Saturday, 28 October 2023

કક્કાવારી ૨૦૨૨ ભાગ ૩


 

કક્કાવારી ૨૦૨૨ ભાગ ૩

વર્ષ ૨૦૨૨ ની ટૂંકી વાર્તાઓની લેખકના નામાનુસાર યાદી (ભાગ ૩)

આ ભાગમાં લેખકોનાં ફ, બ, ભ, મ,ય, અને ર થી શરુ થતાં નામોની યાદી સમાવી છે.

વિગતનું ફોર્મેટ: /લેખકનું નામ/ વાર્તાનું શીર્ષક/ સામયિક/અંક/વાર્તાનો વિષય એમ રહેશે.

સંક્ષિપ્ત રૂપોની સમજણ:  ..= નવનીત સમર્પણ, ..= શબ્દસૃષ્ટિ, અ.આ. = અખંડ આનંદ, બુ.પ્ર.=બુધ્ધિપ્રકાશ.

ભૂલચૂક લેવી દેવી.

###

ફિરોઝ હસ્તાણી: આખરી નિર્ણય (મમતા, ફેબ્રુઆરી ૨૦૨૨): બોધકથા. (કુલ વાર્તા) 

સ્ત્રી લેખકો: -, પુરુષ લેખકો: ,  વાર્તા: કુલ: લેખક , વાર્તા

બકુલ ડેકાટે: દયા યાચિકા (મમતા, એપ્રિલ ૨૦૨૨): બળાત્કારના ગુના માટે પોર્નોગ્રાફીને જવાબદાર ઠરાવી સજા માંગતો તરુણ. (કુલ વાર્તા)

બાબુ પટેલ: ઊજળાં ખોરડાં (મમતા, માર્ચ ૨૦૨૨): લોકકથા(કુલ વાર્તા)

બાદલ પંચાલ: . અનુમાન (..મે ૨૦૨૨): અધૂરી પ્રેમકથા . હું કંઇક ભૂલું છું. (વારેવા, એપ્રિલ ૨૦૨૨): કંઇક ભૂલી ગયાનું વળગણ ધરાવતા આદમીની વાત, માણસ જીવવાનું ભૂલી ગયો છે! . મથામણ (.. જુલાઈ ૨૦૨૨): રૂટિન જીવનથી કંટાળેલો નાયક જંગલમાં જાય. અહીં દિવસે અને રાત્રે બે જુદાં જુદાં જગતમાં જીવે. . ઈશ્વર ક્યાંય નથી (એતદ, માર્ચ ૨૦૨૨): દર્શનની વાત. . રાતે (..નવેમ્બર ૨૦૨૨): કરુણાંત પ્રેમકથા.  (કુલ વાર્તાઓ)

બિપીન પટેલ: . સમરસ (..નવેમ્બર ૨૦૨૨): નાયકનો ઓફિસમાં છેલ્લો દિવસ. . શાખ (બુ.પ્ર. નવેમ્બર ૨૦૨૨): મહેનત કર્યા વિના કેવળ શાખ પર જીવવા ઈચ્છતા લોકો પર વ્યંગ.  (કુલ વાર્તાઓ)

બ્રિજ પાઠક: રાત આખી (પરબ, સપ્ટેમ્બર ૨૦૨૨): સ્વજન હોસ્પિટલમાં. (કુલ વાર્તા) 

બ્રિજેશ પંચાલ: . ધંધો (શબ્દસર, જાન્યુઆરી ૨૦૨૨): આખું ગામ વેશ્યાવ્યવસાયમાં પ્રવૃત્ત છે. . હજુ નથી સમજાયું... બધું શું થઈ રહ્યું છે! (પરબ, જૂન ૨૦૨૨): છૂટાછેડા નીકળેલું દંપતી જેને છૂટા પડવું નથી. (કુલ વાર્તાઓ)

સ્ત્રી લેખકો: -, પુરુષ લેખકો: ,  વાર્તાઓ: ૧૨  કુલ: લેખકો:, કુલ વાર્તાઓ: ૧૨

ભગીરથ ચાવડા: જાંગીના (પરબ, ઓક્ટોબર ૨૦૨૨): પત્નીના પ્રેમીનું ખૂન કરી ઢોલ વગાડી ઝનૂન ઉતારતો નાયક. (કુલ વાર્તા)  

ભરત જોશીપાર્થ મહાબાહુ”: અવર ગામ (શ.સૃ., માર્ચ ૨૦૨૨): ગામમાં બે કોમ વચ્ચે તણાવગ્રસ્ત વાતાવરણ. (કુલ વાર્તા)

ભરત મારુ: . છૂટકારો (વારેવા, ફેબ્રુઆરી ૨૦૨૨): કોરોના મહામારી, બે પાત્રોની પરસ્પર વિરોધી જીજીવિષા. . સમાધાન (એતદ, સપ્ટેમ્બર ૨૦૨૨): જાત સાથે અથવા નાના ભાઈ જોડે સમાધાન. (કુલ વાર્તાઓ)

ભરતસિંહ એચ. બારડ: માણકી (શ.સૃ., ઓક્ટોબર ૨૦૨૨ અને પરબ, નવેમ્બર ૨૦૨૨): ઘરેલુ હિંસાથી ત્રસ્ત નાયિકા પૂર્વપ્રેમી જોડે પલાયન થઈને મુક્તિનો શ્વાસ લે.  (કુલ વાર્તા)

ભાનુભાઈ અધ્વર્યુ: પગરખાં (પરબ, સપ્ટેમ્બર ૨૦૨૨): રહિતો પ્રત્યે અનુકંપા અને એક સ્વમાની શ્રમિક. (કુલ વાર્તા) 

સ્ત્રી લેખકો: -, પુરુષ લેખકો: ,  વાર્તાઓ:   કુલ: લેખકો: ; વાર્તાઓ:

મધુ રાય: નોલો કોન્તેન્દોરે (..નવેમ્બર ૨૦૨૨): અમેરિકાની અદાલતમાં છેતરપીંડી કરતાં લોકોની વાત. (કુલ વાર્તા)  

મનહર ઓઝા: વાનપ્રસ્થનો છેડો (.. જાન્યુ ૨૦૨૨): વરિષ્ઠ નાગરિકની સમસ્યા (કુલ વાર્તા)

મનોજ સોલંકી: . આજ જાને કી જિદ ના કરો (એતદ, ડિસેમ્બર ૨૦૨૧): દાંપત્યજીવનમાં પડી જતું અંતર. . શોર્ટ ફિલ્મ (મમતા, એપ્રિલ ૨૦૨૨): માસિક ચક્ર વિષે પુરુષ મિત્રને અણગમો. (કુલ વાર્તાઓ)

માવજી મહેશ્વરી: માણસ નામે દરિયો (એતદ, સપ્ટેમ્બર ૨૦૨૨): સરકારી યોજનાના કારણે વિસ્થાપિત થતાં મૂળ નિવાસીઓની સમસ્યા. (કુલ વાર્તા)    

મીરા જોશી: મોંસૂંઝણું (પરબ, જાન્યુ ૨૦૨૨) અને (મમતા, ફેબ્રુઆરી ૨૦૨૨): નાયિકાના એક સ્તનને કેન્સરના કારણે દૂર કરાયું છે. (કુલ વાર્તા)

મેધા ત્રિવેદી: પક્ષાઘાત (..ઓગસ્ટ ૨૦૨૨): પક્ષાઘાતથી પીડિત નાયિકા સામેવાળીની દિનચર્યા નિહાળી હકારાત્મકતા કેળવે છે. (કુલ વાર્તા )

મેહુલ પ્રજાપતિ: અપૈયો (શ.સૃ., ઓક્ટોબર ૨૦૨૨): ગામડામાં જમીનની હદ બાબતે એક ખેડૂત નમતું આપે. (કુલ વાર્તા)  

મોના જોશી: . આક્રોશ (..ફેબ્રુઆરી ૨૦૨૨): ગામડામાં વહુ પર સાસુનો જુલમ. . સ્લેટપેન (.. એપ્રિલ ૨૦૨૨): બોધકથા.  . બૂમ (.. જુલાઈ ૨૦૨૨):  બોધકથા. નિવૃત્ત શિક્ષક ગુંડા બની ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીને બોધ આપે. . ઇનામ (..સપ્ટેમ્બર ૨૦૨૨): વેરઝેરની શૃંખલા અટકાવવા નાયિકા પતિને પોલીસમાં પકડાવી દે છે. . રોંગ નંબર (..ઓક્ટોબર ૨૦૨૨): રોંગ નંબર પર પરિચિત સ્ત્રી મળી જાય જેની માફી માંગવાની બાકી હોય. . સુખની વ્યાખ્યા (.. નવે-ડિસે ૨૦૨૨): સાચું સુખ ધનદૌલતમાં નહીં પણ એકબીજાની લાગણીઓ સાચવવામાં છે.  . પૂરણપોળી (..ડિસેમ્બર ૨૦૨૨): જીવનમાં આનંદપ્રમોદ પણ કરવો જોઈએ એવો બોધ આપતી કથા. (કુલ વાર્તાઓ)

મોના લિયા વિકમશી: પાંચ દિવસો (પરબ, ઓગસ્ટ ૨૦૨૨): સ્ત્રીઓના માસિક ઋતુચક્રની વાત. (કુલ વાર્તા)   

ડો. એમ.પી.નાણાવટી: . આરોહી (નવચેતન જુલાઈ ૨૦૨૨): નાયિકા દહેજભૂખ્યા ઉમેદવારને નકારીહીરોને પરણવાનું નક્કી કરે.  . મૈત્રી (નવચેતન, ડિસેમ્બર ૨૦૨૨):  ઉપકાર પર અપકાર કરતી પરસ્ત્રીને દૂર કરીને નાયકે પોતાના સંસારની સુરક્ષા કરી. (કુલ વાર્તાઓ)    

સ્ત્રી લેખકો: , વાર્તાઓ: ૧૦; પુરુષ લેખકો: , વાર્તાઓ:   કુલ લેખકો: ૧૦, કુલ વાર્તાઓ: ૧૮

યશવન્ત મહેતા: સવલીને ગાંઠિયા બહુ ભાવે છે (.. નવે-ડિસે ૨૦૨૨): પ્રેમિકાની જુદાઈ અને અપમૃત્યુની માનસિક અસર. (કુલ વાર્તા)

યોગેશ પંડયા: હિસ્સો (.સૃ. ઓગસ્ટ ૨૦૨૨): વ્યર્થતાની લાગણી. (કુલ વાર્તા)  

સ્ત્રી લેખકો: -, પુરુષ લેખકો: ,  વાર્તાઓ:   કુલ લેખકો: , કુલ વાર્તાઓ:

રજનીકુમાર પંડયા: મજામાં... (.. નવે-ડિસે ૨૦૨૨): આજે પણ સમાજમાં સ્ત્રી ઘરેલુ હિંસાનો શિકાર બને છે. (કુલ વાર્તા)

રણછોડ પરમાર: કમભાગી (પરબ, જુલાઈ ૨૦૨૨): સંતાનપ્રાપ્તિની ઝંખના  (કુલ વાર્તા)

રણછોડભાઈ પોંકિયા: દીકરી તો પંખીની જાત (શ.સૃ. જુલાઈ ૨૦૨૨): અનાથ ભાણેજને મોટી કરી પરણાવીને વિદાય કરી. ઘર ખાલી ખાલી થઈ ગયું. (કુલ વાર્તા)

રમણ માધવ: વેણુનો નાદ (મમતા, માર્ચ ૨૦૨૨): લોકકથા(કુલ વાર્તા)

રમેશચંદ્ર લક્ષ્મીબેન ઠાકરવિદ્રોહી’: પાર્ટનર (વારેવા, માર્ચ ૨૦૨૨): પ્રયોગાત્મક, બંને મુખ્ય પાત્રોના મન માટે અલગ પાત્ર, પાર્ટનર. (કુલ વાર્તા)

રવજીભાઈ કાચા: અભિષેક (નવચેતન, ઓક્ટોબરનવેમ્બર ૨૦૨૨): ગરમ મિજાજની તોછડી નાયિકાને ઘરનાં તેમ સાસરિયાં સંભાળી લે છે. (કુલ વાર્તા)  

રવીન્દ્ર અંધારિયા: બદલો (શ.સૃ. એપ્રિલ ૨૦૨૨): સ્વરક્ષણ માટે વૃક્ષો એવું રસાયણ વિકસાવે કે હુમલાખોરની દ્રષ્ટિ છીનવાઈ જાય! (કુલ વાર્તા)

રવીન્દ્ર પારેખ: . તથાસ્તુ (મમતા, જાન્યુ ૨૦૨૨): ફેન્ટેસી, ચંદુને ભગવાન હાજરાહજૂર છે. (રિપીટ, મમતા, ઓક્ટોબર ૨૦૧૯ માં પ્રકાશિત) . સામે (..ઓક્ટોબર ૨૦૨૨): એકલી હોય ત્યારે નાયિકાને પોતાનું પ્રતિબિંબ દેખાતું નથી. . પડ (એતદ, સપ્ટેમ્બર ૨૦૨૨): ફેન્ટેસી,  ફૂટે નહીં એવા પરપોટા બનાવતી ભૂંગળી (કુલ વાર્તાઓ) 

રાઘવજી માધડ: . શૂરવીરની શહાદત (મમતા, માર્ચ ૨૦૨૨): લોકકથા . હરિનો મારગ (કુમાર, એપ્રિલ ૨૦૨૨): શિક્ષિત વહુનું આણું કરવા નાયક પશુઓ વેચીને શહેર ગયો. . બાઈ માણા (..જૂન ૨૦૨૨): સરપંચપદે સ્ત્રી હોય તો પણ કારભાર એનો પતિ કરે! નાયિકાનો વિદ્રોહ. . ઊપજ (.. નવે-ડિસે ૨૦૨૨): માતાપિતા અને દીકરી બંને એકબીજાની ઈજ્જત સાચવી લે છે. (કુલ વાર્તાઓ)

રાજુ પટેલ: ભોજયેષુ રંભા (વારેવા-૧૨): પેરાગ્લાઈડીંગ કરતી એક યુવતી અકસ્માતપણે સમાંતર દુનિયામાં ચાલી જાય જ્યાં ભોજન ખાનગી અને રતિક્રીડા જાહેરમાં સહજ ગણાય છે! (કુલ વાર્તા)

રાજુલ કૌશિક: નિર્લજ્જ (મમતા, એપ્રિલ ૨૦૨૨): ભિન્ન જાતીય ઓળખની વાત. (કુલ વાર્તા) 

રાજુલ ભાનુશાલી: ખિસ્સાગમન (વારેવા-૧૨): વોલેટ મળે છે, માલિક નથી મળતો, માલિક મળે છે, વોલેટ ગાયબ! (કુલ વાર્તા)  

રાજેશ ચૌહાણ: રાહ (મમતા, ફેબ્રુઆરી ૨૦૨૨): બોધકથા. (કુલ વાર્તા)

રાધિકા પટેલ: વિરલની વહુ (..મે ૨૦૨૨): પુત્રપ્રેમની વાત.    (કુલ વાર્તા)

રામ જાસપુરા (સોલંકી): . પાંજરાપોળ (.. ડિસેમ્બર ૨૦૨૨): ઘરડા બળદની પુત્રવત સેવા કરનારા પિતાને એના દીકરાએ વૃધ્ધાશ્રમમાં મૂક્યા.  . જોડા (પરબ, જૂન ૨૦૨૨): વડીલોના વાંકે...ફારગતી લખવા બેઠેલી ન્યાત ફેરવી તોળે છે. (કુલ વાર્તાઓ)

રામચરણ હર્ષાણા: ભાર (નવચેતન, ઓગસ્ટ ૨૦૨૨): કોરોના મહામારીની પાર્શ્વભૂમિમાં હાંસિયામાં રહેતા આદમીની વાત. (કુલ વાર્તાઓ)

રેના સુથાર: . બસ છૂટવું છે! (મમતા, જાન્યુ ૨૦૨૨): સ્વ જોડે સંવાદ. . સોનેરી ઝાંયવાળી માછલી (મમતા, એપ્રિલ ૨૦૨૨): માતાપિતા સતત ઝઘડે છે, નાયિકા કેફી દ્રવ્યોની બંધાણી.  . ખબર નહીં, પણ કેમ? (મમતા ઓગસ્ટ ૨૦૨૨): ઓફિસમાં નવી સ્ત્રીકર્મચારી આવતાં નાયકના જીવનમાં ખળભળાટ. (કુલ વાર્તાઓ)

રેણુકા દવે: . વિપર્યય (અ. આ. , સપ્ટેમ્બર ૨૦૨૨): દેખાય છે તેવું હોતું નથી એટલે દુનિયા છેતરાય છે. . રીયુનિયન (નવચેતન, ઓક્ટોબરનવેમ્બર ૨૦૨૨): મિથ્યાભિમાનના કારણે હાથમાં આવેલી તકને ખોઈ બેસતી નાયિકાની વાત. (કુલ વાર્તાઓ)   

સ્ત્રી લેખકો: , વાર્તાઓ:   પુરુષ લેખકો: ૧૩, વાર્તાઓ:૧૯  કુલ લેખકો: ૧૮, કુલ વાર્તાઓ: ૨૭

(ભાગ ૩ પૂરો, to be continued)

--કિશોર પટેલ, 29-10-23 09:20

*

છબીસૌજન્યઃ ગૂગલ ઈમેજીસ.

No comments: