Wednesday 2 November 2022

વર્ષ ૨૦૨૧ ની ટૂંકી વાર્તાઓની યાદી (ભાગ ૧)


 

વર્ષ ૨૦૨૧ ની ટૂંકી વાર્તાઓની યાદી (ભાગ ૧)

ઇ.સ. ૨૦૨૧ માં વિવિધ સામયિકોમાં પ્રસિદ્ધ થયેલી ટૂંકી વાર્તાઓની યાદી લેખકના નામ પ્રમાણે વર્ણમાળાના ક્રમાનુસાર બનાવી છે. વર્ષમાં કુલ ૧૭૧ લેખકોની ૨૫૨ વાર્તાઓ પ્રગટ થઇ છે. સંપૂર્ણ યાદી લાંબી થાય છે માટે એક કરતાં વધુ ભાગોમાં રજૂ થશે.

આ યાદીમાં નવનીત સમર્પણ (૪૬ વાર્તાઓ), શ.સ. (૨૭ વાર્તાઓ), પરબ (૨૪ વાર્તાઓ), એતદ (૨૩ વાર્તાઓ), મમતા વાર્તામાસિક (૧૦૪ વાર્તાઓ), કુમાર (વર્ષના છેલ્લા પાંચ અંકની ૧૦ વાર્તાઓ) અને બુદ્ધિપ્રકાશ (વર્ષના છેલ્લા પાંચ અંકની ૩ વાર્તાઓ) અને  વારેવા (વર્ષના છેલ્લાં ત્રણ અંકની ૧૩ વાર્તાઓ):  આમ આ વર્ષમાં પ્રસિદ્ધ થયેલી કુલ ૨૫૨ વાર્તાઓ સમાવી છે. આ વાર્તાઓ વિષે આ લખનારનો એક લેખ તાજેતરમાં ‘એતદ’ ના સપ્ટેમ્બર ૨૦૨૨ અંકમાં પ્રસિદ્ધ થયો છે.

ખાસ નોંધ: એતદના ડિસેમ્બર ‘૨૦ થી સપ્ટેમ્બર ‘૨૧ એમ ચાર અંકોની વાર્તાઓની નોંધ લેવાઈ છે.  કેવળ દીપોત્સવી વિશેષાંકોમાં વાર્તાઓ પ્રગટ કરતાં વર્તમાનપત્રો અને સામયિકોની વાર્તાઓની નોંધ લઇ શકાઈ નથી.        

વિગતનું ફોર્મેટ: /લેખકનું નામ/ વાર્તાનું શીર્ષક/ સામયિક/અંક/વાર્તાનો વિષય એમ રહેશે.

સંક્ષિપ્ત રૂપોની સમજણ:  ન.સ.= નવનીત સમર્પણ, શ.સ.= શબ્દસૃષ્ટિ

ભૂલચૂક લેવી દેવી.

###

પ્રસ્તુત છે કક્કાવારી રેકોર્ડ ૨૦૨૧ ભાગ  ૧ જેમાં અ, ક, અને ગ થી શરુ થતાં નામધારી લેખકોની વાર્તાઓની યાદી અપાઇ છે.

અર્ચના દીપક પંડ્યા: અજંપો (મમતા એપ્રિલ ૨૦૨૧): સ્ત્રીપુરુષ સંબંધને તપાસવાનો ઉપક્રમ.

અજય પુરોહિત: ૧. ત્રાજવું (મમતા, જૂન ૨૦૨૧): કન્યાના શરીર પર ડાઘ.  ૨. પુનર્જન્મ (શ.સ., સપ્ટેમ્બર ૨૦૨૧): અપરાધીનું હ્રદયપરિવર્તન.

અજય સોની: ૧. હવેલી (એતદ, એપ્રિલ-જૂન ૨૦૨૧): સંબંધવિચ્છેદ. ૨. સાંજ (ન.સ.ઓકટોબર): જીવનના ખાલીપાની વાત

અભિમન્યુ આચાર્ય: સ્કુલ (એતદ, એપ્રિલ-જૂન ૨૦૨૧): માનસિક અસ્વસ્થતાની વાત.   

અમિત પુરોહિત: પ્રતીક્ષા (મમતા, ઓક્ટોબર ૨૦૨૧): ભવોભવની પ્રીત.

અમૃત બારોટ: વળાંક (ન.સ. જુલાઇ ૨૦૨૧): સ્ત્રી સ્વાતંત્ર્યની વાત. માલિકીવૃત્તિ ધરાવતા  શંકાશીલ સ્વભાવના પતિથી ત્રાસીને નાયિકા ગૃહત્યાગ કરે છે.

અર્જુનસિંહ રાઉલજી: સહારો (મમતા ડિસે ૨૦૨૦-જાન્યુ ૨૦૨૧) જયેષ્ઠ નાગરિકની અવહેલના.

અરવિંદ બારોટ: ૧. સામા કાંઠે (ન.સ. મે ૨૦૨૧): લોકવાર્તા, કરુણાંત પ્રેમકથા. ૨. રૂપી (પરબ, મે ૨૦૨૧): લોકવાર્તા,  વહેમીલા પતિનો બદલો લેવા દુખિયારી સ્ત્રીએ પુનર્જન્મ લીધો. ૩. વેશ (ન.સ.સપ્ટેમ્બર ૨૦૨૧): લોકવાર્તા, બહુરુપીનું જીવનપરિવર્તન. ૪. લોકવાર્તા, બાપુ (ન.સ. ડિસેમ્બર ૨૦૨૧): રજવાડાની દીકરીનું મન રાખવા રાજવી ઈચ્છા વિરુદ્ધ આભૂષણો ધારણ કરે.   

અરવિંદ રાય: લેડી ગોદાઈવા (મમતા, ઓક્ટોબર ૨૦૨૧): પ્રજાને કરવેરામાં રાહત મળે એ માટે નિર્વસ્ત્ર નગરચર્યા કરતી કાઉન્ટેસ. 

અશ્વિની બાપટ: એક દબાયેલ વાતની વાર્તા (પરબ, સપ્ટેમ્બર ૨૦૨૧): અંગત જીવનમાં કોને કેટલો પ્રવેશ આપવાનો?

આરતી આંત્રોલિયા: પડદો પડી ગયો (મમતા ફેબ્રુઆરી ૨૦૨૧) દુર્યોધનની પીડા-બીજા પુરુષ એકવચનમાં.

આરાધના ભટ્ટ: ૧. અનસંગ હીરો (મમતા ડિસે ૨૦૨૦-જાન્યુ ૨૦૨૧ અને નવે-ડિસે ૨૦૨૧)  ગૃહિણીની કદર થતી નથી. ૨. વિરાટનો હિંડોળો (શબ્દસર, સપ્ટેમ્બર ૨૦૨૧): મા-દીકરો, સાસુ-વહુ સંબંધ.  

આલોક ચટ: ભવિષ્યજ્ઞાતા (મમતા એપ્રિલ ૨૦૨૧): સહદેવની વ્યથા.

ઈલા આરબ મહેતા: ૧. ચૂડીકર્મ (પરબ માર્ચ ૨૦૨૧) રાહ ભૂલેલા પુત્રને સાચા રાહ પર વાળવા નાયિકા કમર કસે. ૨. જેલ પોતપોતાની (કુમાર, ઓગસ્ટ ૨૦૨૧): નારી ચેતનાની વાર્તા, ઘરેલુ હિંસાનો આરોપ મૂકીને પતિને પત્નીએ લોકઅપમાં બંધ કરાવ્યો.    

ઉર્મિલા વિક્રમ પાલેજા: કળા કરતો મોર (મમતા મે ૨૦૨૧): અપરાધકથા. 

ઉષા ઉપાધ્યાય: ૧. સ્નાન કરી લો (એતદ, એપ્રિલ-જૂન ૨૦૨૧): લિંગભેદની વાર્તા. પતિ પોતાનાથી વધુ કમાતી પત્નીની  કદર કરતો નથી.  ૨. ઓણુંકા અસાઢ (શ.સ., ઓક્ટોબર ૨૦૨૧): માણસ ધારે છે કંઇ અને થાય છે કંઇ.

એકતા નીરવ દોશી: ૧. મેઘદૂત (મમતા ફેબ્રુઆરી ૨૦૨૧) ગેરસમજની ગમ્મતભરી પણ કરુણાંત કથા.  ૨. સ્વૈરિણી (મમતા, જૂન ૨૦૨૧): મા-દીકરી ગજગ્રાહ. ૩. સલીથો (ન.સ.ઓકટોબર ૨૦૨૧): ફેન્ટેસી, જાદુઇ અરીસો. ૪. કાનખજૂરો (વારેવા, નવેમ્બર ૨૦૨૧): વૈવાહિક જીવનમાં શરીરસુખથી વંચિત નાયક આત્મરતિમાં રમમાણ રહે.     

અ: લેખકો: ૧૭, વાર્તાઓ: ૨૮

કનુ આચાર્ય: અવગતિયો જીવ (પરબ, ઓક્ટોબર ૨૦૨૧): ગામડામાં નવો મોબાઈલ આવે. હાસ્યવાર્તા.

કલ્પના જિતેન્દ્ર: કાશ! ત્યારે પણ... (શ.સ., સપ્ટેમ્બર ૨૦૨૧): પતિની બેવફાઈથી ત્રાસી ગૃહત્યાગ કરવા તૈયાર થયેલી વહુને એની સાસુ વારે છે.

કંદર્પ ર. દેસાઇ: ૧. માણસની વાત (એતદ, જાન્યુઆરી-માર્ચ ૨૦૨૧): વનવાસીઓને વિદ્રોહી કોણ બનાવે છે? ૨. જવા દે (બુદ્ધિપ્રકાશ, સપ્ટેમ્બર ૨૦૨૧): માણસોના સ્વભાવનો તુલનાત્મક અભ્યાસ.

કાલિન્દી પારેખ: સ્વની શોધમાં (મમતા, જુલાઇ ૨૦૨૧): પતિ-પત્ની વચ્ચે રસરુચિભેદ.

કિરણ જોશી: નચિકેતા (વારેવા, નવેમ્બર ૨૦૨૧): ફેન્ટેસી, આયુષ્યરેખા લંબાવીને નાયક પિતાનો બદલો પિતરાઈઓ પાસે વસૂલ કરે.       

કિરણ વી. મહેતા: 1. બે પિંજર (એતદ ઓક્ટો-ડિસે ૨૦૨૦) પિતા-પુત્ર સંબંધ; બાપ નઠારો હતો! 2. ઉજાસભર્યું આકાશ (ન.સ. જાન્યુ. ૨૦૨૧) પાડોશણ જોડે નાયક ઘનિષ્ટતા કેળવી શકતો નથી. ૩. તૂટેલી હોડી (ન.સ. જૂન ૨૦૨૧): એકલપેટા માણસની વાત. ૪. ક્યારનું બાકી હતું તે... (ન.સ. ડિસેમ્બર ૨૦૨૧): પ્રયોગાત્મક, મૃત્યુ પછીની વાત.

કિશનસિંહ પરમાર: રાંઝણ (મમતા, સપ્ટેમ્બર ૨૦૨૧): દીકરીને અભડાવનારને સજા.

કિશોર વ્યાસ: વત્સલા (મમતા, જૂન ૨૦૨૧): વિભક્ત માતા-પિતાનું પુનર્મિલન કરાવવા દીકરીની મથામણ. 

કેશુભાઇ દેસાઇ: ૧. ઘર અને માળો (શ.સ. એપ્રિલ ૨૦૨૧): માળો પીંખાઇ ગયા પછી કબૂતરની જોડીને ઝઝૂમતાં જોઇને નાયકને પોતાના સંઘર્ષના દિવસો યાદ આવે. ૨. મેળો (મમતા, જૂન ૨૦૨૧): નાયિકા બીમાર પતિની સારવાર માટે ઝઝૂમે, ડોક્ટર મનમાં વસેલો છે. ૩. ઓળખાણ (શ.સ., ઓક્ટોબર ૨૦૨૧): બે છેડાના ઉદાહરણ સાથે માનવીય સ્વભાવનું નિરીક્ષણ. ૪. લાગણી (ન.સ. ડિસેમ્બર ૨૦૨૧): લીવ-ઇન માંથી છૂટી થયેલી સ્ત્રી પાર્ટનરના ખબર પૂછ્યા કરે. 

કોશા રાવલ: પીડાને પેલે પાર (પરબ, સપ્ટેમ્બર ૨૦૨૧): ફેન્ટેસી. મગજમાં ચીપ નાખવાથી માણસ પીડામુક્ત થઇ જાય.

ક: લેખકો:  ૧૦ વાર્તાઓ: ૧૭ 

ગિરિમા ઘારેખાન:  ૧. તારાથી રડાય નહીં (શ.સ. માર્ચ ૨૦૨૧) પુરુષોથી જાહેરમાં રડાય નહીં-અન્યાયી સામાજિક અભિગમ. ૨. ચંદેરી (પરબ, મે ૨૦૨૧): એક બહેન પિતાની સેવા માટે અપરિણીત રહે. બાકીની બે બહેનો એને ગૃહિત ધરે. ૩. દ્વિધા (મમતા, ઓગસ્ટ ૨૦૨૧): જાણીતી અંગ્રેજી ફિલ્મ indecent proposal ની કથા-વસ્તુનો પડઘો પાડતી વાર્તા. ૪. બાપુજી મને... (ન.સ. ડિસેમ્બર ૨૦૨૧): પિતા-પુત્ર સંબંધની વાત. ૫. ગુલાબ, બારમાસી, મનીપ્લાન્ટ અને...(શ.સ. ડિસેમ્બર ૨૦૨૧): પાડોશની કન્યાને કુપાત્રે પરણાવી દેવાય, એક વાર્તા અધૂરી રહી જાય.  

ગિરીશ દાણી: વરધી પ્રમાણે (મમતા, ઓક્ટોબર ૨૦૨૧): વિજ્ઞાન કપોળકલ્પિત કથા.

ગિરીશ ભટ્ટ: ૧. વાવ (ન. સ. જાન્યુ. ૨૦૨૧) ગામને પાણી મળે એ માટે આત્મબલિદાન આપતી સ્ત્રીની દંતકથા સાંભળીને નાયિકા એની જોડે આત્મીયતા અનુભવે. ૨. ઋણ (ન.સ.એપ્રિલ): કોઈકે કરેલી મદદનું ઋણ અન્ય કોઈને મદદ કરીને ફેડી શકાય છે. ૩. ગુરુદક્ષિણા (ન.સ.ઓકટોબર): નિષ્ફળ પ્રેમકથા. ૪. તું હિ તું હિ (પરબ, નવેમ્બર ૨૦૨૧): કરુણાંત પ્રેમકથા. ૫. સ્વજન (કુમાર, ડિસેમ્બર ૨૦૨૧): નાયક માંદો પડે છે ત્યારે નજીકના સગાં આવતાં નથી પણ જેને કદી પોતાનો માન્યો નથી એ પરદેશી, પરધર્મી જમાઇ આવે છે. 

ગુણવંત ઠાકોર: નિર્ણય (મમતા મે ૨૦૨૧): લગ્નેતર સંબંધ, કરુણાંત વાર્તા.

ગેબ્રિયલ ચૌહાણ: પાસાં (મમતા ફેબ્રુઆરી ૨૦૨૧) શકુનિની પીડા-કરુણાંતિકા. 

ગોરધન ભેસાણિયા: બાધા (શ.સ. જાન્યુ.૨૦૨૧) બાધા ઉતારવા જતાં હેરાન થઇ જતા માણસની વાત.

ગ: લેખકો:૬  વાર્તાઓ: ૧૪

###

(સંલગ્ન ચિત્ર સૌજન્ય: Google images)

(અપૂર્ણ)

No comments: