કક્કાવારી ૨૦૨૨ (ભાગ ૨)
વર્ષ ૨૦૨૨ ની ટૂંકી વાર્તાઓની લેખકના
નામાનુસાર યાદી (ભાગ ૨)
આ ભાગમાં લેખકોનાં ચ,
છ, જ, દ, ધ, ન, અને પ થી શરુ થતાં નામોની
યાદી અપાઈ છે.
વિગતનું ફોર્મેટ: /લેખકનું નામ/ વાર્તાનું શીર્ષક/ સામયિક/અંક/વાર્તાનો વિષય એમ રહેશે.
સંક્ષિપ્ત રૂપોની સમજણ: ન.સ.= નવનીત સમર્પણ, શ.સ.= શબ્દસૃષ્ટિ,
અ.આ. = અખંડ
આનંદ, બુ.પ્ર.=બુધ્ધિપ્રકાશ.
ભૂલચૂક લેવીદેવી.
###
ચ
ચંદ્રકાન્ત પટેલ ‘સરલ’: અભાગી છોકરી (નવચેતન, જૂન ૨૦૨૨): ગૂઢકથા. ત્રણ ત્રણ વાર પરણનાર સ્ત્રીની અદેખાઈ કરતી ઘરમાલિકણ પેલી ચોથા લગ્ન પછી મૃત્યુ પામે ત્યારે ઘર છોડીને જતી રહે. (કુલ ૧ વાર્તા)
ચંદ્રકાન્ત મહેતા: ૧. પિતૃતર્પણ (નવચેતન જુલાઈ ૨૦૨૨): સુબહ કા ભૂલા શામ કો ઘર લૌટ આયે. ૨. તથાસ્તુ (અ.આ. નવે-ડિસે ૨૦૨૨): પ્રેમ ખાતર વિદેશમાં સ્થાયી થવાની તક ઠુકરાવી. ૩. જીવનનો નવો અધ્યાય (નવચેતન, ડિસેમ્બર ૨૦૨૨): વડીલોના અન્યાયી વલણના કારણે સ્વતંત્ર થતા સહુથી નાના પુત્રની વાત. (કુલ ૩ વાર્તાઓ)
ચંદ્ર્રિકા લોડાયા: ૧. સમયની શોધમાં (ન.સ. માર્ચ ૨૦૨૨): મનગમતા કામ માટે નિવૃત્તિ ૨. ગૃહસ્થાશ્રમ (ન.સ.ઓગસ્ટ ૨૦૨૨): વડીલોને પુત્ર-પુત્રવધુ વચ્ચે પડેલી ગાંઠ ખોલી આપી. (કુલ ૨ વાર્તાઓ)
ચેતન શુક્લ: અધૂરું ચિત્ર (શ. સૃ., જાન્યુઆરી ૨૦૨૨): કલાકારનો બીજો ચહેરો. (કુલ ૧ વાર્તા)
સ્ત્રી લેખકો: ૧, વાર્તાઓ: ૨; પુરુષ લેખકો: ૩, વાર્તાઓ: ૫ કુલ લેખકો: ૪; કુલ વાર્તાઓ: ૭.
છ
છાયા ઉપાધ્યાય: ૧. કઠપૂતળી (મમતા, ઓકટો-નવે ૨૦૨૨): નાયિકા પોતાની શરતે જીવવા સજ્જ થઈ ગઈ છે. ૨. ફ્રોજન શોલ્ડર (વારેવા-૧૨): બાપીકી મિલકત વહેંચતી વખતે મોટાભાઈની દાનત ખોરી છે. (કુલ ૨ વાર્તાઓ)
સ્ત્રી લેખકો: ૧. વાર્તા: ૨ પુરુષ લેખકો: - કુલ લેખકો : ૧. કુલ વાર્તાઓ: ૨.
જ
જસ્મીન દેસાઈ ‘દર્પણ’: મા તે મા (નવચેતન જુલાઈ ૨૦૨૨): આંખે અંધ માતા જાણી જાય કે ખોળે માથું મૂકનાર પુત્ર નહીં, કોઈ અન્ય છે! (કુલ ૧ વાર્તા)
જયંત રાઠોડ: મીન્ની (વારેવા, એપ્રિલ ૨૦૨૨): સંબંધોમાં મહત્તા ઘટી જાય ત્યારે જે તે વ્યક્તિને આઘાત લાગતો હોય છે. (કુલ ૧ વાર્તા)
જ્યોતીન્દ્ર મહેતા: સમાધિ (મમતા સપ્ટેમ્બર ૨૦૨૨): થ્રિલરનો અનુભવ કરાવતી અપરાધકથા. (કુલ ૧ વાર્તા)
જોરાવરસિંહ જાદવ: થાવાકાળ વિદ્યા ભણતર (મમતા, માર્ચ ૨૦૨૨): લોકકથા (કુલ ૧ વાર્તા)
સ્ત્રી લેખકો: - પુરુષ લેખકો: ૪, વાર્તાઓ: ૪ કુલ લેખકો: ૪, કુલ વાર્તાઓ:૪
દ
દક્ષા સંઘવી: લિ. (વારેવા, જૂન ૨૦૨૨): પત્નીથી તિરસ્કૃત થયેલા પતિની કેફિયત પત્રસ્વરૂપે. (કુલ ૧ વાર્તા)
ડો. દિનકર જોશી: બસ, એ જ અને એટલું જ (અ.આ. નવે-ડિસે ૨૦૨૨): સામાન્ય માણસોની સામાન્ય ઈચ્છાઓ પણ અધૂરી રહી જાય છે. (કુલ ૧ વાર્તા)
દિનેશ દેસાઈ: સોસાયટી (અખંડ આનંદ, સપ્ટેમ્બર ૨૦૨૨): મૂરતિયો જોવાના બહાને મફતિયાઓએ અમદાવાદનું સાઈટસીઈંગ માણી લીધું! (કુલ વાર્તા ૧ )
દીપ્તિ કોરેશ વચ્છરાજાની: ફળશ્રુતિ (મમતા, મે ૨૦૨૨): મા-દીકરી સંવાદ, જીવનદર્શન. (કુલ ૧ વાર્તા)
દીના પંડયા: ૧. આમ પાછા વળવું (અ. આ., સપ્ટેમ્બર ૨૦૨૨): વરિષ્ઠ નાગરિક ૨. ફોટોકોપી (બુ.પ્ર. ઓક્ટોબર ૨૦૨૨) પત્નીના મૃત્યુ પછી નાયકને ખ્યાલ આવે કે પોતે પત્નીને સમજી કે પામી શક્યો નથી. (કુલ ૨ વાર્તાઓ)
દીવાન ઠાકોર: ૧. અપશબ્દ (કુમાર, જાન્યુઆરી ૨૦૨૨): પિતા વિશેનો પૂર્વગ્રહ બદલાય. ૨. ચશ્માં (વારેવા-૧૧): વ્યંજનાપૂર્ણ વાર્તા, ચશ્માં પહેરવાથી બધું જૂદું જ દેખાય. (કુલ ૨ વાર્તાઓ)
દૃષ્ટિ સોની: કાચની આરપાર ઝરમરિયાં (શબ્દસર, જૂન ૨૦૨૨): નિષ્ફળતાની વાત. તૂટેલાં સ્વપ્નાંની વાત. (કુલ ૧ વાર્તા)
સ્ત્રી લેખકો: ૪, વાર્તાઓ: ૫; પુરુષ લેખકો: ૩, વાર્તાઓ: ૫ કુલ લેખકો: ૭; કુલ વાર્તાઓ: ૧૦
ધ
ધરમસિંહ પરમાર: કોળું (કુમાર, માર્ચ ૨૦૨૨): ગ્રામચેતના, મૈત્રીસંબંધમાં શંકા (કુલ ૧ વાર્તા)
ધર્મેશ ગાંધી: ૧. ત્રીજી બારી (ન.સ.ફેબ્રુઆરી ૨૦૨૨): એક સ્ત્રીના ભાગ્યમાં દુઃખ જ દુઃખ છે. ૨. ઓગળી ગયેલા કિનારા (વારેવા, માર્ચ ૨૦૨૨): સ્વની શોધ. ૩. કૃતિ (બુ. પ્ર., જૂન ૨૦૨૨): અધૂરી પ્રેમકહાણી. ૪. ન હકાર ન નકાર (ન.સ.સપ્ટેમ્બર ૨૦૨૨): અભ્યાસમાં તેજસ્વી નાયક પુખ્ત વયે જીવનમાં નિષ્ફળ જાય છે. (કુલ ૪ વાર્તાઓ)
ધર્મેન્દ્રકુમાર પી. પટેલ: ટોળું (પરબ, જુલાઈ ૨૦૨૨): કોમી રમખાણ (કુલ ૧ વાર્તા)
સ્ત્રી લેખકો: -, પુરુષ લેખકો: ૩, વાર્તાઓ: ૬ કુલ લેખકો: ૩, કુલ વાર્તાઓ: ૬
ન
નગીન દવે: એક અધરાતે (મમતા ઓગસ્ટ ૨૦૨૨): પત્ની-ત્યાગનો પશ્ચાતાપ. (કુલ ૧ વાર્તા)
નટવર હેડાઉ: નિરાશ્રિત (મમતા, જૂન ૨૦૨૨): પ્રકલ્પના કારણે અસરગ્રસ્તોની વાત. (કુલ ૧ વાર્તા)
નયના પટેલ: મને મારી દીકરીઓ પાછી આપો (ન.સ.મે ૨૦૨૨): સંસ્કૃતિભેદની વાત. (કુલ ૧ વાર્તા)
નરેન્દ્રસિંહ રાણા: ૧. તલબ (એતદ, ડિસેમ્બર ૨૦૨૧): પોર્નના વ્યસની આદમીની વાત ૨. ધક્કો (વારેવા-૧૨): જાતીય સુખથી વંચિત યુવાન સ્ત્રી ભીડભરી બસમાં પોતાની વૃત્તિઓનું શમન કરી લે છે. (કુલ ૨ વાર્તાઓ)
નવનીત જાની: દાંપત્ય (ન.સ.ડિસેમ્બર ૨૦૨૨): ઉચ્ચ શિક્ષિત પતિ બેકાર છે, પત્ની કમાઈને લાવે છે. (કુલ ૧ વાર્તા)
નંદિતા મુનિ: બિન્ના (વારેવા, ફેબ્રુઆરી ૨૦૨૨): નદીવાળા ગામમાં ઊછરેલી નાયિકાને પરણ્યા પછી નદી વિનાના ગામમાં વસવું પડે છે. (કુલ ૧ વાર્તા)
નિકેતા વ્યાસ કુંચાlલા: ૧. ગોરંભાયેલું આકાશ (મમતા, ફેબ્રુઆરી ૨૦૨૨): પ્રેમકથા. ૨. એક દિવસ માટે (નવચેતન સપ્ટેમ્બર ૨૦૨૨): પત્નીની સખીને શોપિંગ કરાવ્યું, હાસ્યકથા (કુલ ૨ વાર્તાઓ)
નિર્ઝરી મહેતા: ૧. બાણશૈયા (ન.સ. એપ્રિલ ૨૦૨૨): મોટી બહેનના મૃત્યુ પછી તેના બાળકો ખાતર બનેવી સાથે લગ્ન. ૨. વિનીંગ ટ્રોફી (નવચેતન,
જૂન ૨૦૨૨) કોરોના મહામારીની પાર્શ્વભૂમિમાં એકપક્ષી પ્રેમની કથા. (કુલ ૨ વાર્તાઓ)
નીતા જોશી: સાલ્લા (મમતા, ઓકટો-નવે ૨૦૨૨): ઠીંગુજીની વ્યથાકથા. (કુલ ૧ વાર્તા)
