ૨૮ ઓક્ટોબર ૨૦૨૩















 

બાલભારતીમાં વાર્તાપઠન ૨૮ ઓક્ટોબર ૨૦૨૩

(૨૪૦ શબ્દો)

મુંબઈ શહેરમાં ઠેકઠકાણે શરદપૂર્ણિમાની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલુ હતી ત્યારે કાંદીવલી પશ્ચિમમાં બાલભારતી સ્કૂલ ખાતે નિયમ પ્રમાણે મહિનાના ચોથા શનિવારે યોજાતા વાર્તાવંતનાં વાર્તાપઠન માટે રસિક ભાવકો ઉમટી પડ્યાં હતાં.

શરદપૂર્ણિમા નિમિત્તે રાસગરબાનું પણ આયોજન હતું એટલે ચારને બદલે કેવળ બે વાર્તાકારોનું પઠન ગોઠવાયું હતું. સૌપ્રથમ જાણીતા પત્રકાર અને લેખક હેન્રી શાસ્ત્રીએ સ્વરચિત ટૂંકી વાર્તા  "બ્રેકિંગ ન્યૂઝ" નું પઠન કર્યું. 

તાલીમ હેઠળનો એક નવો નિશાળિયો પત્રકાર શહેરમાં થયેલા એક અકસ્માત પ્રસંગે અનુભવી વરિષ્ઠ પત્રકારનો અભિગમ જોઈને આઘાત અનુભવે છે.  અકસ્માતના પગલે મૃત્યુ પામેલા માણસોનાં આંકડાઓ જાણીને વરિષ્ઠ પત્રકાર ગેલમાં આવી ગયો હતો કે આજે તો સરસ હેડલાઈન બનાવવા મળી.  ઉદાસ થઈ ગયેલા શિખાઉ પત્રકારને પેલો અનુભવી પત્રકાર સમજાવે છે કે ભાઈ, આ વ્યવસાયમાં અંગત લાગણીઓ કોરે મૂકવી પડે છે.  સરસ વાર્તા. આ નિમિત્તે છાપાંની દુનિયામાં ડોકિયું કરવાની ભાવકોને તક મળી. એક તદ્દન નવા પરિવેશની વાર્તા.

કોફીબ્રેક પછી બાલભારતી સ્કૂલનાં ટ્રસ્ટી અને પૂર્વપત્રકાર એવા હેમાંગ તન્નાએ ટૂંકી વાર્તાઓના એક જાણીતા અમેરિકન સ્ત્રીલેખક લિડિયા ડેવિસની બે વાર્તાઓનાં અનુવાદ રજૂ કર્યાઃ 

૧. ધ ગુડ ટેસ્ટ કોન્ટેસ્ટ અને ૨. ધ ફીયર ઓફ મિસિસ ઓરલેન્ડો.

આ બંને વાર્તાઓમાંથી ભાવકોને વિદેશી સંસ્કૃતિની સરસ ઝલક જાણવા મળી. હેમાંગભાઈની રજૂઆત પ્રવાહી અને પ્રભાવી રહી.

કાર્યક્રમનું સંચાલન કવિમિત્ર સંદીપ ભાટિયાએ સંભાળ્યુ. કાર્યક્રમ દરમિયાન વાર્તાકળા વિશે એમણે ઘણી મહત્વની અને જાણવા/વાગોળવાલાયક વાતો કરી.  

એ પછી સાઉન્ડ સિસ્ટીમ પર વાગતા સંગીતની ધૂન પર ઉપસ્થિત સહુ મિત્રોએ ઉલટભેર ગરબા ગાયાં. યાદગાર અનુભવ.

અંતમાં પૌંઆને બદલે સેવૈયાંનો મીઠો સ્વાદ માણી સહુ કૈંક અલગ અનુભવને માણતાં/ મમળાવતાં સહુ વિખેરાયાં.

--કિશોર પટેલ, 30-10-23 12:47

Sunday 29 October 2023

કક્કાવારી ૨૦૨૨ (ભાગ ૪ અને અંતિમ)


 

કક્કાવારી ૨૦૨૨ (ભાગ ૪ અને અંતિમ)

વર્ષ ૨૦૨૨ ની ટૂંકી વાર્તાઓની લેખકના નામાનુસાર યાદી (ભાગ ૪)

કક્કાવારી ૨૦૨૨ના આ છેલ્લા ભાગમાં લેખકોનાં લ, વ, શ, સ અને હ થી શરુ થતાં નામોની યાદી સમાવી છે.

જ્યારથી આ યાદી મૂકાઈ રહી છે ત્યારથી એકાદ ટિપ્પણી એવી આવે છે કે “...ફલાણા/ઢીંકણા દિવાળી અંકમાં મારી વાર્તા પ્રગટ થયેલી...”

એમની જાણ ખાતર યાદીના પહેલા ભાગ સાથે મૂકેલી પ્રસ્તાવના અહીં ફરીથી મૂકી છે જે વાંચવાથી સ્પષ્ટ થશે કે આ લખનારે કયા સામયિક કવર કર્યા છે અને કયા નહીં.

“આ વર્ષમાં નવનીત સમર્પણ (૫૧ વાર્તાઓ), .. (૧૭ વાર્તાઓ), પરબ (૨૪ વાર્તાઓ), એતદ (૨૪ વાર્તાઓ), મમતા વાર્તામાસિક (૭૩ વાર્તાઓ), કુમાર જાન્યુ થી જૂન   અંકો (૯ વાર્તાઓ),  બુધ્ધિપ્રકાશઃ ૮ વાર્તાઓ, શબ્દસર જાન્યુ. થી સપ્ટે. (૭ વાર્તાઓ), નવચેતન જુલાઈ થી ડિસે. (૧૫ વાર્તાઓ). અખંડ આનંદ સપ્ટે થી ડિસે (૩૦ વાર્તાઓ) અને વારેવા (૩૧ વાર્તાઓ): આમ વર્ષમાં પ્રસિદ્ધ થયેલી કુલ ૨૮૯ વાર્તાઓની યાદી બની છે. વાર્તાઓ વિષે લખનારનો એક લેખ તાજેતરમાંએતદના સપ્ટેમ્બર ૨૦૨૩ અંકમાં પ્રસિદ્ધ થયો છે.

“ખાસ નોંધ: એતદના ડિસેમ્બર૨૦ થી સપ્ટેમ્બર૨૧ એમ ચાર અંકોની વાર્તાઓની નોંધ લેવાઈ છે.  કેવળ દીપોત્સવી વિશેષાંકોમાં વાર્તાઓ પ્રગટ કરતાં વર્તમાનપત્રો અને સામયિકોની વાર્તાઓની નોંધ લઇ શકાઈ નથી.  

આનાથી વધુ સ્પષ્ટતા કરવાની જરુર મને જણાતી નથી.

વિગતનું ફોર્મેટ: /લેખકનું નામ/ વાર્તાનું શીર્ષક/ સામયિક/અંક/વાર્તાનો વિષય એમ રહેશે.

સંક્ષિપ્ત રૂપોની સમજણ:  ..= નવનીત સમર્પણ, ..= શબ્દસૃષ્ટિ, અ.આ. = અખંડ આનંદ, બુ.પ્ર.=બુધ્ધિપ્રકાશ.

ભૂલચૂક લેવીદેવી.

###

લતા હિરાણી: ઘર (બુ.પ્ર., સપ્ટેમ્બર ૨૦૨૨): છેતરીને લગ્ન કરનારા પતિને નાયિકા માફ કરી દે છે. (કુલ વાર્તા)  

લીના વચ્છરાજાની: ત્રીજો પુરુષ એકવચન (મમતા, એપ્રિલ ૨૦૨૨): ટ્રાન્સજેન્ડરની વાત.  (કુલ વાર્તા)

સ્ત્રી લેખકો: , પુરુષ લેખકો:--,  કુલ વાર્તાઓ:

વર્ષા અડાલજા: . ચકલીનું બચ્ચું (એતદ, ડિસેમ્બર ૨૦૨૧): કુમળી કન્યા જોડે દુરાચાર. . વેલકમ હોમ (.. જુલાઈ ૨૦૨૨): પતિ-પત્ની ઔર વોહ. .રામાયણીબાબા (..નવેમ્બર ૨૦૨૨): ભ્રષ્ટાચાર કર્યા પછી નાયકને થતો અપરાધબોધ. . સપ્તરંગી મેઘધનુષ (.. નવે-ડિસે ૨૦૨૨): પરિવારના સભ્યો એકબીજાની લાગણીની કદર કરે છે.  (કુલ વાર્તાઓ)

વલ્લભ નાંઢા: . વોટ ડુ યુ થિંક (મમતા, ફેબ્રુઆરી ૨૦૨૨): પ્રયોગાત્મક રહસ્યકથા. . ફસલ (મમતા સપ્ટેમ્બર ૨૦૨૨): મિત્રના ભોળપણનો ગેરલાભ લેતા આદમીની વાત. (કુલ વાર્તાઓ)

વલીભાઈ મુસા: પેચીદો મામલો (મમતા, મે ૨૦૨૨): કાઉન્સેલિંગનું ઉદાહરણ. (કુલ વાર્તા)

વસંત રાજ્યગુરુ: માસી (.. ડિસેમ્બર ૨૦૨૨): વૃધ્ધા નિરાધાર થઈ જશે એવું વિચારીને પુત્રએ કરેલો ઘરનો સોદો પિતાએ રદ્દ કર્યો.   (કુલ વાર્તા)

વંદના શાંતુઇન્દુ: . ચિતારો (પરબ, એપ્રિલ ૨૦૨૨): શું વધુ મહત્વનું? કળા કે જીવન? . સોગંદનામું (મમતા, એપ્રિલ ૨૦૨૨): પિતાની રીબામણી અટકે માટે તડપતો તરુણ (કુલ વાર્તાઓ)  

વાસુદેવ સોઢા: . રંગ મોતીચંદ (મમતા, માર્ચ ૨૦૨૨): લોકકથા . પીડાનું પ્રતિબિંબ (.સૃ. જૂન ૨૦૨૨): માતાની પીડા વહેંચી લેવા બાળક પોતાના હાથેપગે પાટા બંધાવે છે.     (કુલ વાર્તાઓ)

વિજય સોની: . ગંજુની દ્રૌપદી (શબ્દસર, ફેબ્રુઆરી ૨૦૨૨): પરિણીત સ્ત્રી વેશ્યાવ્યવસાય કરે છે. . અનારકલી અને સ્કોચ (એતદ, માર્ચ ૨૦૨૨): મૈત્રીસંબંધ. (કુલ વાર્તાઓ)

વિશાલ ભાદાણી: અકોરા કાબા (..ઓક્ટોબર ૨૦૨૨): રુપક્ક્થા. પક્ષીઓની સભા. છબીઓ પાડવાની માણસોની પ્રવૃત્તિ સામે વિરોધ. (કુલ વાર્તા)

વિશ્વમિત્ર: દાવેદાર (નવચેતન, ઓક્ટોબરનવેમ્બર ૨૦૨૨): પતિ દ્વારા દેરાણીને થયેલા પુત્રને વારસાહક્ક આપવાની ભલામણ કરતી સ્ત્રીની વાત.  (કુલ વાર્તા)

વીનેશ અંતાણી: . ત્રણ જણ (બુ.પ્ર.): માનવજીવનના ત્રણ તબક્કા/ ચિંતન, દર્શન. . હરકાન્ત જોશી (.. એપ્રિલ ૨૦૨૨): અવગણાયેલ વાર્તાકારના કામની નોંધ લેવી. .૩૦, ડ્રાયડન (પરબ, જૂન ૨૦૨૨): ઘર જોડે લેણાદેણી  . નાયિકાનું પહોંચવું (એતદ, જૂન ૨૦૨૨): સંબંધવિચ્છેદની વાત.  . બાકીનું શરીર (..નવેમ્બર ૨૦૨૨): લગ્નજીવનમાં પતિ દ્વારા ભાવનાત્મક શોષણ થયાં બાદ નાયિકાનું સ્વતંત્ર અસ્તિત્વ ઓગળી ગયું છે. (કુલ વાર્તાઓ)

સ્ત્રી લેખકો: , વાર્તાઓ:; પુરુષ લેખકો: , વાર્તાઓ: ૧૫; કુલ લેખકો: ૧૦, કુલ વાર્તાઓ: ૨૧

 

શાંતિલાલ ગઢિયા: શાસ્વતી (અ. આ., સપ્ટેમ્બર ૨૦૨૨): અસાધ્ય રોગ વારસામાં ના ઉતરે એવું વિચારી નાયિકા લગ્ન ટાળે છે. (કુલ વાર્તા)

સ્ત્રી લેખકો: --, પુરુષ લેખકો: . વાર્તા: .

સમીરા પત્રાવાલા: જોયું જોયું (વારેવા-૧૨): નાયકને બહુમતી પુરુષો નિર્વસ્ત્ર દેખાવા માંડે છે! વ્યંજનાપૂર્ણ વાર્તા. (કુલ વાર્તા)

સંજય ગુંદલાવકર: ક્ષણજીવી (.. જાન્યુ ૨૦૨૨): એકલતાનો શિકાર બનેલી સ્ત્રીની વાત. (કુલ વાર્તા)

સંજય થોરાતસ્વજન’: . કાપ્યો છે...! (મમતા, જૂન ૨૦૨૨): લવજેહાદ. .એક કટિંગઈગોચા (.. નવે-ડિસે ૨૦૨૨): ગેરસમજના કારણે મિત્રોમાં અબોલા થયા. (કુલ વાર્તાઓ)

સંદીપ પાલનપુરીઅન્ય’: રેલ્વેલાઈન (મમતા, જૂન ૨૦૨૨): આર્થિક-માનસિક ગરીબી અને અભાવગ્રસ્ત લોકોની વાત. (કુલ વાર્તા)

સાગર શાહ: સૂર્યવતી, અને હું (એતદ, જૂન ૨૦૨૨): વિજાતીય આકર્ષણની વાત (કુલ વાર્તા)  

સીમા મહેતા: . અગ્નિસંસ્કાર (વારેવા, જૂન ૨૦૨૨): બાળકની દ્રષ્ટિએ મૃત્યુ. . સફેદપોશ (વારેવા-૧૧): સ્ત્રીભ્રૂણહત્યા. (કુલ વાર્તાઓ)

સુનીલ મેવાડા: દીપાલી નહીં, હિમાલી (મમતા, ડિસેમ્બર ૨૦૨૨): ચિત્રવિચિત્ર શરતો લગાવતા બાળપણના ભેરુઓ. (કુલ વાર્તા) 

સુમન શાહ: ઊગીને જાતે ફેલાયેલી ઘટનાને જાણી મેં (એતદ, સપ્ટેમ્બર ૨૦૨૨): એબ્સર્ડ વાર્તા. યજમાન અને મહેમાન વચ્ચે અર્થહીન વાર્તાલાપ. (કુલ વાર્તા)

સુષ્મા શેઠ: . ઓળખ (મમતા, એપ્રિલ ૨૦૨૨): ઘરના સંકુચિત વાતાવરણ અને બાહ્ય આધુનિક જગત વચ્ચે સંઘર્ષ અનુભવતી તરુણી. . હું (વારેવા, ફેબ્રુઆરી ૨૦૨૨): પિતાના પડછાયામાંથી બહાર આવવા સંઘર્ષ કરતા પુત્રની કથા. . વાત એક રાતની (મમતા ઓગસ્ટ ૨૦૨૨): અભિનય કરતાં કરતાં ભૂમિકા જીવવા માંડવી. . ઊધઈ (શ.સૃ., ઓક્ટોબર ૨૦૨૨): સાચી મરદાનગી શેમાં છે? અફઘાનિસ્તાનની સંઘર્ષમય સ્થિતિથી ભાગવામાં કે સામનો કરવામાં? . સંબંધનું નહીં નામ (.. નવે-ડિસે ૨૦૨૨): સોશિયલ મીડિયા પર નબળી કડી છુપાવતાં બે પાત્રોની વાત. (કુલ વાર્તાઓ)

સ્વાતિ જસ્મા ઠાકોર: પ્રેમને ખાતર (વારેવા, એપ્રિલ ૨૦૨૨): એક અસામાન્ય પ્રેમકથા. નાયિકા સ્વતંત્ર રાજકીય વિચારસરણી ધરાવે છે.   (કુલ વાર્તા)

સ્વાતિ મહેતા: . અનુબંધ (કુમાર, માર્ચ ૨૦૨૨): અધૂરી પ્રેમકથા, આશ્રમના સંચાલિકાને આઘાત . વિસ્પરિંગ પામથી ગુલમ્હોર હેવન (પરબ, જૂન ૨૦૨૨): વરિષ્ઠ નાગરિકની વાત, બીજો દાવ શરુ થતાં પહેલાં વિઘ્ન.   . અસલામતી (મમતા, જૂન ૨૦૨૨): અકસ્માતના સમાચાર વાંચીને પતિ અંગે અસલામતી અનુભવતી સ્ત્રી. (કુલ વાર્તાઓ)

સ્વાતિ મેઢ: ટપાક ટપાક ટપાક ટપ્પ (વારેવા, જુલાઈ ૨૦૨૨): પોતાની ખાસ વાનગી બનાવવાની રીતનું રહસ્ય ગુપ્ત રાખવાની સ્ત્રીઓની ખાસિયત વિષે હળવી શૈલીમાં વાર્તા.  (કુલ વાર્તા)

શ્રદ્ધા ભટ્ટ: . બારી (મમતા, એપ્રિલ ૨૦૨૨): તરુણી અને પિતાની ઉંમરના પુરુષ વચ્ચે પ્રેમ. . અસ્પર્શ (એતદ, માર્ચ ૨૦૨૨): અશરીરી તત્વનું ખેંચાણ.  . અંતરાલ (મમતા ઓગસ્ટ ૨૦૨૨): સજાતીય સંબંધ. (કુલ વાર્તાઓ)

સ્ત્રી લેખકો: , વાર્તાઓ:૧૬; પુરુષ લેખકો: , વાર્તાઓ: ;    કુલ લેખકો: ૧૩, કુલ વાર્તાઓ: ૨૩

હરીશ મહુવાકર: રીત (શ.સૃ., જાન્યુઆરી ૨૦૨૨): પહેલી વાર પ્રાકૃતિક સૌંદર્ય જોઈ ભાન ભૂલેલા યુવાનોનો અકસ્માત. (કુલ વાર્તા)

હસમુખ અબોટીચંદન’ (શબ્દસર, મે ૨૦૨૨): સાગરકથા, તોફાન દરિયામાં અને કિનારે.     (કુલ વાર્તા)

હસમુખ કે રાવલ: . સરવાળે સોળ આની માણસ (મમતા, જાન્યુ ૨૦૨૨): ફેન્ટેસી, મૃત્યુ પછી કર્મોનો ફેંસલો ઈશ્વર કરે. . છાપાં ફાડતો માણસ (બુ.પ્ર., મે ૨૦૨૨): જીવનને હકારાત્મક દ્રષ્ટિએ જોવાનો સંદેશ. . લીલિયો (મમતા, જૂન ૨૦૨૨): બાળઉછેરની સમસ્યા, ઘેરથી ભાગી જતાં બાળકોની વાત.  . રાખનાં રમકડાં (મમતા ઓગસ્ટ ૨૦૨૨): જૂની રંગભૂમિ પર સ્ત્રીપાત્રો ભજવીને દુઃખી થયેલો નાયક    (કુલ વાર્તાઓ)

હસમુખ બોરાણિયા: બેદરકાર (મમતા, ફેબ્રુઆરી ૨૦૨૨): હાસ્યવાર્તા  (કુલ વાર્તા)

હસુમતી મહેતા: સમજ (વારેવા-૧૧): એક પુરુષની સારસંભાળ માટે બે સ્ત્રીઓ અદાલતે જાય. (કુલ વાર્તા)

હિના મોદી: બકેટલિસ્ટ (અ. આ., સપ્ટેમ્બર ૨૦૨૨): એક શિશુના આગમનથી નાયિકાના જીવનમાં આવતું પરિવર્તન. (કુલ વાર્તા)

હિમાંશી શેલત: . તે દિવસે (..ફેબ્રુઆરી ૨૦૨૨): કોરોનાકથા, ગામડામાં ઓનલાઈન શિક્ષણની સ્થિતિ. . હશે તો ખરાં ક્યાંક (..જૂન ૨૦૨૨): મૃત શહેરના સ્વજનો ક્યાં હશે? . વણનોંધાયેલી ઘટના (..નવેમ્બર ૨૦૨૨): સાંપ્રત સમસ્યા, બિલ્કીશબાનુના હત્યારાઓને ગુજરાત સરકારે છોડી મૂક્યા એની નાયિકા પર થતી અસર. . ગૂંચ (..ડિસેમ્બર ૨૦૨૨): પુત્રને ખબર નથી કે એના માતાપિતા છૂટાં પડી રહ્યાં છે. (કુલ વાર્તાઓ)

હીના દાસા: લિટલ મેન (મમતા, જાન્યુ ૨૦૨૨): યુદ્ધની વિભીષિકા   (કુલ વાર્તા)

હેમંત કારિયા: ચોપડીમાંની જીવલી (વારેવા, જુલાઈ ૨૦૨૨): ચોપડીમાંનું વેશ્યાનું પાત્ર એક તરુણ વાચકની ચિંતા કરે. ફેન્ટેસી વાર્તા. (કુલ વાર્તા)

સ્ત્રી: , વાર્તાઓ: ; પુરુષ: , વાર્તાઓ:;   કુલ લેખકો: , કુલ વાર્તાઓ: ૧૫

Summary:

વર્ષ ૨૦૨૨ માં ૫૮ સ્ત્રીલેખકોની કુલ ૧૧૨ વાર્તાઓ, ૧૦૩ પુરુષલેખકોની કુલ ૧૭૭ વાર્તાઓ;  કુલ ૧૬૧ લેખકોની કુલ ૨૮૯ વાર્તાઓ.  

### 

કક્કાવારી ૨૦૨૨ સમાપ્ત.

- કિશોર પટેલ. 30-10-23 08:26

* છબીસૌજન્યઃ ગૂગલ ઈમેજીસ.