Thursday 6 October 2016

किशोर पटेल लिखित कथा बंडूची:१
बरा न होणारा आजार

एक गोष्ट बंडूला समजत नव्हती. एरवी बेंकेत चांगले वागणारे सहकारी चर्चगेट स्टेशनवरून सुटणाऱ्या बसमध्ये बसल्यावर त्याच्या नजरेला नजर का देत नव्हते?

असेल. मी इकडे ह्या शाखेत नवीन आहे ना? ओळख झाली कि मग लोक हात करणार, नमस्कार करणार, कसं काय मग, ट्रेन मध्ये रमीत किती प्लस वगेरे विचारणार. एखादा गुडमोर्निंग सुध्धां म्हणणार. थोडे दिवस जाऊ दे.

थोडे दिवस गेले. बंडूच्या ओळखी वाढल्या. काही जणा बरोबर सुत जमलं. दुपारी जेवायला आणि नंतर फिरायला कंपनी मिळू लागली.

पण बसमधली ती गोष्ट बंडूच्या समजण्या पलीकडची होती. अजून काल संध्याकाळी ज्या माणसाला बंडूने चहा पाजला होता त्याने सुध्धां आज सकाळी बसमध्ये बंडूला ओळख दाखवली नाहीं.

बंडू नवीन होता. भोळा होता. असेल, काही तरी कारण असेल. ते बोलवत नाहीं महणून आपण काय गप्प बसायचं? बंडूने त्याला नमस्कार म्हटलं. योगायोग असा झाला कि कंडक्टर प्रथम बंडूकडे आला. बंडूने आपल्याबरोबर त्या मित्राचं पण तिकीट काढलं.    

एकदा बंडू पुढे बसला होता. पुढे बसलं कि मेकर टावरच्या स्टोपला उतरून धावत जाऊन लिफ्टच्या लाईनीत नंबर लावता येतो. एकाने मागन आवाज दिला, ‘काय बंडू, कसं काय, काय बातमी नवा काळ मधे?’

त्या माणसाने ओळख दाखवली महणून बंडू सुखावला. किती चांगला माणूस हा! बंडूने त्याला नवा काळ वाचायला दिला. आणि हो, त्याचं तिकीट सुध्धां काढलं.

सकाळी कामावर जातांना किंवा संध्याकाळी परतताना कोणीही आवाज दिला कि बंडू त्याचं तिकीट काढायचा.

बंडूच मन मोठ होत पण खिसा त्यामानाने छोटा होता. त्याचे पैसे लौकर संपायला लागले.

“आपले पैसे लौकर का संपतात?” ह्या विषयी खूप विचार करून बंडू अस्वस्थ झाला. त्या अस्वस्थ अवस्थेत त्याने एक महत्त्वाचा निर्णय घेतला. चर्चगेट आणि कफ परेडस्थित मेकर टावर मधलं साधारण तीन किलोमीटरचे अंतर त्याने चालत जायचं ठरवलं. व्यायामचा व्यायाम आणि वरून पैसेची बचत.

काही दिवस बरे गेले. तब्येत बरी राहिली. पण बसचे वाचलेले पैसे आता चांभाराला जायला लागले. बाटाचे सेकंड्स मधे घेतलेल्या बुटाचा नकाशा पार बदलला. कोल्हापुरी चंपलेच्या किंमतीपेक्षा रिपेरिंगचा खर्च जास्त झाला. बंडू पुन्हा विचारात पडला. आपण करायचं तरी काय?

एवढ मोठ अंतर रोज पायी कापणे शक्य नाहीं. बसचा प्रवास टाळता येत नाहीं. त्यावर आता एकच उपाय. पोकेटमनी वाढली पाहिजे. सगळे प्रश्न आपोआप सुटतील.

बंडूने अर्थमंत्र्यांकडे अर्थात आपल्या पत्नीकडे चार्टर ऑफ डिमांड सादर केला. “पोकेटमनीमध्ये वाढ” एवढच अजून तो बोलला तेवढ्यात बायको एकदम अंगावर आली. “का?” ह्या एकाक्षरी प्रश्न अर्थमंत्र्याने विचारला आणि बंडूची एक कलमी मागणी फेटाळली गेली. द्विपक्षी कराराची बोलणी संपली. पोकेटमनी वाढला नाहीं!

बंडू आजारी पडला. बेंकेच्या बाकीच्या स्टाफला जो आजार झाला होता तोच आजार बंडूला झाला.   
शांतपणे विचार करून बंडूने ह्या आजाराची लक्षणे शोधून काढली.

१. कंडक्टरचा टाईमिंग बघून लोक ओळख दाखवतात.
२. आपापली तिकीट काढून होईपर्यंत कोण कोणाशी बोलत नाहीं.
३. दुसर्याचे तिकीट घेऊन झाले असेल तेव्हां काही जण मुद्दाम बोलतात, “बंड्या, मी तिकीट काढतो, बरं का?”
आणि ४. सर्वांची तिकीट काढून झाली कि हा आजार नाहीसा होतो.

थोडक्यात म्हणजे:

बसमध्ये ओळख न दाखवणे हा एक सामूहिक आजार आहे. प्रत्येक आजाराला काही न काही औषध असतं पण ह्या अनोळखी आजाराला औषध नाही.
* * *
(एकूण शब्द ४६४)
Disclaimer: Photograph along with story is for representative purpose only. It's taken from net. Photographer unknown. 

    

Wednesday 28 September 2016


कथा बंडूची 

बंडु जेव्हा टाय बांधतो 




     "maaJaa Taya kuzo AahoÆ"
     eka saMQyaakaLI GarI paohcalyaabaraobar baMDu kpaT ]GaDuna Taya SaaoQaayalaa laagalaa. kahI kruna Taya saapDonaa. SaovaTI vaOtagaUna %yaanao baayakaolaa hak maarlaI¸ "maaJaa Taya kuzo AahoÆ”
     baayakao baahor AalaI. baGato tr kayaÆ kpaTatlao AaQao- kpDo baahor AaiNa AaQaa- baMDu Aat.
     "ho kayaÆ kpaTat ka laplaatÆ" itnao ivacaarlao.
     "maI laplaolaao naahI. maaJaa Taya SaaoQataoya." AatUna baMDucaa gaurfTlaolaa Aavaaja.
     "AaQaI baahor yaa." Baayakaonao baMDulaa baahor AaoZlaM. baMDu GaamaaGaUma Jaalaa haota.
     "ho kaya lahana maulaa saarKMÆ  kamaavaruna Aalaat¸ hatpaya Qauvaayalaa nakao¸ cha Pyaayalaa nakaoÆ AaiNa ho kayaÆ kpDo kaya kolaotÆ kalaca maI kpaT naIT laavalao haoto. saGaLM ivaskTlat." baayakaolaa raga AavarNao kzINa jaat haot.
     "maaJaa Taya SaaoQaUna do."
     "Aataca kSaalaa hvaayaÆ kaya faoTaogaa`fr maagao laagalaayaÆ"
     "]Va baoMkot Taya GaalaUna jaayacaya. saahobaacaI AaoD-r Aaho."
     "kaÆ saahobaacaM lagna AahoÆ"
     "naahI. baoMkoca lagna Aaho. valD-baoMko baraobar. ]Va valD-baoMkvaalao yaoNaar Aahot. isainayar maonaojarcaI AaoD-r Aaho. savaa-naI naIT kpDo Gaalaayacao. Taya baaMQaayacaa."
     "barM JaalaM. ekda trI naIT jaala." baayakao Aat gaolaI.

♫♫♫♫♫♫


     ra~I jaovaNaacaa kaya-Ëma AaTpUna¸ maulaalaa JaaopvaUna baayakao baMDucaa Taya SaaoQaayacaa Ait mah<vaacyaa kayaa-laa laagalaI. pNa Taya kuzoca saapDayalaa tyaar naahI. baayakaonao saGaLIkDo SaaoQalaM¹kpaTat¸ kpaTavar rcaUna zovalaolyaa baogaot¸ saaofa¹kma¹baoDcyaa KNaaMt¸ Saa^kosacyaa KNaat¸ maulaaMcyaa dftrat¸ svayaMpakGarat¸ baaqa$macyaa varcyaa paoTmaaLat¸ baaoharNaIlaa Qyaayacyaa faT@yaa kpD\yaacyaa gaazaoD\yaat¸ kuzo hI Taya saapDo naa.
     dha vaYaa- pUvaI- lagnaalaa baMDu Taya baaMQaUna }Baa raihlaa haota. %yaanaMtr Aajatagaayat baMDulaa TayacaI garja laagalaI navhtI.
     dmaUnaBaagaUna baMDu AaiNa baayakao Jaaopayalaa gaolao. Acaanak baMDucyaa Dao@yaat p`kaSa pDlaa. ‘Saojaarcaa iSarsaaT tr Gao]na gaolaa naahIMÆ’
‘naahI.’ baayakao ]<arlaI. karNa Taya kaoNa Gao]na gaola haotM to itlaa Aazvala haot. Taya itcyaa Baavaanao naolaa haota. %yaalaa kuzotrI [nTrvyaUlaa Taya baaMQaUna jaayacao haoto.
‘kayaÆ Taya caMdUnao naolaaÆ [nTrvyaUsaazIÆ maaJaa Taya baaMQaUna kaya %yaalaa naaOkrI imaLNaarÆ’
baMDu Aaplyaa maohuNyaavar naaraja Jaalaa. tao iktI baojavaabadar Aaho h\yaa ivaYayaavar %yaanao CaoTsaM p`vacana idlaM. saaraMSa AsaaÁ “cadU vaIsa vaYaa-caa GaaoDa Jaalaa trI AjaUna %yaalaa Ak\kla AalaolaI naahI.”
BaavaacaI TIka ekUna baayakao ibaqarlaI. pUNa- dID tasa tI baMDu baraobar BaaMDt basalaI.

♫♫♫♫♫♫

sakaLI Saojaarcyaa iSarsaaT yaaMcyaakDUna baayakaonao Taya maagaUna AaNalaa. Taya baaMQaUna AarSaat baGaUna baMDu KuYa Jaalaa. vaahÑ valD-baoMkvaalao nak\kI KuYa haotIla. kja- dotIla Aaplyaa ba^Mkolaa. ba^Mk p`gait krNaar. AapNa p`gait krNaar. doSa p`gait krNaar.
eka baMDunaI Taya baaMQalyaavar valD-ba^Mkvaalao ksao kaya KuYa hao]na kja- doNaar hI gaaoYT javaLcyaa baalavaaDIt iSaixaka Asalaolyaa baayakaolaa samajalaI naahI. pNa sakaLI sakaLI vaad nakao Asaa ivacaar kruna tI gaPp basalaI.
baMDucaI caala badlalaI. rs%yaavarcao laaok %yaalaa baGat raihlao. baMDu Balataca sauKavalaa.
Aata Taya baaMQaUna saoknD @laasa maQyao ksao jaayacaoÆ Taya baaMQaUna ]DI TakUna gaaDIt vaInDaosaIT pkDayalaa jamaola kaÆ laaok kaya mhNatIlaÆ sava- ivacaar kruna baMDunaI fsT- @laasaca itikT kaZlaM.
gaLat Taya AaiNa hatat navaakaLÆ CoÁ CoÁ navaakaLcyaa pihlaa panaavar BalatIca AakYa-k hoDlaa[na haotI. “dIranao BaavajayaIlaa BaaosaklaoÑ” pNa [tr laaokaMcyaa hatat Ta[msa ikMvaa ek\sap`osa. Aaplaa hatat saaQaa imarr trI hvaa haota. baMDunaI navaakaLcaa caUramaUra krUna iKSaat kaoMbalaa. caca-gaoT yao[ pya-Mt caaorasaarKa basaUna raihlaa.
caca-gaoTlaa basacyaa laa[naIt ]Ba rahayacaMÆ gaLat Taya baaMQaUnaÆ baMDunaI sarL To@saI kolaI. Kcaa-laa GaaBartao tao baMDu navhoÑ
ba^Mkot baroca jaNa Taya GaalaUna vaavart haoto. caarcaar idvasa daZI na krNaara AaMbaogaaMvakr cakacak daZI krUna Aalaa haota AaiNa Saa^kosa maQyao basalyaasaarKa basalaa haota. naohmaI faTka SaT- GaalaUna iklayarIMga ka]nTrvar basaUna svatÁcaI AaiNa ba^MkocaI [jjat GaalavaNaara SaogaDo pNa navaIna kpDo GaalaUna basalaa haota.
laoDIJasTaf maQyao sauQQaaM barapOkI baayaka hLdIkMkUlaa Aalyaasaar#yaa naTUnaqaTUna Aalyaa haota. iTpNaIsabaa[naI tr navavaarI naosaUna fonsaI D/osaca pihlaM baixasa imaLvaayaca zrvaolalaM idsat haotM.
baMDu kamaalaa laagalaa. ba^Mkot naohmaI yaoNaarI igar\\ha[k sava- sTaflaa cakacak baGaUna gaDbaDlaI. caUkUna AapNa faorona ba^Mkocyaa SaaKot tr Aalaao naahI Asa ivacaar krUna kahI jaNa prt gaolao. kahInaa vaaTla¸ iWpxaI krar Jaalaolaa idsataoya. savaa-naa barGaaosa pgaarvaaZ imaLalaolaI idsatoya.
dupar JaalaI. saMQyaakaL JaalaI. valD-ba^MkocaI maaNasaM kaya icaTpaKru sauQQaaM AalaM naahIM.
‘]Qaa yaotIla.’ isainayar maonaojarnaI saaMigatlao. ‘baMDu¸ ]Qaa pNa Asaaca yao,¸ cakacak Taya baaMQaUna.’
‘]Qaa Taya baaMQaUna yaoNaar maaJaa baap.’ baMDu manaat ca baaolalaa.
inaGatanaa baMDunaI jaonTsa\ruma maQyao jaa]na Taya kaZUna iKSaat kaoMbalaa.   AarSaat baiGatlaM. svatÁlaa AaoLKlaM. maaNasaat AalyaasaarKM vaaTlaM %yaalaa. sauKavalaa.
vaLNaavar hLu JaalaolaI basa %yaanao ]DI maaruna pkDlaI. pacaAzracaI ivararfasT gaazlaI. Baa[Mdrcyaa KaDIt Taya foMkNaar haota tao¹vaoLIca AazvalaM¸ Taya Aaplaa naahIM¸ Saoojaarcyaa iSarsaaTcaa Aaaho.

Disclaimer: Photograph published along with this article is for representative purpose only. It is taken from Net. Photographer unknown.



Sunday 18 September 2016

પતિના મૃત્યુ પછી અનિતાના જીવનમાં બીજા પુરુષનું આગમન થાય છે. આરઆર નામે જાણીતો આ સુખ્યાત લેખક અનિતાને પ્રપોઝ કરે છે. અનિતા પણ એને પસંદ કરે છે. પણ અનિતાના આ નવા સંબંધનો વિરોધ કરે છે અનિતાની પોતાની દીકરી નિકિતા. શા માટે નિકિતા પોતાની માતાના જીવનમાં આવનારી વસંતનો વિરોધ કરે છે?  એની સમસ્યા શું છે?   અનિતાના બીજા લગ્ન અટકાવવા એ શું કરે છે? આ બધા પ્રશ્નોનો ઉત્તર મેળવવા માટે વાંચો મધુ રાય સંપાદિત વાર્તામાસિક "મમતા"ના ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૬ ના અંકમાં પ્રસિદ્ધ થયેલી મારી લેટેસ્ટ ટૂંકી વાર્તા "હત્યા" .

હત્યા /કિશોર પટેલ

ગોર્કી કોફીશોપમાં બારીની બહાર જોતાં જોતાં કોફીના ઘૂંટડા લેતી એ બેઠી હતી.  એની હેન્ડબેગની બાજુમાં આસમાની રંગના રેશમી સ્કાર્ફ હેઠળ લોહીથી ખરડાયેલી છરી પડી હતી. 

થાંભલા પાછળ સંતાઈને મેં જોયું કે  ટીસ્યુપેપરથી પોતાનું કપાળ એ સતત લૂછ્યા કરતી  હતી. એ ન જાણે એમ બારીની બહાર ઊભેલી એક વ્યક્તિને મેં ઈશારો કર્યો.

* * *

એને પહેલી વાર જોઈ હતી ત્રણેક મહિના પહેલાં એક સવારે ઓબેરોય મોલમાં ગોર્કીની ઉપર પાંચમાં માળે મારી ઓફિસમાં.  મારી નવી નવલકથાનો પહેલો  મુસદ્દો હું તપાસી રહ્યો હતો. હમણાં હમણાં મારા કામમાં હું ધ્યાન પરોવી શકતો નહોતો. એના બે કારણ હતાં. એક તો એવું કે મારાં લગ્નજીવનમાં તિરાડ પડી હતી. બીજું એ કે એક લાવણ્યવતી લલનાએ મારું ચિત્ત હરી લીધું હતું. દરવાજા પર બે ટકોરા થયા એ પછી પેલી ભુવનમોહિની ભામિનીના બદલે મારા દોઢડાહ્યા પ્યુન ડાહ્યાનો ચહેરો દેખાતાં મારાં હ્રદયના ટુકડેટુકડા થઇ ગયા.     

'સાહેબ, પેલી છોકરી પાછી આવી છે.  હું ચૂપચાપ જોઈ રહ્યો એટલે એ બોલ્યો, ‘બે વખત તો મેં એને ભગાડી મૂકી છે.'

મેં કહ્યું‘હજી એક વાર એને રવાના કર અને ડાહ્યા, તું પોતે પણ દેખાતો બંધ થઇ જા!

બાઘાની જેમ મને જોઈ રહી બે ક્ષણ પછી એ બોલ્યો, ‘હવે તો એ મને મારી જ નાખશે!

'તો તો બહુ સરસ!' મેં કહ્યું, ‘પણ એને કહી દે કે તારી ડેડ બોડીનો નિકાલ એણે એકલીએ જ કરવો પડશે.’

'ભલે સાહેબ,’ સહેજ બાજુએ ખસી એણે મોટેથી કહ્યું, 'મેડમ, સાહેબ તમારી રાહુ જુએ છે!'

ક્યારેક મને પ્રશ્ન થાય છે કે અમારા બેમાંથી ડાહ્યું કોણ છે?

