Wednesday 29 August 2012

અનાહત



આભાર વાચક મિત્રો! મારા બ્લોગને સુંદર પ્રતિસાદ આપવા બદલ આભાર!
મારી પહેલી વાર્તા "દ્વિધા"ને ઘણા મિત્રોએ પસંદ કરી છે.
પ્રસ્તુત છે બીજી એક વાર્તા "અનાહત".
માનવસંબંધ કેટલા સંકુલ હોય છે! પ્રસ્તુત છે એવા એક ચોકઠા બહારના  સંબંધની વાત મારી વાર્તા "અનાહત"માં.


અનાહત




બલ્લુભાઈ મૃત્યુ પામ્યા હતા.
એમની ઉત્તરક્રિયા પછી પણ મુલાકાતીઓનો ધસારો ચાલુ હતો. સ્થૂળ દેહ તો રહ્યો નહોતો, રહી હતી યાદો.એક પાડોશીએ કહ્યું, 'સોસાયટીમાં કોઈ પણ ફંક્શન  હોયગણપતિ હોય કે  નવરાત્રી બલ્લુભાઈ  હંમેશા તૈયાર રહેતાહોળીમાં ભાંગ પીવામાં કે રંગોથી રમવામાં પણ  કદી પાછળ રહેતા નહીં!'  એક બપોરે સોસાયટીની કૉલેજ-કન્યાઓનું ગ્રુ મળવા આવ્યું હતુંએક છોકરીએ કહ્યું, 'અમે કંઈ નવું  ફેશનેબલ  પહેર્યું  હોય ત્યારે બીજા કોઈના કરતાં  ાદાજી શું કોમેન્ટ કરશે એની  ઉત્કંઠા  અમને  વધારે રહેતી. એમની કોમેન્ટ કદી પણ ચીપ ના રહેતી. હંમેશા કંઈ નવું  કહેતએક જણેકહ્યું, 'માણસ બહુ જેન્ટલમેન્ટ!'  બહાર નીકળીને દાદરો ઉતરતી વખતે    માણસ કોઈકને કહેતો  હતો, 'ડોસો એક નંબરનો વાસુ હતોબૈરું જોયું નથી કે વાંહે પડ્યો  નથી.' પછી આસપાસ જોઇને  અવાજ ધીમો કરી બોલ્યો, 'ખબર છે, દીકરી જેવી વહુ જોડે પણ ચાલુ થઇ ગયો હતો!'
સ્ત્રીઓ પ્રત્યેના વલણ માટે બલ્લુભાઈની ખ્યાતિ જગજાહેર હતી. એકનો એક પુત્ર કેતન પણ     વિષે   અજાણ નહોતોસમજાવા માંડ્યું પછી પિતાની સ્ત્રીમિત્રોમાં વયરૂપ અને  ગુણનું  વૈવિધ્ય જોઈ    આશ્ચર્યચકિત થઈ ગયો હતો બદનામ યાદીમાં પોતાની પત્નીનું નામ  જોડાઈ ગયું ત્યારે  એને નવાઈ તો નહોતી લાગી પણ અસ્વસ્થ જરૂર થઇ ગયો હતો.
અનાહતના જન્મ  પછી પહેલી વાર જ્યારે એણે કોઈકના મોઢે સાંભળ્યું કે "છોકરો બિલકુલ એના દાદા  પર ગયો છે!" ત્યારે તો   પ્રતિક્રિયા  એને નિર્દોષ લાગી હતી. પણ જેમ જેમ ટીપ્પણી વારંવાર  કાને  પડવા લાગી તેમ તેમ એનું મન ડામાડોળ થવા માંડ્યું. એના મનમાં શંકા નામની ડાકણ આંટાફેરા કરવા લાગી હતી. કોઈ જોતું  હોય ત્યારે અનાહતના  ચહેરામાં પોતાનો  ચહેરો શોધ્યા કરતો. ક્યારેક હતાશ થઇ જતો. ક્યારેક એને થતું કે સુસ્મિતાને સીધેસીધું પૂછી લેવું જોઈએ. સંબંધોમાં સંવાદ ના હોય ત્યારે  જીવન વિસંવાદી  બની  જાય  છે    સત્ય કેતન જાણતો હતો. તેમ છતાં પોતાની જાતને ઉદારમતવાદી  પતિ  ગણાવતો કેતન પત્ની જોડે સંવાદ સાધી શક્યો નહી.  "આજે તો કોઈ પણ હિસાબે ફેંસલો કરી નાખું!"  એવું વિચારી  જે  દિવસે  ઑફિસથી  ઘેર પહોંચ્યો હતો   દિવસે  બલ્લુભાઈને  પહેલો અટેક આવ્યો હતો.  કેતનના મનમાં ઉધઈ લાગી ગઈ હતી.  ઝડપથી વજન ગુમાવવા માંડ્યો હતો.
۩
પિતાના મૃત્યુના અઢી-ત્રણ મહિના પછી  કેતન છૂટાછેડા માટેના  નિષ્ણાત  વકીલ  નવજીવન રાયચૂરાને એમની ઑફિસમાં મળ્યો હતો. રાયચૂરા  જવાબદાર  વકીલ  હતા.  પહેલી મુલાકાતમાં  "કેતનભાઈ,તમે શાંતિથી ફેરવિચાર કરી જુઓ. પત્ની જોડે ખુલાસાવાર  વાતચીત કરી જુઓ. ના  ફાવતું હોય તો મેંરેજ  કાઉન્સીલરને મળો.  હું એપોઇન્ટમેન્ટ  લઇ  આપું. મહિના પછી આપણે  ફરી  મળીશું."    એવું  કહી  એને પાછો કાઢ્યો હતો.  માત્ર અઠવાડીયામાં  કેતન  પાછો  એમની પાસે ગયો  ત્યારે  રાયચૂરાએ કહ્યું કે, 'હજીય કહું છું કે તમે પત્ની જોડે વાત  કરો.    પરસ્પર સમજૂતીથી તમે છૂટા  પડી  શકો છો.  તમારી પત્ની ના  માને તો  આપણે ડીએનએ ટેસ્ટ કરાવી શકીએ. રીપોર્ટ આવે એટલે સીધો છૂટાછેડાનો કેસ દાખલ કરી શકીએ!'
વકીલ જોડેની બીજી મુલાકાત પછીના  શનિવારની સાંજે લિવિંગરૂમમાં કેતન વ્હીસ્કીની ચૂસકી લેતો બેઠો હતો. નાનો અનાહત બિલ્ડીંગ બ્લોકસથી ઘર બનાવવાની રમત રમી રહ્યો હતોસુસ્મિતા મિલ્સ એન્ડ બૂન શ્રેણીની  લેટેસ્ટ  નવલકથા  વાંચવામાં  મશગૂલ  હતી. . ટીવી પર કાર્ટુન ચેનલ ચાલુ હતી જે કોઈ જોતું નહોતું.
'મિતા, બહુ ઇન્ટરેસ્ટીંગ છે સ્ટોરી?' એણે પૂછ્યું.
'યેસબટ ઈટ કેન વેઇટ.' સુસ્મિતાને ગંધ આવી ગઈ હતી કે કેતનના મનમાં કંઇક રંધાઈ રહ્યું છે. છેલ્લાં કેટલાક દિવસોથી કેતન બદલાઈ રહ્યો હતો એનાથી  અજાણ  નહોતી. કેતનની ઊંઘ ઓછી થઇ ગઈ હતી, એનો ખોરાક ઘટી ગયો હતો. હકીકતમાં સુસ્મિતા પોતે ઘરના બદલાઈ રહેલા હવામાનથી ચિંતિત હતી. પણ  પહેલ કોણે કરવી અને ક્યાંથી કરવી  મૂંઝવણ  બંનેને  નડતી  હતી.
ઊઠીને કેતનની  પડખે બેઠી.
થોડી ક્ષણો એમ વહી ગઈ. કેતન ચૂપચાપ ડ્રીંક લઈ  રહ્યો હતો. સુસ્મિતા  બોલી, ‘બોલકેતન!'
કેતન હજીય  દ્વિધામાં હતો. પૂછવું કે ના પૂછવું? છેવટે ધીમેથી બોલ્યો,  'મિતા, આપણે બે-ચાર દિવસ માટે ક્યાંક ફરવા બહાર જઈએ?’
'ગ્રેટ આઈડીયા!' સુસ્મિતા ઉછળી પડી. 'ક્યાં જઈશું?'
'તું કહે!'
સુસ્મિતા વિચારમાં પડી. ક્યાં જવું? મહોરું પહેરી રાખીને પરદેશમાં કે મહોરું ઉતારીને  સ્વદેશમાં? ક્યાંક જઈને પણ અનાવૃત્ત થવાનું હોય તો અહીં પોતીકા  ઘરમાં શા માટે નહીં?
એને ચૂપ જોઈ કેતને પૂછ્યું, 'મિતા, બહુ દૂરનો વિચાર કરે છે?'
ફિક્કું હસીને બોલી, ' કેતન, મારે તને કંઇક કહેવાનું છે.'
થોડી ક્ષણો એમ વહી ગઈકેતન ચૂપચાપ વ્હીસ્કીની ચૂસકી લેતો બેઠો હતો. રીમોટથી ટીવી  બંધ કરી સુસ્મિતા  બોલી, 'કેતન, એક સ્મોલ ડ્રીંક મારા માટે પણ બનાવને!
સુસ્મિતા ક્યારેક પીતી. કેતનને થયું કે આજે કદાચ વ્હીસ્કીની વ્હીસ્કી અને સોડાનો સોડા થઇ જશે. એણે પત્ની માટે ડ્રીંક બનાવ્યું. 'ચીયર્સ!' એણે કહ્યું. 'ફોર ઓલ ઑફ અસ!' કહી સુસ્મિતાએ જામ ઽકરાવ્યો અને પીણાની ચૂસકી  લીધી.
કેતનનો  હાથ  હાથમાં લઈ બોલી, 'એક વાત કહેવી છે. કેટલાક દિવસથી કહું કહું થાય છે પણ કઈ રીતે કહું વિષે મૂંઝાતી હતી. કેતનતારા મનમાં પણ કંઇક છે પણ તું  કંઇ કહેતો નથી. જોઉં છું કે તું અંદર ને અંદર ઘૂંટાય છે. આપણા બેમાંથી કોઈકે તો  શરૂઆત કરવી   પડશે. એટલે હવે  આવડે  રીતે  કહી   નાખું  છું. નહીં કહું તો મારો અંતરાત્મા  ડંખ્યા કરશે.' કેતનના ચહેરા  પરના ભાવ  સહેજ  પણ  બદલાયા નહીં. સુસ્મિતા આગળ બોલી, 'વાત સાંભળ્યા પછી મારા વિશેનો   તારો  અભિપ્રાય  કદાચ બદલાઈ   જાયમારી પર તને ગુસ્સો પણ આવશે. મને કોઈ  સજા  કરવાનું  પણ  તને કદાચ  મન થાય.   બધું મને કબૂલ છે. પણ એક વચન આપ. મારો  તિરસ્કાર કરીશ નહીં. મારા પ્રત્યે  ઘૃણા  કરીશ નહીં.'   
 તેનો હાથ પસવારી કેતન બોલ્યો, 'તું કોઈ બોમ્બ ફોડવાની લાગે છે. એક મિનીટ, હું બીજો પેગ બનાવી લઉં.'  પોતાના માટે બીજું ડ્રીંક બનાવીને બોલ્યો, 'મિતા, આપ્યું વચન. બોલ હવે.'
'હું અને ડેડીજી...અમે મિત્રો હતા.'  
'ખબર છે.' કેતને કહ્યું.'આગળ બોલ.'
'એમ નહીં, અમે વિશેષ મિત્રો હતા.'
 'હા,મને ખબર છે.' કેતને ઉતાવળે કહ્યું, 'છેલ્લી ક્ષણે એમણે શું કહ્યું હતું? હા, સખી! મિતા, સખી એટલે શું?' 
હા, સુસ્મિતાને યાદ છે દિવસે ડેડીજી શું બોલ્યા હતા.

... એના મનમાં પાપ હોત તો કંઈ કહેત ખરી

۩
બલ્લુભાઈને  હાર્ટ-અટેક આવ્યો હતોકોકીલાબેન હૉસ્પિટલમાં તાત્કાલિક સારવાર મળી હતીતમામ સાવચેતી લેવા છતાંય ત્રણ મહિનામાં એમને બીજો  અટેક  આવ્યો  હતો.  "હવે બચવાના  ચાન્સ  ઘણા   ઓછા છે."  ડૉકટરે સ્પષ્ટ જણાવી દીધું હતુંએમ છતાં પણ  સિત્તેર  વર્ષની  વયના  બલ્લુભાઈ   હંમેશની  જેમ  પ્રસન્ન હતા.  હૈયેથી  જુવાન  બલ્લુભાઈ  એમની  સારવારમાં  રહેલી  કેરાલી  નર્સને  પટાવવા  જાતજાતના   પેંતરાઓ કર્યા  કરતા હતા.
 છેલ્લા પાંચ-સાત દિવસથી એમણે ખોરાક સાવ મૂકી  દીધો હતો. ' સારી નિશાની નથી.' ડૉક્ટરે કહ્યું  હતું.   
દિવસે ડીલક્સ રૂમમાં સ્મશાન-શાંતિ છવાઈ હતી. પુત્ર, પુત્રવધુ અને પૌત્ર ત્રણે સૂનમૂન ઉભાં હતા. બલ્લુભાઈએ ઈશારાથી  સુસ્મિતાને નજીક બોલાવીપુત્રવધુના માથે હાથ  મૂકીને  ધીમા પણ ખણખણતા  સ્વરે    બોલ્યા, 'જીવનમાં સદાય સુખી રહો.’
શ્વસુરની ચરણરજ લેવા સુસ્મિતા ઊઠીએને રોકી બલ્લુભાઈએ કહ્યું, 'મારા કુટુંબમાં  પુત્રવધુરૂપે   પ્રવેશ  કરી તમે મને ઉપકૃત કર્યો છેએક વહુ તરીકે  તમામ ફરજો  તમે  અત્યંત શ્રેષ્ઠ  પ્રકારે  બજાવી છેપુત્રવધુ હોવા છતાં તમે મારાં એક વિશેષ સખી બની રહ્યા  માટે તમારો ખૂબ ખૂબ  આભારઈશ્વર  તમારું  રક્ષણ  કરે અને  જીવનમાં સુખ-સમૃદ્ધિ  આપે.'
સુસ્મિતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.
પૌત્ર અનાહતને ઉદ્દેશી બલ્લુભાઈ બોલ્યા, 'બેટાદાદા ક્યાં જતા નથી.' પુત્ર કેતનને નજીક બોલાવી બોલ્યા, 'મારા  મૃત્યુનો  શોક  કરશો નહીં. હું ભરપૂર જિંદગી જીવ્યો છું.’
સુસ્મિતાના સંયમની પાળ તૂટી ગઈ.  બોલી ઊઠી, 'ડેડીજીઆઈ વિલ મિસ યુ!'
બલ્લુભાઈએ સુસ્મિતાનો  હાથ પોતાના  હાથમાં  લીધોએમના ચહેરા પર  એક સ્મિત  આવ્યું  અને  અંકાઈ ગયું. એમનું  પ્રાણપંખેરું  ઉડી ગયું છે એનું ભાન થતાં સહુ આઘાતથી અવાચક થઈ ગયા. સુસ્મિતા  એમની છાતીએ મસ્તક મૂકી  હૈયાફાટ રુદન  કરવા  લાગીઅનાહત અને કેતન  બંનેની  આંખો વહેવા લાગી
  ۩
'કેતન, ડેડીજી મારા  સખા હતા, મારા બોયફ્રેન્ડ હતા!’ સુસ્મિતાએ કહ્યું.
વાતાવરણમાં સોપો પડી ગયો. કેતન પીણાનો એક મોટો ઘૂંટડો ગળી જઈ બોલ્યો, 'મિતા હું કંઈ  સમજ્યો  નહીં!'
'સમજાવું, એક મિનીટ.’  બોલી, 'અનાહતટાઇમ ટુ સ્લીપનાવ પ્લીઝ વાઈન્ડ અપસવારે  સ્પોર્ટ્સમાં જવાનું  છેને?'    થોડી આનાકાની  પછી અનાહત માની ગયોમા-દીકરાએ  રમતનો   સંકેલો  કર્યો.
સુસ્મિતા બાળકને એના રૂમમાં સૂવડાવીને તરત પાછી આવી. 'કેતન, યાદ છે અનાહતની પહેલાં, પ્રથમના  અકાળ  અવસાન  પછીના  દિવસો
۩
આપણા પ્રેમલગ્ન એક દુર્ઘટના હતી. તારાથી  છૂટા પડી જવાનું  નક્કી હતુંત્યાં ખબર પડી કે  મારા પેટમાં બાળક ઉછરી રહ્યું છેહું થોભી ગઈ. આપણા લગ્નજીવનને એક તક આપવાનું મેં નક્કી કર્યુંપણ કમનસીબે  બેબી મરેલું    અવતર્યું!  
યાદ છે એક દિવસ, મેં કહ્યું હતું, 'કેતન, આજે ઑફિસ ના જાબહુ એકલું લાગે છે!'  કેટલું  કરગરી   હતીપણ મને હડધૂત કરીને  તું જતો રહ્યો હતો! 'બંધ કર  રોદણાંઆવું  પોચટપણું મને નહીં પરવડે! ખબર છેઆજકાલમાં પ્રમોશન થવાનું છે! આવા વખતે  તારી  સોડમાં  બેસી  રહેવાનું  મને નહીં પાલવે!' મારી  એક પણ વાત સાંભળ્યા વિના મને હડસેલીને  તુ ચાલી ગયો હતો!
અવાક થઈ ગઈ હતી હુંખૂબ ઝગડો કરવો હતો પણ કોની સાથે કરું? તું તો જતો રહ્યો હતો! બેડરૂમના પલંગમાં ઊંધા મોંએ પડી હું અંદરને અંદર ડૂસકાં ગળી જવા લાગીએવામાં  કોઈનો સ્પર્શ  થયો  મારા  ખભે.
'શું થયું વહુબેટાકેમ રડો છો આમ?' ડેડીજી હતા, મારા પડખે બેસી એમણે કહ્યું, 'કાં તો ચૂપ થઇ જાવ   ને  કાં રડી લ્યો! આમ રડવાનું દબાવી રાખવું શરીર માટે સારું નથી!'
ને મારા સંયમની પાળ તૂટી ગઈએમના ખોળે માથું મૂકી હું રડવા લાગીચોધાર આંસુએ હું  રડતી  રહી  અને મારા બરડે એમનો હાથ ફરતો રહ્યો!
 કોણ જાણે કેટલું રડી. જાણે નદી પરનો બંધ તૂટી ગયો હતોરડતાં રડતાં મને  ડેડીજીના  ખોળે  ઊંઘ આવી ગઈ!  કોને  ખબર  કેટલું સૂતી?  જ્યારે જાગી ત્યારે જોયું તો મારું માથું  સસરાજીના ખોળે
શરમની મારી અધમૂઈ થઈ ગઈઉઠી ગઈ એકદમ તરત અસ્તવ્યસ્ત  થઈ ગયેલાં  વસ્ત્રો  ઠીક  કરતા મેં કહ્યું,'સોરી ડેડીજી!'   
'મોં ધોઈ નાખો વહુબેટા, હું કૉફી બનાવું છું!' એટલું કહ તો કિચનમાં જતા રહ્યા! હું મૂરખી હા-ના  પણ  કરી શકી નહી!  
હાથ-મોં ધોઈ હું સ્વસ્થ થઈ ત્યાં તો કૉફીની ટ્રે સાથે ડેડીજી આવી ગયાચૂપચાપ એક કપ  ઉપાડી  મેં  કૉફીનો  ઘૂંટડો લીધો.
'કેમ લાગે છે?'
'સરસ બની છે કૉફી!' મેં કહ્યું.
' નથી પૂછતો,' એમણે કહ્યું, 'કેવું લાગે છે રડ્યા  પછી સારું  લાગે  છેને ક્યારેક  રડી લેવુંરડવામાં કશું  ખોટું નથી.'
'ડેડીજી નહી પૂછોશા માટે રડતી હતી?'
'ના, હું નહી પૂછું.'  બોલ્યા, 'પણ તારે કહેવું હોય તો તું ચોક્કસ મને કહી શકે છે.'
શું વાત કરું  ડેડીજીને? હકીકતમાં હું એમને બરાબર ઓળખતી  પણ નહોતીકદી સાથે રહ્યાં   નહોતા! પરણીને પાંચ વર્ષથી  સ્વતંત્ર  રહી હતી!  તો મમ્મીજી અવસાન પામ્યા    પછી  ડેડીજી  આપણી જોડે રહેવા  આવ્યા હતા. માંડ બે-ત્રણ મહિના થયા હતા  એમને  આપણે ત્યાં.  
સામસામે થઈ જતાં ત્યારે ડેડીજી સ્મિત કરતા. પણ હું કદી જવાબ આપતી નહીએમના   સ્મિતમાં  કેવો જાદુ  હતોપણ મારી આસપાસ બનાવી લીધેલા કોચલાની  બહાર  હું કદી  નીકળી  નહીં. ત્રણ મહિના તો એમ  નીકળી ગયાસમયે સમયે એમને ચા-નાસ્તોભોજન  આપી દેતી. જાણે  ઘરમાં  કોઈ પેઈન્ગ ગેસ્ટ  ના રહેતો   હોય!
કેતન, દિવસે તું મારી અવહેલના કરી ચાલ્યો ગયો. પાર વિનાનું દુખ થયું હતું મને.કોઈનો ખભો જોઈતો હતો રડવા માટે.
શું કરું? રડી લઉં એમના ખભે માથું મૂકીને
કોફીનો ઘૂંટ લઈ મેં કહ્યું, 'ડેડીજીતમારો દીકરો મને પ્રેમ કરતો નથી.'  
ડેડીજી ડઘાઈ ગયાથોડી વારે બોલ્યા, 'વહુ, એક ગંભીર આક્ષેપ છેકહોસાચી વાત શું છે?'
મારા સંયમની પાળ તૂટી ગઈ. મેં ડેડીજીને પેટછૂટી બધી  વાત કરી.  
'ડેડીજી, કેતન જોડે પ્રેમલગ્ન કર્યા પણ હવે પ્રેમની બાદબાકી થઈ ગઈ છેકોઈ હિસાબે  અમારું  જામતું  નથી. કેતનને  છોડી  જતી    રહેવાની હતી ત્યાં જાણવા  મળ્યું કે અમારા  પ્રેમના અંકુર મારા પેટમાં  ફૂટ્યા  છે.  અંકુરના સહારે જીવી  જવાનું  સ્વપ્ન  હું જોવા લાગી.   મેં એનું નામ પણ નક્કી કરી લીધું હતું , "પ્રથમ."
'પણ ડેડીજી. વિધિના લેખ કંઈ ઓર  હતા!   ક્સુવાવડમાં પ્રથમ  મૃત્યુ પામ્યો. સાવ એકલી  પડી  ગઈ છુંકેતનને મારી કોઈ દરકાર  નથીસાવ નિરાધારબની ગઈ છું હુંહવે બસડેડીજી, અહીયા નહી  રહું!.'
 'ક્યાં જઈશ?' ડેડીજીએ પૂછ્યું.
'ગમે ત્યાંભણેલી છુંકોઈ પણ કામ મળી રહેશેમુંબઈ શહેરમા કામનો તોટો નથી. કોઈક  વર્કિંગ  વુમન  હૉસ્ટેલમાં  અથવા   પેઈંગ  ગેસ્ટ  તરીકે રહીશ. પણ  કેતન જોડે નહીં રહું!' મેં  કહ્યું.
'તું એવું કશું નહીં કરે.' ડેડીજી બોલ્યા હતા. 'કેતનને થોડો ટાઈમ આપ. એની કારકિર્દી માટે અત્યંત મહત્ત્વનો સમયગાળો  ચાલે  છે. તું ધારે છે એવો કઠોર નથી.  જરૂર  સમજશેથોડીક  ધીરજ રાખબધું સમુસૂતરું થઈ રહેશે.'
રૂમમાંથી બહાર જતી વખતે એમણે કહ્યું હતું, 'વહુસાંજે  વાગ્યે તૈયાર રહેજો. આપણે જોડે  ઇવનિંગ  વૉક  માટે જઈશું.'
ત્યારે તો મેં 'ભલે.' કહ્યું પણ સાંજે મેં ના પાડી દીધી. કોઈ જુએ તો શું કહેમેં કહ્યું, 'મારાથી નહીં  અવાયરસોઈ બાકી છે અને કેતન ગમે ત્યારે આવી જશે!'  જો કે તું કદીયે રાતના આઠ કે નવ સિવાય આવતો નહીં.
એમણે બીજી સવારનો મોર્નિંગ  વૉક માટેનો વાયદો લીધોસવારે પણ મેં ના પાડી દીધી હતી.   ભીતિબહાનું કાઢ્યું, 'કેતન માટે ટીફીન બનાવવાનું બાકી છે!' 
કેતન, દિવસે તું  ઑફિસ ગયો  પછી ડેડીજીએ હૉલમાંથી સાદ કર્યો હતો. 'વહુબેટાચા  મળશે?'  ચા બનાવીને   હૉલમાં લઈ ગઈ તો સાહેબ કેરમ બોર્ડ પર કુકરીઓ ગોઠવીને બેઠા હતા. બંને તરફથી પોતે રમતા હતા.
' શું ડેડીજી? આમ તે કંઈ રમાતું હશે?' મેં પૂછ્યું.
'શું થાય વહુબેટા? કોઈ ભેરુ ના હોય તો આમ  એકલા એકલા રમવું પડે!' એવું કહી એમણે  રમત  ચાલુ રાખી.
'ના બને.' મેં અટકાવ્યા હતા એમને. 'ચા પીઓ ત્યાં સુધીમાં કુકરીઓ હું ગોઠવીશ!' હું એમની  જોડે કેરમ  રમવા માંડી. રમત  રમતમાં  અમારા  બંને  વચ્ચેનો  વયભેદ  ઓગળી  ગયો સંબંધોની હદ વિસ્તાર પામીઅમે હમદર્દહમરાઝ બની ગયા!
એક વાર અમે પત્તા  રમતા હતામેં પૂછ્યું,'ડેડીજીમમ્મીજીની કંઈ વાત કરોને!'
એટલું કહ્યું ત્યાં તો જાણે પટારો ખૂલી ગયોકેટલું બધું કહેવાનું હતું એમની પાસે!
કેતન, મેં તો પ્રથમ નામનો ફક્ત  ધારી લીધેલો એક સહારો ગુમાવ્યો હતો પણ ડેડીજીએ તો  એમનો  ચાલીસ  વર્ષનો  જીવનસાથી  ગુમાવ્યો હતોજીવનની તડકીછાંયડી  જેમની જોડે ભોગવી  હતી એવો  હમસફર ગુમાવ્યો હતોએમનું દુઃખ મારા દુઃખથી  કેટલું મોટું  હતું!
પછી તો રોજ સાંજે હું એમની જોડે ઇવનિંગ વૉક પર જવા માંડી. એમના ભાઈબંધોને  એમણે મારી  ઓળખાણ શું કરાવી જાણે છે? " છે સુસ્મિતા, મારી ગર્લફ્રેન્ડ!" પછી મને કહે, 'જો, જો,   બધા  ડોસલાઓના  મોઢા જો!' 
બપોર પછી અમે અવારનવાર નીકળી પડતા. ક્યારેક પુસ્તકમેળામાં તો ક્યારેક ફ્લાવરશોમાંનવી ફિલ્મ  લાગે  એટલે  મલ્ટીપ્લેક્સમાં ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવાનો અમારો નિયમ  થઈ ગયો હતો
કેતન, બધું વિચિત્ર લાગે છે નહીં?
ડેડીજીની  દોસ્તીના કારણે  મને નવજીવન મળ્યું. હું શ્વાસ લેતા શીખીજિંદગી જીવતા શીખી. મને સમજાયું  કે શા માટે હું તારી સાથે સુખી નહોતી. મારી અપેક્ષાઓ  વધારે પડતી હતી.
ડેડીજી જોડે હું બે ડગલા ચાલી અને મારી અંદરની સ્ત્રી જાગીએમણે મને ભાન કરાવ્યું કે હું એક  સ્ત્રી છું અને  પણ  સુંદર. ડેડીજીના સહવાસના કારણે હું પ્રેમ કરતાં શીખી.
કેટલીક વાર દરિયાકિનારે અમે એકબીજાનો હાથ પકડીને કલાકો સુધી બેસી રહેતા. એમના પડખે બેસી સૂર્યાસ્ત જોયા કરવાનું કેટલું રોમાંચક હતું!
કેતન, આમાં મઝાની વાત શું છે જાણે છે? ડેડીજી પ્રત્યેના મારા પ્રેમના કારણે હું તારાથી દૂર નથી  થઇ.  ઉલટાની તારી નજીક  આવી છું.
એમ ક્યારેક મારી જાણ બહાર મારા દેહમાં નવું બીજ રોપાયુંમેં એને વિકસવા દીધું.  કેતન, તું પૂછતો હતો ને  બાળકનું નામ અનાહત  શા માટે?   'અનાહત' નો એક અર્થ  છે: “નહિ મારેલું; જેને મારવામાં આવ્યું હોય એવું.” મેં એને જીવાડયુહેતપૂર્વક અને હેતુપૂર્વક મોટું કર્યું. અનાહત કેવળ એક બાળક નથી. અનાહત છે ચોકઠા અંદરના અને બહારના બેફામ પ્રેમનું પ્રતિક.
કેતન, તેં  પૂછ્યું કે મારા ને ડેડીજીના શું સંબંધ હતા. મારા ને ડેડીજીના  સંબંધોની  વ્યાખ્યા કરવી મુશ્કેલ છે.  શબ્દોમાં ના વર્ણવી શકાય વો અદભૂત સંબંધ હતો અમારો મારા  વ્હાલા વડીલ હતાકેતન, કૃષ્ણ અને  દ્રૌપદી  વચ્ચે જે સખ્ય હતું એથી કંઇક વિશેષ અમારી વચ્ચે હતું.
સુસ્મિતાએ વાત પૂરી કરીપીણાનો મોટો ઘૂંટ લઇ એણે ામ ખાલી કર્યો.
એક ઊંડો શ્વાસ લઇ કેતને પૂછ્યું, 'મિતા, તું આખી વાતને રિગ્રેટ કરે છે?'
એક ક્ષણ થોભીને સુસ્મિતા બોલી , 'ના કેતન, ‘ડેડીજી મારા જીવનની એક ઘટના હતા. અવિસ્મરણીય ઘટના.'
કોફીન પરનો આખરી ખીલો. એક ઊંડો નિઃશ્વાસ મૂકી કેતન ઉભો થયો.
સુસ્મિતાએ ઉમેર્યું, ‘કહેવાનું બધું મેં કહી દીધું છેહવે શું કરવુ  તારે નક્કી કરવાનું છે.
બાલ્કનીમાં જઈ એણે વોલેટમાંથી વકીલ રાયચૂરાનું કાર્ડ બહાર કાઢ્યું. વકીલસાહેબ, ડીએનએ  ટેસ્ટની પણ જરૂર નથી. વ્યભિચારનું કબૂલાતનામું  મળી ગયું છે!એણે મનમાં  વાક્ય  ગોઠવ્યું.
શું કેવળ એક સ્ત્રીના વ્યભિચારનું કબૂલાતનામું હતું
શું પિતૃત્વના એક મુદ્દા પર મિતાને જાકારો આપશેનાનકડા નિર્દોષ અનાહતના   કપાળે  "અવૈધ સંતાન"નું લેબલ લગાવી દેશે?
સુસ્મિતાએ કોઈ  પડદો  રાખ્યા  વિના  સત્ય  કહ્યું હતું.     સત્યનો સ્વીકાર  કરવો  કે  ત્રણ ત્રણ જિંદગીને   અંધકારની ગર્તામાં ડૂબાડી દેવી?
પોતે એક પણ પ્રશ્ન પૂછ્યો નહોતો  અને છતાં સુસ્મિતાએ પોતાની જાતે  દિલની કિતાબ  ખોલી  દીધી  હતી.  એના મનમાં પાપ હોત તો કંઈ કહેત ખરી?
એક તરફ સુસ્મિતા કહે છે કે યોગ્ય લાગે સજા કર. બીજી તરફ કહે છે કે એને કોઈ પસ્તાવો નથી. શું સામાજિક મૂલ્યો અને વ્યક્તિગત મૂલ્યો જુદાં જુદાં હોઈ શકે?
સ્વતંત્રતા અને સ્વછંદતા  વચ્ચે ભેદરેખા ક્યા દોરવી અને કોણે દોરવી? અને બધી વ્યાખ્યાઓ કરનાર હું કોણસ્ત્રીનો પતિ એટલે એનો માલિક કે જીવનસાથી?
વકીલને ફોન કરવાનું મુલતવી રાખી ઘરમાં પાછો ફર્યો. લિવિંગ રૂમમાં સુસ્મિતા નહોતી.  બેડરૂમમાં  બેગમાં એના અને અનાહતના વસ્ત્રો ભરતી હતી.
'ક્યાં જઈશ હમણા?' એણે પૂછ્યું.
' શહેરમાં હોટલોની કમી નથી!' સુસ્મિતા બોલી.
કેતને વોર્ડરોબમાંથી પોતાના પણ  થોડાંક વસ્ત્રો કાઢ્યા. ' પણ લઇ લે!'
સુસ્મિતા  આશ્ચર્યથી   જોઈ  રહી.
'જોડે હું પણ આવું છું.' કેતને કહ્યું. 'કાલથી આપણે નવું ઘર જોવા માંડીએ!


      ۩    ۩    ۩ 




3 comments:

Raju Patel said...

સરસ વારતા....બોલ્ડ વિષય.અભિનંદન.

Kishore Patel said...

આભાર, રાજુ!

Unknown said...

હ્રદયસ્પર્શી વાર્તા.