Monday 20 August 2012

દ્વિધા

દ્વિધા
એક
કરણ એક પ્લેસમેન્ટ બ્યુરોમાં કામ કરતો હતો. સવારથી દસ જણના ઇન્ટરવ્યુ એણે લીધા હતાબપોરના બે વાગવા આવ્યા હતા. એને ભૂખ લાગી હતી. પણ કામ કર્યાનો સંતોષ થયો નહોતો. એકાદ ઉમેદવાર હજી જોઈ લઉં. એણે ઘંટડી વગાડી. 'નેક્સ્ટ!'
દરવાજો ખૂલ્યો અને એક નાજુક નમણી નાર પ્રવેશી. 'મેં આઈ કમ ઈન?' એણે પૂછ્યું. મનમોહક મુખાકૃતિ અને સાડીના લહેરાતા પાલવ પાછળ  
પાતળી સુંદર દેહયષ્ટિ.
'પ્લીઝ કમ ઈન!' એણે કહ્યું. 'બેસો.' સામેની ખુરસીમાં બેઠી.
'રૂપલ બીજલ ડોડીયા.' સામે પડેલી ફાઈલમાં એણે એનું નામ વાંચ્યું.એના કપાળની નસો ખેંચાયેલી હતી.  
'રિલેક્સ.’  કરણે કહ્યું. 'ટેન્શન લેવાની જરૂર નથી.'
રૂપલના ચહેરા પર હળવું સ્મિત પ્રગટ્યુંકરણના હૈયામાં તાર રણઝણી ઊઠ્યા
કરણની અણગમતી પત્ની એને છૂટાછેડા આપતી નહોતી અને ગર્લફ્રેન્ડ રોજ નવી 
નવી શરતો    મૂકતી  હતીએણે સામે બેઠેલી યુવતી સામે સ્મિત વેર્યું.
'મારે માટે નોકરી કરવી બહુ જરૂરી છે.' રૂપલ  બોલી, 'મારા પતિ બેકાર છે અને-‘
‘એક મિનીટ.' એણે એને અટકાવી. એના પ્રમાણપત્રો પર નજર નાખી. ગ્રેજ્યુએટ હતી. પણ કોઈ કામનો એને અનુભવ નહોતો.
સુંદર હતીએની સામે જોઈ  રહેવું  ગમે  એવી  હતી. સંયમ કરણ, સંયમતારે  એનો  નોકરી માટે ઇન્ટરવ્યુ લેવાનો છે!  એણે પૂછ્યું, 'તમે શું કામ કરી શકશો?'
'તમે કહેશો તે.’ નીચું જોઇને એ ધીમેથી બોલી.
આને હું શું આપું, નોકરી કે હાથ? કરણને દ્વિધા થઇ. એણે પૂછ્યું,  'કોમ્પ્યુટરમાં  ડેટા  એન્ટ્રી  કરી શકશો?’ 'હા.' બોલી. કરણે ટેબલ પર પડેલું હાથે  બનાવેલું  એક  સ્ટેટમેન્ટ  એને  આપ્યું. 'આને  એક્સેલમાં  બનાવી આપો.' 
થોડી વારમાં એણે ઉઠીને જોયું તો   ફાંફા મારતી હતી. કોમ્પ્યુટરમાં  એક્સેલ  ક્યાં ખૂલે  છે  એની  એને  ખબર નહોતી. 'સોરી' એણે કહ્યું, 'તમને તો કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન પણ નથી!’ રૂપલ ઉભી થઇ ગઈકરણનું મન  ડગમગ્યું પણ મક્કમતાથી એણે કહ્યું, ‘મારી પાસે તમારે લાયક કોઈ કામ નથી.'
સુંદરીની આંખમાંથી આંસુ પડવા લાગ્યા. 'મારા પતિનો અકસ્માત થયો છે. નોકરી મને  નહીં  મળે તો અમારે સહુએ ઝેર ખાવું પડશે.' રડતાં રડતાં બોલી.
 એક ક્ષણ માટે તો એને થયું કે પાસે જઈ ખભો પસવારી એને સાંત્વના આપે. જગ્યાએથી હાલ્યા વિના એણે એની તરફ ટીસ્યુ પેપરનું બોક્સ સરકાવ્યું.
પણ પછી જે બન્યું તે અણધાર્યું અને અકલ્પનીય હતું. ઉઠીને એની તદ્દન નજીક ઉભી રહી. એની સાડીનો છેડો નીચે પડી ગયો. હોઠ મરડીને તીક્ષ્ણ  નજરે એની આંખોમાં આંખ નાખી ધીમેથી બોલી, 'સાહેબ, મને નોકરી અપાવોને, પ્લીઝ!’
 ડઘાઈ ગયો. આંખો મીંચી દઈ બોલ્યો, 'મેડમ, તમારી જગ્યાએ પાછા જાવ, પ્લીઝ!'
અનુકંપાથી એનું હૃદય ભરાઈ આવ્યું.
એણે કહ્યું.'ખરેખર તમારે લાયક મારી પાસે કોઈ નોકરી નથી. પણ હું તમને વચન આપું છું કે જલ્દીથી તમારા માટે કોઈ નોકરી હું જરૂરથી શોધી કાઢીશ.’ ટેબલના  ખાનામાં હતા એટલા રૂપિયા એણે એને આપી દીધા!  'હમણાં તો આનાથી કામ ચલાવો.'
'થેન્કયુ વેરી મચ.' બોલી, 'સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર.' એણે વસ્ત્રો ઠીક કર્યાં. રૂપિયા પર્સમાં સાચવીને મૂકી દીધા. ટીસ્યુ પેપરથી ચહેરો બરાબર સાફ કર્યો. 'સાહેબ, મને ફોન કરશોને? હું જાઉં?'
એણે હાથો વડે ફક્ત ઈશારો કર્યો. જતી રહી.
બે
લંચ સમયે કરણે ચપરાસીને રૂપલ વિષે વાત કરીપેલો બોલ્યો, 'સાહેબતુમ્હી યા લાઈનીત  નવીન આહાત!' કરણના ટીફીનમાં રોટલી બચી ગઈ.
'સર, મારાથી નોકરી નહી થાય.' કરણે સાહેબની કેબીનમાં જઈ કહ્યું. ‘સવારથી ચાર એવા ઉમેદવારોને નોકરીના વચન આપ્યા છે જે કોઈ નોકરીને લાયક નથી.’ હમણાં છેલ્લે આવેલી રૂપલ વિષે એણે વાત કરી. ‘એ બાઈ ઘણી લાચાર હતી. નોકરી માટે કોઈ પણ હદે જવા તૈયાર હતી!’
શેઠ ધ્યાનથી સાંભળી રહ્યા.
કરણે આગળ કહ્યું, 'કોઈ નોકરીને એ લાયક નહોતી એમ છતાં કેવળ સહાનુભૂતિવશ મેં એને નોકરીનું વચન આપ્યું એટલું નહી, ઑફિસના અઢી હજાર રૂપિયા મેં એને આપી દીધા!’ આગળ બોલ્યો, 'મેં મારી ફરજ તો બરાબર બજાવી નથી  ઉપરથી ઑફિસનું નુકસાન પણ કર્યું છે! મને રજા આપી દો અને આજના અઢી હજાર મારા હિસાબમાંથી કાપી લો!’
શેઠ બોલ્યા, 'કરણ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ! તું છોકરીની મજબૂરીનો ગેરલાભ લઈ શક્યો હોત! પણ તે એવું કઇ ના કર્યું. કારણ કે તું સાચો માણસ છે. કરણ, તું મારી પરીક્ષામાં પાસ થયો છેઆપણો  પ્લેસમેન્ટ બ્યુરો જરૂરિયાતમંદોને નોકરી મેળવી આપવા કટિબદ્ધ છે. તેં  જેને જેને વચન આપ્યા છે   બધાને  આપણી  સંસ્થા  નોકરી  જરૂર  શોધી  આપશે!’
શેઠના ઉદગારોથી કરણનું હૈયું ગદગદ થઇ ગયું બહાર નીકળતો હતો ત્યાં શેઠ બોલ્યા,    'આ રૂપલની જરા ફાઈલ અંદર મોકલાવજો!'
બહાર આવી કરણે માથું ખંજવાળ્યું. એણે રૂપલની ફાઈલ ચપરાસીના હાથમાં મૂકીપે
લાના મો પર સ્મિત આવ્યું. એ બોલ્યો, 'શેઠ યા લાઈનીત નવીન નાહી!’
દુનિયાની ચિંતા કરવામાં ઘરનું  ધ્યાન ના રહ્યું....[તસ્વીર સૌજન્ય : એરિક જહોન્સન]
ત્રણ
સાંજે પશ્ચિમના એક પરામાં એક પબમાં ડાન્સફ્લોર પર થોડાક છોકરાંઓ સંગીતની ધૂન પર નાચી રહ્યા હતાચારે તરફ મોજ-મસ્તીનું વાતાવરણ છવાયેલું હતું. એક ખૂણે એક ટેબલ પર જીન્સ-ટીશર્ટમાં સજ્જ કાનન નામની એક સુંદર કન્યા એકલી ઉદાસ બેઠી હતીએની સામે બીયરથી છલોછલ ભરેલો ગ્લાસ પડ્યો હતો. એની  લાંબી કોમળ આંગળીઓ વચ્ચે સિગારેટ સળગતી હતી. તો એનું ધ્યાન ડાન્સ ફ્લોર પર વાગતી સંગીતની ઝડપી ધૂન પર હતું કે સામે પડેલા બીયરના ગ્લાસમાં. તો બસ સિગારેટમાંથી ધુમ્રવલયો છોડ્યે જતી હતી.
'હાય બેબી!' એક યુવાન આવ્યો અને સામેની ખુરસીમાં બેઠો. 'કેમ આટલી ઉદાસ છે?'
કાનનના મન:ચક્ષુ સમક્ષ સવારે મળેલા સંસ્કારી યુવકનો  ચહેરો  તરવરી  ઉઠ્યો.  એણે  બીયરનો  મોટો ઘૂંટડો ભર્યો. 'વિકીઆઈ હેવ સ્ટોપ એન્જોઇન્ગ ધીસ જોબ!'
'કેમ? ઓછા મળ્યા પૈસા આજે?'
કાનને રૂપિયા કાઢીને યુવાનની સામે મૂક્યા.યુવાને રૂપિયા ગણ્યા. 'અઢી હજાર! નોટ બેડ!’ વિકીએ એમાંથી પાંચસોની એક નોટ એને પાછી આપી.
'નથી જોઈતા રૂપિયા મને!' કાનને કહ્યું.
'કેમ, ઓછા પડે છે?' વિકીએ કહ્યું, 'સાલી નખરાળીનાટક શું કામ કરે છે?'
'વિકી, તું  રૂપિયા મારી મહેનતના નથી! એ મને ચેરીટીમાં મળ્યા છે. આઈ હેટ ચેરીટી!'
'ઈડીયટ! તારો પ્રોબ્લેમ શું છે? તેં કામ તો કર્યુંને? એક્ટિંગ તો કરી ને?’ વિકીએ પૂછ્યું.
'હા, બસ બહુ થઈ બનાવટ.' કાનને બનાવટી પ્રમાણપત્રોની ફાઈલ વિકીની સામે મૂકી દીધી. 'રોજેરોજ નવા નવા નામે નવા નવા નાટક કરવાના? ઇન્ટરવ્યુના બહાને દેહપ્રદર્શન કરી કોઈ નિર્દોષને બ્લેકમેઈલ કરવાનું? આજે છેતરપીંડી, કાલે ચોરી? અને રૂપિયા કમાઈને કરવાનું શું? આમ મોજ-મસ્તીમાં ઉડાવવાના! બસ થયું જૂઠાણું! હવે બંધ કરું છું હું આ કામ!' કાનન ઊભી થઈ ગઈ.
'હરામજાદી!' ટેબલ પરથી રૂપિયા ઉપાડી લઇ વિકી બોલ્યો, 'તું શું મને બેવકૂફ સમજે છે?' હાથમાંનો મોબાઈલ બતાવી બોલ્યો, 'આમાં તારા ફોટાઓ અને વિડીઓ ક્લિપ્સ સંઘરી રાખ્યા છે   એનો હું શું ઉપયોગ કરી શકું છું  તું જાણે છે? સાલી રાંડ!'
 કાનન ધ્રુજી ઉઠી.
ચાર
મહાવીરપ્રસાદે બેચેનીથી ઘડિયાળમાં જોયું. રાતના દસ વાગી ગયા હતાહજી દીકરીનો  પત્તો નહોતોએમની મૂંઝવણનો  પાર નહોતોક્યાં ભૂલ થઇ ગઈ હતી? દુનિયાની ચિંતા કરવામાં ઘરનું  ધ્યાન ના રહ્યું?  
અંદરના ખંડમાં શારદાબહેન રામાયણનું પઠન કરતા હતા. દરવાજે ઉભા રહી બોલ્યા,  'ગુડ્ડી હજી આવી નથી!' ખલેલ પડવા છતાં  વિચલિત થયા વિના શારદાબહેન બોલ્યા, 'તમે  લાડ  કરીને એને  બગાડી  છે.'
શું લાડકી દીકરી સાથે કડક હાથે કામ લેવાનો સમય પાકી ગયો છે?
પાંચ
નાઈટડ્યુટીમાં પેટ્રોલિંગ કરતો હવાલદાર સંતોષ કદમ ભારે દબાણ હેઠળ હતોછેલ્લા એક મહિનામાં બીજી વાર એના સીનીયરે આખા સ્ટાફનો ક્લાસ લીધો હતો. ‘આપણા લત્તામાં  ગુનાઓનો આંકડો  વધતો   જાય છેતમે લોકો કરો છો શું?  એકે એકની બદલી કરાવી દઈશ!’
વરલી-બાંદરા સી લીંક પર એક  યુવાન  છોકરીને શંકાસ્પદ  હાલતમાં રખડતી  એણે જોઈ.  બાઈક  પર પીછો કરી એણે  છોકરીને આંતરી.
'થાંબ  પોરી!'  એણે પૂછપરછ શરુ કરી. કહાં રહેતી હો? ઇતની રાત કો યહાં ક્યાં કર રહી હોછોકરી લોચા વાળવા માંડી. હવાલદારે હલ્લો ચઢાવ્યો, ‘ઈરાદા ક્યા હૈ? '
છોકરી ભાંગી પડી. ઉમંગ-ઉલ્લાસથી સભર  જુવાનડીનું
 હૈયું આખી સાંજ ભારે વલોવાયુ હતુંએની  આંખમાંથી  ટપટપ  આંસુ  વહેવા લાગ્યાં
હવાલદાર દ્વિધામાં મૂકાઈ ગયો. સાહેબની શાબાશી લઉં  કે છોકરીની જિંદગીને એક તક આપું
થોડી વારે એણે પૂછ્યું, 'એક્ઝામમેં  ફેઈલ? લવમેં બ્રેક અપમાં-બાપને કુછ બોલા?' જવાબમાં યુવતી મોટેથી રડવા માંડી. હવાલદારે કહ્યું, 'સપના  ટૂટ ગયા તો રોતે નહીમૈંને ભી સપના દેખા થા આઈએએસ ઑફિસર બનને કાનહીં બના તો ક્યા જિંદગી ખતમ હો ગઈચલો, ઘર  જાવમાં-બાપકો સોરી બોલો ઔર નઈ જિંદગી શુરુ કરો!'  
છોકરીને ટેક્સીમાં બેસાડી એણે ડ્રાઈવરને તાકીદ કરી હતી, 'ઉસકે ઘર પર હી છોડના!'
રાત્રે સાડા અગિયાર વાગ્યે ટેક્સીમાંથી ઉતરતા પહેલા એ છોકરીએ નક્કી કર્યું હતું કે ઘરમાં જઈ સીધું જ મમ્મીના ખોળામાં માથું મૂકી દેવું. દિવાનખંડમા ડેડીને બેચેન સ્થિતિમાં બેઠેલા જોઈ એના પેટમાં  ફાળ પડી હતી. 'હજી જાગો છો, ડેડી?' એણે પૂછ્યું.
ડેડીના ખોળે બેસી જઈ વ્હાલથી એ બોલી, 'ડેડી, તમને ઉજાગરો સહન  થતો નથીનેચાલોસૂવા જાઓ જોઉં?'
દ્વિધા અનુભવતા શેઠ મહાવીરપ્રસાદ છેવટે બોલ્યા, 'ગુડ્ડી, રૂપલ બીજલ ડોડીયા કોણ છે?’

###
 
(Total words: 1323. Written: 13 January 2012)* આકાશ વાણી મુંબઈ રેડિયો પ્રસા
રણ:  29  March 2012

10 comments:

Raju Patel said...

ભલે પધાર્યા ---બ્લોગવિશ્વમાં......:)

Kishore Patel said...

આભાર રાજુ!

Anonymous said...

કિશોર ભાઈ, ખૂબ જ સરસ વાર્તા. આપની ઘણી વાર્તાઓ વાંચી છે. આપના વાર્તાસંગ્રહ "ડિવોર્સ@લવ.કોમ"ની વાતાઓ પણ ખૂબ ગમેલી. બ્લોગ શરુ કરવા માટે અભિનંદન. હવે આપની વાર્તાઓ નિયમિત વાંચવા મળશે એમ ધારું છું.-આપનો એક ચાહક.

Nilesh Rupapara said...

Welcome to the blog world. The first post is really impressive. A very good story kishore bhai.

Kishore Patel said...

ભાઈશ્રી અનામી વાચક,
આભાર. તમે મારી વાર્તાઓના ચાહક છો એ જાણી આનંદ થયો. ભલે તમે અનામી તરીકે તમારો અભિપ્રાય આપ્યો, સંદેશાના અંતમાં નામ અને શહેર લખ્યા હોત તો વધુ આનંદ થાત.

Kishore Patel said...

Nilesh,
Thanks.I am taking this as a huge compliments since you have been always transparent in your views about my writings.Now wait for some more interesting stories.

Pinaki said...

One of your best stories dad ! Good Luck for many more to come.

ashvin desai said...

bhai kishor patel

hu i. t. ni duniyaamaa navodit hovaane kaarane khub j umalako
hovaa chhataa gujaraatimaa anhi
taaip kari shakyo nathi , tethi
reply upar klik karine maaro
pratibhaav aapine tamaari mail
bijaa navodit sarjakone forward
karu chhu . dili shubhhechhchhaao
saathe , tamaaro j ashvin desai
samanvay 15 service rd blbn australia

Anonymous said...

read ur stories today. interesting. Manish

Kishore Patel said...

Thank you Manishbhai.