'મે આઈ કમ ઇન સર?'  એક નાજુક અને નમણી કન્યાએ દરવાજામાં દેખા દીધી. એના ચહેરા પર નહોતો કોઈ મેકઅપ કે નહોતા કોઈ હાવભાવ. એને જોતાં જ મારા મગજમાં ઘંટડી વાગી પણ શા કારણે એ કંઈ સમજાયું નહીં.  એણે સ્ટ્રેચેબલ જીન્સ અને ઇન કરેલું અડધી બાંયનું ચપોચપ ટી-શર્ટ પહેર્યું હતું. અંદર આવી સામેની ખુરસીમાં એ બેઠી. એ પણ એટલી સહજતાથી કે જાણે એ એની રોજની જગ્યા હોય. એટલું પૂરતું ના હોય એમ ત્રાટક કરતી નજરે મને જોઈ રહી. વિચલિત થયા વિના મેં કહ્યું,  'બોલો, એવું શું કામ છે કે તમે વારંવાર અહીં આવો છો? '

'સર, મેં સાંભળ્યું છે કે તમને એક મદદનીશની જરૂર છે. હું એ નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા આવી છું.એણે એક ફાઈલ મારી સામે મૂકી. 'આ ફાઈલમાં મારી કવિતાઓ અને થોડાક લેખ છે.

ફાઈલ તરફ જોયા વિના મેં પૂછ્યું, 'તમારા શોખ શું છે?'

'મારા શોખ?'  એ થોડી મૂંઝાઈ ગઈ.  વિચાર કરીને એ બોલી,  'મારા શોખના વિષયો છે સંગીત અને સિનેમા.'

તરત મેં પૂછ્યું, 'તમને વાંચવાનો શોખ નથી?'  એના હોઠ ફફડ્યા અને શાંત થઇ ગયા. 'મારું કોઈ પુસ્તક તમે વાંચ્યું છે ખરું?’

ધીમેથી એ બોલી, 'હું ક્રાઈમ થ્રિલર નથી વાંચતી. અમારા ઘરમાં ઘણાં બધાં પુસ્તકો છે. તમારા બધાં જ પુસ્તકો મારી મોમ ફરી ફરી વાંચ્યા કરે છે. હું તો ફક્ત પુસ્તકનું છેલ્લું કવર જ જોતી હોઉં છું.
'તમારો ઘણો ઘણો આભાર!ઊભો થઈ પીઠ ફેરવી હું બારી પાસે જતો રહ્યો. એક સિગારેટ સળગાવી. એટલામાં મેં ખુરસી ખસડાવાનો અવાજ સાંભળ્યો. કદાચ એ જઈ રહી હતી.
 
એ ગઈ એટલે ફરી હું મારી ખુરસીમાં ગોઠવાયો. મેં જોયું કે એની ફાઈલ એ ટેબલ પર જ ભૂલી ગઈ હતી.  ડાહ્યાને બોલાવવા મેં ઘંટડી વગાડી.

'તારી બહેનપણીને પાછી બોલાવ. એની ફાઈલ એ અહીં જ ભૂલી ગઈ છે.

ડાહ્યાને ફાઈલ આપતી વખતે મોટા અક્ષરોમાં હાથે લખાયેલું એનું નામ મેં વાંચ્યું: નિકીતા નિકેતન.
નિકીતા નિકેતન?

મેં ફાઈલ આપી નહીં એટલે ડાહ્યો એમ જ ઊભો રહ્યો. મોટેથી મેં કહ્યું, 'ઊભો છે શું? જા ઝટ, બોલાવી લાવ એને!'

એ બહાર ભાગ્યો. નિકીતા નિકેતન એટલે એ અનિતા નિકેતનની દીકરી તો નહીં હોય?  હુંય કેવો મૂરખો કે છોકરીનું નામ પણ પૂછ્યું નહીં! અનિતાએ તો એની દીકરી વિષે મને વાત પણ કરી છે.  છોકરીને જોતાં જ મારા મગજમાં ઘંટડી વાગી તે આ જ કારણથી હશે?

આખી ફાઈલમાં ક્યાંય એણે એની માનું નામ લખ્યું નહોતું. હાએણે ઘરનું સરનામું લખ્યું હતું પણ અનિતા ક્યાં રહે છે એ હું જાણતો નહોતો.  અનિતાને પૂછવા મેં મોબાઈલ ઊઠાવ્યો પણ એટલામાં છોકરી પાછી આવી એટલે હું અટકી ગયો. 

‘તું અનિતા નિકેતનને ઓળખે છે?’ એ ચૂપચાપ મને જોઈ રહી. મેં પૂછ્યું, ‘તું અનિતાની દીકરી છો?’
એ એમ જ ત્રાટક કરતી નજરે રહી.

સહેજ ઊંચા અવાજે મેં કહ્યું, 'છોકરી, તું કેમ કંઈ જવાબ આપતી નથીતું અનિતાની જ દીકરી  છો ને?’

એ ધીમા પણ મક્કમ સ્વરે બોલી, 'સર, મારી ફાઈલ મને પાછી આપી દો. અનિતાની દીકરી હોવું એ જ અગર જો લાયકાત ગણાતી હોય તો મને એવી નોકરીમાં રસ નથી.'
* * *

અનિતા જ પેલી લાવણ્યમયી લલના છે જેનો ઉલ્લેખ મેં શરૂઆતમાં કર્યો છે. એ મારી વહાલી સખી છે. ચાલીસી વટાવી ગયેલી સ્ત્રીએ પોતાનું શરીરસૌષ્ઠવ કેવી રીતે જાળવી રાખવું એ અનિતા પાસેથી  શીખવું જોઈએ. જાહેરમાં કેવી રીતે રહેવું અને આત્મસન્માનપૂર્વક કઇ રીતે જીવવું એ વાત અનિતા ઘણી જ સારી રીતે જાણે છે.  ગોરેગામમાં ફિલ્મસીટી નજીક એની ફૂલોની દુકાન છે.  એ વિસ્તારમાં મનોરંજનની દુનિયાવાળા રખડ્યા કરતા હોય છે. મેં સાંભળ્યું છે કે જાહેરખબર બનાવતી ઘણી એજન્સીઓ અનિતાને મોડેલિંગની ઓફર સતત આપ્યા જ કરે છે. પણ બધાને એ હસતા મોઢે ના પાડતી આવી છે. અનિતાની જીવનની જરૂરિયાતો સીમિત છે પણ જીવન અંગેની સમજ અસીમિત છે.

હદયરોગના હુમલામાં નિરંજન નિકેતન એટલે કે એનો પતિ મૃત્યુ પામ્યો પછી અનિતા સ્વતંત્ર અને સુખી જીવન જીવી રહી છે.  અકસ્માતે જ એક વાર હું એની ફૂલોની દુકાને જઈ ચઢ્યો. એને એક વાર જોયા પછી એ મારા માટે આરાધ્યદેવી બની ગઈ.    એની દુકાને કંઈકેટલી મુલાકાતો લીધી, કેટલાય પુસ્તકો એને ભેટમાં આપ્યા. એ ઉપરાંત એની જ દુકાનેથી ફૂલો ખરીદીને એને જ અર્પણ કર્યા ત્યાર પછી માંડ માંડ કોફી પીવા ગોર્કીમાં આવવાનું આમંત્રણ એણે  સ્વીકાર્યું. આમ છતાંય લાંબો વખત એ મારા માટે થોડીક રહસ્યમયી બની રહી.  વાંચકોના પ્રેમના લીધે મારી ગણતરી દેશના સર્વાધિક વંચાતા અને વેચાતા દસ લેખકોમાં થાય છે.  મિડીયાએ મને સેલેબ્રેટી બનાવી દીધો છે એટલે હાઈ-ફાઈ પાર્ટીઓમાં  મને આમંત્રણ મળ્યા કરતું હોય છે. એવી પાર્ટીઓમાં અનિતાને જોડે લઇ જવાની મેં ઘણી વાર કોશિશ કરી પણ "ત્યાં મારું શું કામ?"  કહી એ ક્યારેય કોઈ પાર્ટીમાં આવી નથી.
 
અંજુને કારણે થયેલા ઝખ્મો અનિતાના લીધે રુઝાઈ જશે એવું મને લાગ્યું. અનિતાને મેં દોસ્ત બનાવી.  છેક છ મહિના પછી  એક વીક-એન્ડ માટે માથેરાન ખાતેના મારા બંગલે એને લઇ જવામાં હું સફળ રહ્યો. શૈયામાં અનિતા મારી કલ્પના કરતાં પણ વધુ ઉત્તમ અને ઉત્તેજક  સંગિની સાબિત થઇ. બીજી સવારે ચા પીતી વખતે એ બોલી, 'આરઆર, ક્યા શબ્દોમાં કહું કે મને શું થાય છે?  જ્યારે તમે સાથે હો છો ત્યારે એવું લાગે છે જાણે સુંદર ફૂલોના બગીચામાં હું ભૂલી પડી ગઈ છું.

તરત ઘૂંટણિયે પડી મેં કહ્યું, 'અનિતા, તું મારી જોડે લગ્ન કરીશ?  હું વચન આપું છું કે તારા બગીચામાં હું એકએકથી ચડિયાતા ફૂલોના છોડવા ઉછેરીશ!’

મીઠું હસીને એ બોલી, 'મને વિચારવાનો થોડો સમય જોઈશે.' 

અંજુ સાથે ચાલી રહેલા વિખવાદની વાત મારે એને કરવી હતી પણ મેં જોયું કે અનિતા કંઇક ખોવાયેલી હતી. એ શૈશવની સ્મૃતિમાં રમમાણ હતી. કોલેજના વાર્ષિકોત્સવમાં નાટકમાં થયેલા ગોટાળા યાદ કરી એ ખૂબ હસી. અચાનક એ ખૂલી ગઈ હતી. પોતાની સૂની રાતો યાદ કરી એ ગમગીન થઇ ગઈ. સાંજે મુંબઈ પાછા વળતી વેળા હમણાં હમણાં એને સતાવતી એક સમસ્યાનો અછડતો ઉલ્લેખ પણ એણે કર્યો.
એ સમસ્યાનું કારણ હતી એની દીકરી નિકીતા.
* * *

તે દિવસે પેલા નાટ્યાત્મક ઇન્ટરવ્યુ પછી નિકિતા મારી ઓફિસમાંથી તોછડાઈપૂર્વક જતી રહી હતી. અનિતા જોડે મારી વાત થઇ ત્યારે જાણીને એને નવાઈ લાગી કે નિકીતાને મારી જોડે કામ કરવાનો વિચાર આવ્યો. મેં અનિતાને સહકાર આપવા વિનંતી કરી. કોલેજના મેગેઝીનમાં નિકીતાના છપાયેલા એક લેખની ફોટોકોપી અનિતાએ મને આપી. મહિલા સશક્તિકરણ વિશે લખાયેલો એ લેખ વિચારોતેજ્જક હતો. એ લેખ વધુ સારો બની શક્યો હોત. તેમ છતાં એક સાંજે નિકીતાના સંગીતના વર્ગની બહાર ફૂટપાથ પર ઊભા રહી મેં એ લેખના ઘણાં વખાણ કર્યા. મેં કહ્યું કે એની કલમમાંથી એક પ્રતિભાશાળી લેખક ડોકિયાં કરી રહ્યો છે.  છેવટે એણે મારી જોડે ફ્રિલાન્સ કામ કરવાની  તૈયારી બતાવી. મારી નવી નવલકથાનો પહેલો મુસદ્દો એને વાંચવા આપી મેં કહ્યું કે આની સમીક્ષા કર. એ વાંચીને એણે જે કહ્યું તે સાંભળી હું ડઘાઈ ગયો. એ બોલી કે અંતમાં નાયકે એ સુવ્વર(ખલનાયક માટે એણે વાપરેલો શબ્દ)ને પોલીસમાં સોંપવાના બદલે મારી નાખવો જોઈએ.  કેટલી સહેલાઈથી એણે  હિંસાની હિમાયત કરી  હતી!

વિશ્વસિનેમાના મારા સંગ્રહમાંથી કેટલીક ચૂંટેલી ફિલ્મો મેં એને જોવા આપી. એણે જોયેલી ફિલ્મના વિવિધ પાસાં અંગે બીજા દિવસે અમે ચર્ચા કરતા. થોડાક દિવસ પછી એક જાપાની ફિલ્મની ડીવીડી મેં એને આપી જેનો વિષયવસ્તુ  હતો ધિક્કાર. આ ફિલ્મની લંબાણથી ચર્ચા થયા પછી મેં એને પૂછ્યું, 'માણસ માણસને શા માટે ધિક્કારે છે?'

એણે ત્વરિત સ્પષ્ટ જવાબ આપ્યો, 'તમે ધિક્કારો છો કારણ કે તમે પ્રેમ કરો છો.'

મેં એને સીધું જ પૂછ્યું, 'તું શા માટે તારી મોમને ધિક્કારે છે?'

એણે જવાબ આપ્યો, 'હું મારી મોમને ધિક્કારું છું કારણ કે હું એને પ્રેમ કરું છું.'

મેં એને તાકી તાકીને જોયા કર્યું એટલે એ થોડી અસ્વસ્થ થઇ ગઈ. એણે પૂછ્યું, 'આરઆર સર, તમે ખરેખર જાણવા માગો છો કે શા માટે હું મારી મોમને ધિક્કારું છું? તો સાંભળો,  અનિતાના એક ચહેરા પર બીજો ચહેરો છે.

મેં કહ્યું, 'સમજાય એવું બોલ.'

'આપણે એક એવી વ્યક્તિની વાત કરીએ છીએ જે બેવડું વ્યક્તિત્વ ધરાવે છે. આરઆર સર, હું માનું છું કે તમે વધારે નહીં તોય એકાદ વાર તો જરૂર એની સાથે સૂતા હશો. કહો તો, પલંગમાં એ કેવી લાગી?' 
આ સાંભળીને હું ચોંકી ઉઠ્યો. 'નિક્કી, તને ભાન છે કે તું તારી મોમ વિષે વાત કરે છે?'

'કહો તો ખરા, કાતિલાના અંદાજ છે એનો, નહીં?  તમે જાણો છો એને નિતનવા જુવાન છોકરાઓની સંગત કરવાનો શોખ છે?
    
'ચૂપ થઇ જા છોકરી!' ખુરસીમાંથી હું ઊભો થઇ ગયો.

એ પણ ઊભી થઇ ગઈ. 'મને મારી વાત પૂરી કરવા દો.  પ્રેમજાળમાં લપટાવીને અનિતા તમને લગ્નજાળમાં સપડાવવા માગે છે કારણ કે એને હવે જીવનમાં સ્થિર થવું છે. મને ખબર છે કે તમે એને પ્રપોઝ કર્યું છે. તમે જાણતા નથી પણ પુરુષો ઉપરાંત બીજી સમલિંગી સ્ત્રીઓ જોડે સંબંધ રાખવામાં પણ એને મઝા આવે છે. આરઆર સર, કુવામાં કૂદી પડતાં પહેલાં પૂરતો વિચાર કરી લેજો!
* * *



સ્વસ્થ રહેવું મૂશ્કેલ હતું. આગ લાગી હોય તો જ ધુમાડો નીકળે. મેં અનિતાને પૂછ્યું કે એનું શું કહેવું છે. 
  
અનિતા હસી પડી. એક બપોરે ગોર્કીમાં અમે કોલ્ડ કોફીની લિજ્જત લેતાં બેઠાં હતાં. એ એટલે મોટેથી  હસી કે કોફીશોપમાંના બીજા ગ્રાહકોનું ધ્યાન અમારી તરફ ખેંચાયું.  એમની સામે મેં સ્મિત ફરકાવ્યું એટલે બધા પાછા પોતપોતાની દુનિયામાં જતા રહ્યા.

અનિતાએ કહ્યું, 'આરઆર, તમારે તો ખુશ થવું જોઈએ. તમારી શિષ્યાએ એક વાર્તા ઘડી કાઢી છે!'  પછી મારું મોં જોઈ ધીમેથી એ બોલી, 'એવી કોઈ જગ્યા ખરી જ્યાં આપણે એકાંતમાં વાત કરી શકીએ?'
   
ગોર્કીની પાછળની જ ગલીમાં આવેલા ટાવરમાંના મારા ઘરે અમે ગયાં. એ ઘરમાં બધે ફરી વળી. મેં કહ્યું, 'સાવ ગેસ્ટહાઉસ જેવું લાગે છે ને?'   ડ્રોઈંગરૂમમાં વોલયુનિટ પર મૂકેલા અંજુના ફોટા પર હું માનસિક શાંતિ માટે સુખડનો હાર ચડાવી રાખતો. એ જોઇને અનિતાને ગેરસમજ થઇ. એણે મારા ખભે હાથ મૂક્યો.

અંજુ વિષે ક્યારેક નિરાંતે વાત કરીશ એવું વિચારી હું કંઈ બોલ્યો નહીં. વળી અનિતા પોતે કંઇક ગંભીર વાત કરવા માગતી હતી. મેં એનો હાથ પકડી થપથપાવ્યો. મેં કહ્યું, 'તું કંઈ કહેવા માગતી હતી.'
   
એ સોફામાં બેઠી. એની આંખોમાં આંસુ તગતગવા લાગ્યા. એની બાજુમાં બેસી મેં એને બાથમાં લીધી. એ  ધ્રુસકે ધ્રુસકે રડી પડી. એક ગ્લાસ પાણી પીધા પછી એણે વાત માંડી.

નિરંજનના મૃત્યુના એકાદ વર્ષ પછીની એક મેઘલી રાતની આ વાત છે. નિકીતા એની બેબીડોલ હતી. અમે બંને એને ખૂબ જ મિસ કરતા હતા.  હમણાં જેમ હું રડી પડી એમ એ પણ એ વખતે રડી પડી હતી. તમે જેમ મને બાથમાં લીધી એમ જ મેં પણ એને બાથમાં લીધી હતી. આપણે તો એટલેથી જ અટકી ગયા પણ એ દિવસે કંઈક વધારે જ બની ગયું હતું.  હું મારી દીકરીને પલંગમાં લઇ ગઈ. અમને બેઉને હુંફની જરૂર હતી. મેં એને મારા દેહ સાથે ચાંપી રાખી. થોડી વારે એનો હાથ મારા શરીર પર ફરવા લાગ્યો. મને પણ સારું લાગ્યું.  મેં કંઇક તૃપ્તિનો અનુભવ કર્યો હતો.  હું ગાઢ નિંદ્રામા સરી ગઈ હતી.

પણ મને ખબર નહોતી કે એ રાત્રે નિકીતાની ભીતરમાં એક ચિનગારી સળગી ઊઠી હતી.

એ ઓગણીસ વર્ષની થઇ ગઈ હતી. એ મારી તરફ કંઈક જુદી રીતે જ  જોવા લાગી.  એની આંખોમાંથી મારા માટે પ્રેમ બદલે લાલસા ટપકવા લાગી. એ રાતે જે બન્યું એ ફરીથી બને એવું એ ઈચ્છવા લાગી. કુનેહપૂર્વક હું એને ટાળતી રહી.  મારા ધ્યાનમાં આવ્યું કે ઇન્ટરનેટ પર બે સ્ત્રીઓ વચ્ચેના જાતીય સંબંધોની પોર્નફિલ્મો જોવાનું  એને વ્યસન થઇ ગયું હતું.  મેં અમારા ફેમિલી ડોક્ટરને વાત કરી. એમણે મને નિકિતાને સ્પેશ્યાલીસ્ટ પાસે લઇ જવાની સલાહ આપી. નિકિતા સાથે થયેલી વાતચીત  અને એના અમુક ટેસ્ટ લીધા પછી  સ્પેશ્યાલીસ્ટે મને કહ્યું કે તમામ લક્ષણો એવો ઈશારો કરે છે કે તમારી દીકરી લેસ્બિયન હોઈ શકે. એને વધુ કાઉન્સેલિંગ માટે  સકાયટ્રીસ્ટ પાસે લઇ જાઓ અને એલજીબિટીના કાર્યક્રમોમાં સામેલ થવા એને પ્રોત્સાહન આપો.
 
વાત જાણે એમ છે કે કાઉન્સેલિંગ શબ્દ સાંભળતાં જ એની કમાન છટકે છે.  નિકીતા મારા માટે ખૂબ જ પઝેસીવ છે. મારા સિવાય બીજી કોઈ સ્ત્રીનો એ વિચાર પણ કરવા માગતી નથી. એને ડર છે કે હું તમારી જોડે લગ્ન કરીશ તો એની  દુનિયા જ ખતમ થઇ જશે. એટલે જ એ તમારી નજરમાં મારી છબી ખરડવા માંગે છે.
* * *

હવે નિકિતા મને ટાળવા લાગી. મારો ફોન ઉંચકે નહીં, મેસેજીસના જવાબ ના આપે,  ફેસબુક પર હું ચેટ કરવાની શરૂઆત કરું એટલામાં એ લોગઆઉટ કરી જાય. એક સાંજે એના સંગીતના વર્ગની બહાર મેં એને પકડી.  ઓલમોસ્ટ કિડનેપ કરીને હું એને ગોર્કીમાં લઇ ગયો.

‘શું લઈશ?’

એ અદબ વાળીને બેઠી હતી. બોલી, ‘આરઆર સર,  એક લેસ્બિયનમાં તમને શું રસ છે?’

મેં કહ્યું, ‘મને આખેઆખી નિકીતામાં રસ છે!’

એણે નજર ફેરવી લીધી. ‘આમ જો,’ મેં કહ્યું, ‘છોકરી, તારી મોમ વિશે એલફેલ બોલતાં તને શરમ ના આવી?’

‘સો વાતની એક વાત.’ એ બોલી, ‘એ મને છોડીને બીજા કોઈને પણ પરણશે તો હું એને જાનથી મારી નાખીશ!’
 
મેં કહ્યું, ‘નિક્કી, તું તારી ઉંમરની બીજી કોઈ સખી કેમ બનાવતી નથી લેતી?’

એ બોલી, ‘આરઆર સર, બીજી વાર આ વાત કરી છે તો હું સુસાઈડ કરીશ!’
 
મને કંઈ જ સમજાતું નહોતું કે શું કરવું. મેં અનિતાને કહ્યું કે ‘આપણે નિક્કીને થોડો સમય આપીએ.’  હસીને એણે ટોણો માર્યો, ‘ડરી ગયા એક છોકરીથી?’
* * *

બીજું એક અઠવાડિયું અવઢવમાં નીકળી ગયું. એક દિવસ મેં નિકીતાને ઓફિસમાં બોલાવીને કહ્યું, ‘એક વાત કરવી છે પણ તને કેવી રીતે કહું એ સમજાતું નથી.’

‘પહેલાં મારી એક વાત તમે સાંભળી લો આરઆર સર!’ એ બોલી, ‘અનિતાને પરણવાની વાત ભૂલી જજો!’

ધીમેથી મેં કહ્યું, ‘હકીકતમાં મારું મન પણ માનતું નથી અનિતા જોડે પરણવા માટે.’

એ શંકાસભર નયને મને જોઈ રહી. મેં આગળ કહ્યું, ‘પેરેલિસિસથી પીડાતી પત્નીથી ડિવોર્સ તો મને સહેલાઈથી મળી જાય. પણ મારું દિલ માનતું નથી.’

નિકીતાનું મોં ખુલ્લું રહી ગયું. થોડી વારે એ બોલી, ‘તમારી વાઈફ જીવે છે? અનિતાને ખબર છે?’
‘મેં જ કહ્યું એને. પણ એ તો જીદે ચડી છે. કહે છે લગ્ન તો કરવાં જ પડશે નહીં તો કોર્ટમાં જઈશ. ચિટીંગનો કેસ કરીશ!’

‘તો?’ નિકિતા બોલી, ‘એના બ્લેકમેઈલથી ડરી જશો? અપંગ અને બીમાર જીવનસાથીને તરછોડી દેશો?’

‘તું જ કહે, શું કરું હું?’ મેં પૂછ્યું.

એ હસી પડી. 'એ તમારી સમસ્યા છે આરઆર સર!'

અનિતા નામની સમસ્યા મારા એકલાની નથી.' મેં કહ્યું, 'આપણે બંને મળીને એનો ઉકેલ શોધીએ તો કેવું?'

'મારી પાસે તો ઉકેલ છે. અનિતાને-' કહી ગળા પર છરી ફેરવતી હોય એવી રીતે એણે આંગળી ફેરવી. હું ધ્રુજી ઉઠ્યો.

મેં કહ્યું,  'હિંસાથી કોઈ સમસ્યાનો ઉકેલ આવતો નથી. આપણી ધરપકડ થશે, આપણી પર કેસ ચાલશે, આપણને સજા થશે!'

તો પછી, એ બોલી, 'શ્રીમાન બેસ્ટસેલર ક્રાઈમફિક્શન રાઈટર, કોઈક એવો ફૂલપ્રૂફ પ્લાન ઘડી કાઢો કે સાપ પણ મરે અને લાકડી પણ ભાંગે નહીં!'

ઘણા બધા પ્લાન વિચાર્યા પછી એવું નક્કી થયું કે શનિવારની બપોરે મારા ઘરે  એકાંત  ગાળવા અનિતાને મારે રાજી કરવી. એ દિવસે સવારે દસ વાગ્યાથી ગોર્કીમાં એક ટેબલ પર મારે નિકીતાને ડીકટેશન આપ્યા કરવાનું. એક-દોઢ વાગે ઘેર પહોંચી અનિતા જોડે મારે ડ્રીંક લેવાનું. એના ડ્રીંકમાં મારે નશીલી દવા ભેળવવાની. એ હોશ ગુમાવવા માંડે એટલે મારે ગોર્કીમાં પાછા ફરવાનું. હવે નિકીતાએ મારે ઘેર જઈ બેહોશ અનિતાને પેટમાં છરી હુલાવી પતાવી નાખવાની. નિકીતા ગોર્કીમાં પાછી આવે એટલે ઘેર જઈ મારે હત્યાની તમામ નિશાનીઓ મીટાવવાની અને બોડીના નિકાલની વ્યવસ્થા કરવાની. પછી ગોર્કી પર નિકીતાને મળવાનું.  બધી દોડાદોડ ગોર્કીમાં રહી એટલા માટે કરવાની કે પછીથી પૂછપરછ થાય તો અમે તો બેઉ સતત ગોર્કીમાં હતાં એવી એલીબી રહે. દિવસમાં કોઈક ને કોઈક બહાને નિકિતાએ ગોર્કીના સ્ટાફ જોડે વારંવાર ઝગડા કર્યા હશે જેથી ત્યાંના સ્ટાફને અમારી હાજરી ધ્યાનમાં રહેશે. મારા ઘરે આવનજાવન કરતી વખતે સોસાયટીમાં સર્વન્ટ્સ લિફ્ટનો ઉપયોગ કરવાનો કારણ કે તેના સીસીટીવી કેમેરા અઠવાડિયાથી બગડેલા છે.
* * *

ડી-ડેના દિવસે હું નર્વસ હતો પણ ટચવુડ, પ્લાન પ્રમાણે બધું જ ચોકસાઈથી પાર પડ્યું.  જે ઝનૂનથી નિકીતાએ અનિતાના પેટમાં ચાકુના ઉપરાછાપરી ઘા કર્યા હતાં એ જોઈ હું ખૂબ જ ડરી ગયો હતો.
* * *

જેવો હું નજીક પહોંચ્યો કે મને જોઈ નિકીતા રડવા માંડી. 'મારે મોમની હત્યા કરવી જોઈતી નહોતી! મારાથી બહુ મોટી ભૂલ થઇ ગઈ!

મેં એનું મોઢું દબાવી દઈ બારી તરફ આંગળી ચીંધી.  અમને કોઈને જોયા વિના અનિતા અમારી સામેથી પસાર થઇ પાર્કિંગ તરફ ગઈ. એ જોઇને એની આંખો પહોળી થઇ ગઈ. નિકીતા ચિલ્લાઈ, 'મોમ તો જિંદા છે!

મેં ફરીથી એનું મોઢું દબાવી દીધું અને એના કાનમાં બોલ્યો, ‘રિલેક્સ માય ડીયર, આપણે જે કંઈ કર્યું એ તો કેવળ એક રિહર્સલ હતું!’

એ બેસી પડી. દીર્ઘ ક્ષણો સુધી એ મને બાઘાની જેમ જોઈ રહી. મૂંઝાઈને એણે પૂછ્યું, 'તો પછી મેં હત્યા કોની કરી?'
  
એ તો પીઓપીનું બનાવેલું એક પુતળું હતું જેના કપડાં નીચે ટોમેટો સોસના પેકેટ સંતાડેલા હતાં.  તું એટલી ઉશ્કેરાટમાં હતી કે તને કંઈ ખ્યાલ જ ના આવ્યો.’ મેં કહ્યું. બનાવટી હત્યામાં વપરાયેલી છરી મેં કબજે કરી.
 
‘પણ મેં એની ચીસો સાંભળી!’ નિકિતા બોલી.

‘એ ચીસો એક મિમિક્રી આર્ટીસ્ટ પાસે રેકોર્ડ કરાવેલી હતી.’ મેં સમજાવ્યું, ‘એ પૂતળાની અંદર એવી વ્યવસ્થા કરી હતી કે તું ચાકુ મારે એટલે ચીસ સંભળાય.’

ડઘાયેલી સ્થિતિમાંથી બહાર આવતાં જ  નિકિતા ફરી ચિલ્લાઈ, 'ઓએમજી! હત્યા કર્યા પછી મેં મારી જાતને જ ખલાસ કરી નાખી હોત તો?'
 
અશક્ય! આવેશમાં તું કંઈ કરી ના બેસે એ માટે હું સતત તારી પાછળ હતો!  મેં કહ્યું, ‘સાંભળ નિક્કીઆપણું રિહર્સલ એકદમ પરફેક્ટ હતું. અનિતા હજી તો સાવ અંધારામાં જ  છે.  હવે તું કહે, ક્યારે એને પતાવી નાખીએ?  આવતા શનિવારે?’
 
'ડોન્ટ ટોક નોનસેન્સ, પ્લીઝ!થોડી વાર ગુસ્સામાં તાકી રહ્યા પછી એ મને ભેટી પડી. 'થેન્ક ગોડ કે મોમ હજી જિંદા છે!થોડીક વાર શાંત રહ્યા પછી એ બોલી, 'હું સમજી ગઈ સર,  જિંદગીનો બહુ મહત્વનો પાઠ હું આજે શીખી છું. થેન્ક યુ સો મચ.’ છૂટાં પડતાં પહેલાં નિકીતાએ મારા ગાલે એક ચુંબન કર્યું.

ગ્રાન્ડ રિહર્સલ તો આજે મુંબઈમાં થઈ ગયું. હવે રાહ જુઓ નાટકના પહેલા અને આખરી પ્રયોગની જેમાં સ્થળ અને પાત્રો બદલાઈ જશે. સ્થળ હશે અમદાવાદ અને પાત્રો હશે અંજુ અને આરઆર! કાતિલની ભૂમિકામાં હું પોતે! આજે તો અનિતાને તો નિકિતાના હાથે મરતાં મેં બચાવી. પણ અમદાવાદમાં અંજુને મારા હાથે મરતાં કોણ બચાવશે?
* * *

શબ્દસંખ્યા ૨૯૫૦; વાર્તા સાથે મૂકેલી તસ્વીર ઈન્ટરનેટ પરથી સંકલિત (તસવીરકાર: અનામી)