Tuesday 26 December 2023

૨૬ ડિસેમ્બરઃ ઉંધા ચશ્મા પહેરતા તારક મહેતાનો જન્મદિવસ


 

૨૬ ડિસેમ્બરઃ ઉંધા ચશ્મા પહેરતા તારક મહેતાનો જન્મદિવસ

(૭૬૯ શબ્દો)

આજે ૨૬ ડિસેમ્બરે તારકભાઈનો (૨૬ ડિસેમ્બર ૧૯૨૯- ૦૧ માર્ચ ૨૦૧૭) જન્મદિવસ છે.  ગુજરાતી રંગભૂમિ પર લેખક-દિગ્દર્શક-અભિનેતા તરીકે તેઓ સક્રિય હતા એ દિવસોમાં એમનાં કેટલાંક નાટકોમાં આ લખનારે બેકસ્ટેજ કર્યું હતું. પ્રસ્તુત છે એમની જોડેનાં થોડાક સંસ્મરણો.

*   

કોઈ નાટકમાં તારકભાઈ પોતે અભિનય કરતા હોય અને એમનો પ્રવેશ ફક્ત પાંચ મિનીટનો હોય તો પણ પ્રવેશ લંબાઈને પંદર-વીસ મિનિટનો થઈ ગયો હોય એવું ઘણી વાર બનતું. નવા નવા ગેગ્સ (ટુચકાઓ) તેઓ તાત્કાલિક જોડી કાઢતા. પ્રેક્ષકોને મોજ પડી જતી પણ નાટકનું બેલેન્સ બગડી જતું. એટલે ઘણી વાર તારકભાઈને પરાણે બહાર કાઢવા પડતા. કેટલીક વાર તો અમારે વિંગમાં ઊભા રહીને ઈશારાઓ કરવા પડતા કે હવે બસ કરો, બહાર નીકળો. કેટલીક વાર તારકભાઈ પોતે અગાઉથી કહીને સ્ટેજ પર જતા કે ટાઈમ થાય એટલે મને બહાર બોલાવી લેજો.      

એક મૂરખને એવી ટેવનાટકનો એક સોલ્ડ આઉટ પ્રયોગ દક્ષિણ ગુજરાતના ગણદેવી ખાતે થયેલો. ઓપન એર થિયેટર હતું, લાંબા પહોળા ટેબલો ગોઠવીને સ્ટેજ બનાવાયેલું જેનું લેવલિંગ ગરબડિયું હતું. સ્ટેજ પર હરફર કરતાં બધાં કલાકારો ઠોકર ખાતાં હતાં. નસીબજોગે કોઈ નીચે તો પડયું હતું પણ સંવાદોમાં થોથવાઈ જવાનું વારંવાર બનતું હતું. તારકભાઈને પણ એમના પ્રવેશમાં ઠોકર લાગેલી. ઠોકર એવી લાગેલી કે એમનું ધોતિયું પાછળથી છૂટી ગયેલું. એમને પોતાને ખબર પડી હતી અને તેઓ પોતાની ધૂનમાં સંવાદો બોલ્યે જતા હતા. દ્રશ્યમાંના ત્રણ સાથી કલાકારો અવળા ફરીને હસવાનું રોકવાનો ભગીરથ પ્રયાસ કરતા હતા. પ્રેક્ષકોને પણ ખોટે સમયે હસતાં જોઇને છેવટે તારકભાઈને ખ્યાલ આવેલો કે કંઇક લોચો થયો છે. ધોતિયાનો છેડો સરખો કરતાં તારકભાઈએ સાથી કલાકારોને સંભળાવ્યું, “હમણાં હસી લો, પછી બહાર મળો એટલે એકએકને જોઈ લઉં છું!”

*

તારકભાઈને મારી ઉપર ખાસ પ્રીતિ હતી. કલકત્તા ટુરમાં એમણે મને ખૂબ હેરાન કરેલો. ભારતીય વિદ્યા ભવન કલાકેન્દ્રના બે નાટકોપાટણની પ્રભૂતા” (લેખક: .મા. મુનશી અને દિગ્દર્શક ચંદ્રકાંત સાંગાણી) અનેએક મૂરખને એવી ટેવ” (લેખક-દિગ્દર્શક તારક મહેતા) નાં કલકત્તામાં થોડાક શોનું આયોજન થયું હતું. બહારગામની ટુર માટે થોડીક એડજસ્ટમેન્ટ કરવી પડતી હોય છે. બને એટલા ઓછા માણસો હોય તો ખર્ચમાં રાહત રહે એવો હેતુ હોય છે. અમુક કલાકારોએ બંને નાટકોમાં નાનીમોટી ભૂમિકા કરવી એવી ટુર પૂરતી ગોઠવણ થઈ હતી. “પાટણની પ્રભૂતાની કથાવસ્તુ ઐતિહાસિક હતી. એક દ્રશ્યમાં રાજદરબારમાં પ્રવેશદ્વાર પર બે ચોકિયાત ઊભા રહેલાં દેખાડવાના હતા, એમને કોઈ સંવાદ બોલવાનો હતો, ફક્ત દસ-બાર મિનીટ ઊભા રહેવાનું હતું. સમયનાં કોસ્ચ્યુમ પહેરીને એક ચોકિયાત તરીકે મારે ઊભા રહેવાનું હતું. બીજા ચોકિયાત તરીકે ઊભા રહેવા માટે અન્ય કોઈ માણસ ફાજલ હોવાથી તારકભાઈને વિંનતી કરવામાં આવેલી જે એમણે કમને કબૂલ કરેલી.

પણ આવું કામ તારકભાઈ ચૂપચાપ નીપટાવી દે વાતમાં માલ હતો. નિર્માતા પરનો ગુસ્સો એમણે મારા પર ઉતાર્યો હતો. પોતાની નાનીમોટી પ્રોપર્ટી જેમ કે મોજડી, તલવાર, સાફો વગેરે તેઓ જાણીજોઇને આડીઅવળી મૂકી દેતા અને રાડારાડ કરતા, મારી મોજડી ક્યાં ગઈ? મારી તલવાર ક્યાં છે? બધું મારે શોધી આપવું પડતું હતું. કલકત્તા ટૂરમાં એમણે મારી હાલત ખૂબ ખરાબ કરી નાખી હતી. એકાદ વાર પિત્તો ગુમાવીને હું કંઇક બોલી પડેલો. તેઓ ચોંકી ગયેલા. એમણે ધાર્યું હતું કે હું સામો જવાબ આપીશ. પણ એમણે સ્વસ્થતા જાળવીને જાણે કોઈ કંઈ બોલ્યું નથી એવો દેખાવ ચાલુ રાખ્યો ને વાત ત્યાં ઠંડી પડી ગઈ. પછીથી  મેં એમની માફી માંગેલી ત્યારે એમણે સામેથી કહેલું કે ના ના, વાંક તો મારો હતો, મારે વધારે ખેંચવાનું હતું. આજે એમ થાય છે કે ભલે અકસ્માતપણે કેમ ના હોય પણ દસેક મિનીટ માટે ચોકિયાતની ભૂમિકામાં હું તારકભાઈની જોડે બરોબરીમાં ઊભો રહ્યો હતો.

*

એક વાર રિહર્સલમાં તારકભાઈ અડધી બાંયનું શર્ટ પહેરીને આવેલા જે એમને ટાઈટ પડતું હતું. શર્ટ એમની સાઈઝ કરતાં નાનું, સાંકડું અને ટૂંકું હતું. દેખાવમાં ઘણું વિચિત્ર લાગતું હતું. કેવી રીતે એવું શર્ટ પહેરીને તેઓ ઘરની બહાર નીકળ્યા હશે કોઈને સમજાતું હતું. પણ એમને કંઈ કહેવાની કે પૂછવાની કોઈનામાં હિંમત હતી. એક-બે જણાએ મને ચાવી મારી. પણ હું શાણો બની ગયો ને ચૂપ રહ્યો. છેવટે તારકભાઈને ધ્યાનમાં આવ્યું કે કંઇક ગરબડ છે. એમણે સામેથી સહુને પૂછયું કેવાત શું છે? બધાં આજે કેમ ચૂપ ચૂપ છો?” ત્યારે એક મહિલા કલાકારે કહ્યું કેતારકભાઈ, તમારો કોઈ નાનો ભાઈ છે?” તેઓ આશ્ચર્યથી જોઈ રહ્યા એટલે પેલાં બહેને કહ્યું, “ભૂલમાં આજે તમે તમારા નાનાભાઈનું શર્ટ પહેરીને આવ્યા છો.”  

નિર્દોષ બાળકની જેમ તારકભાઈ મોટેથી હસી પડયા અને બોલ્યા, “ક્યારનો વિચાર કરું છું કે મને તકલીફ કેમ થાય છે.” સહુનો જીવ ઠેકાણે પડયો. દિવસે પછીથી ક્યારેક એકાદ બ્રેકમાં ઘેર જઈને તેઓ શર્ટ બદલીને પાછા આવી ગયા હતા. ભવનથી ફોર્જેટ સ્ટ્રીટ વાયા ટેક્સી આમ તો નજીક કહેવાય.

--કિશોર પટેલ.

* * *

(સાર્થક જલસો અંક ૧૮ માં  આ લખનારના પ્રગટ થયેલા લેખ “રંગરસિયા” નો એક અંશ. સંપૂર્ણ લેખ વાંચવા માટે અંક-૧૮  મંગાવો કાર્તિક શાહને 9825290796 પર વોટસએપ સંદેશા દ્વારા સંપર્ક કરીને. બાય ધ વે, સાર્થક જલસોનો અંક ૧૯ પણ હજી હમણાં થોડાક સમય પહેલાં પ્રગટ થઈ ચૂક્યો છે.)

* * *