નીરજ કંસારા: લાતની વાત (વારેવા-૧૨): ગધેડાએ નેતાજીને લાત મારી, નેતાજીના, પોલીસના, મીડિયાના માણસોની દોડાદોડ. (કુલ ૧ વાર્તા)
નીલમ હરીશ દોશી: ૧. સંજુ દોડ્યો (વારેવા, ફેબ્રુઆરી ૨૦૨૨): આશ્રમના દુષ્ટ સંચાલકથી ડરીને નવજાત બાળકની હત્યા ૨. તમાચો (અ.આ. નવે-ડિસે ૨૦૨૨): ભેદભાવભરી પુરુષપ્રધાન માનસિકતા (કુલ ૨ વાર્તાઓ)
નીલેશ મુરાણી: ૧. બાજ (વારેવા, માર્ચ ૨૦૨૨): તલાક પછી પૂર્વપતિ જોડે ફરી નિકાહ કરવા નાયિકાએ શરત મૂકી છે જેનો જવાબ હજી એને મળ્યો નથી. ૨. વિન્ટેજ વ્હીસ્કી (એતદ, સપ્ટેમ્બર ૨૦૨૨): સાસુ-વહુ ચોકઠાંની બહાર પગ મૂકે છે. ૩. ટાઢું પાણી (મમતા, ડિસેમ્બર ૨૦૨૨): ભૂતકાળની સ્મૃતિ અને વર્તમાનના પડકારો વચ્ચે અટવાતી નાયિકા. ૪. વચ્ચોવચ (વારેવા-૧૨): ગૃહત્યાગ કરી ગયેલા યુવાનના પરાજય અને અસ્વીકારની વાત. ૫. ખારા પાણીની (વારેવા-૧૨): પતિના મૃત્યુથી નાયિકા દુઃખી છે પણ હતાશ નથી. પોતાની લડાઈ પોતે લડે છે. (કુલ ૫ વાર્તાઓ)
નીલેશ રાણા: સલામતી (મમતા, મે ૨૦૨૨): ૧. એકમેકને શોધતાં પિતા-પુત્રની કરુણાંતિકા ૨. એ જિંદગી ગલે સે... (અ.આ. નવે-ડિસે ૨૦૨૨): અજાણતામાં ચોર પોતાનાં જ ઘરમાં ચોરી કરતો હોય છે. (કુલ ૨ વાર્તાઓ)
સ્ત્રી લેખકો: ૬, વાર્તાઓ: ૯; પુરુષ લેખકો: ૭, વાર્તાઓ:૧૩ કુલ લેખકો: ૧૩; કુલ વાર્તાઓ: ૨૨
પ
પન્ના ત્રિવેદી: ૧. મિટ્ટુની નાની (ન.સ. જાન્યુ ૨૦૨૨): બાળકનું ભાવજગત. નાનીમાના મૃત્યુ માટે બાળકને થતી દોષભાવના ૨. ઠંડી આગ (શ. સૃ., જાન્યુઆરી ૨૦૨૨): કાશ્મીરના વિસ્થાપિત પંડિતની પીડા, અધૂરી પ્રેમકથા. ૩.સબીના શેખની અમ્મી (ન.સ. માર્ચ ૨૦૨૨): સાંપ્રત સમસ્યા; કોમવાદ, મહિલા તબીબના ઘરભંગ માટે કારણભૂત સ્ત્રી ઓપરેશન ટેબલ પર. ૪. નાળ (ન.સ.ઓગસ્ટ ૨૦૨૨): ઘર-પરિવાર માટે જાત ઘસી નાખતી નાયિકાની ઘરનાં માણસો દ્વારા જ અવગણના. (કુલ ૪ વાર્તાઓ)
પરબતકુમાર નાયી: ગુલાબી મોજડી (શ.સૃ. એપ્રિલ ૨૦૨૨): નવોઢા માટે ગુલાબી મોજડી લાવ્યો પણ નવોઢાને એક પગ નથી! લગ્નમાં છેતરપીંડી. (કુલ ૧ વાર્તા)
પરીક્ષિત જોશી: ચતુષ્કોણના ત્રણ છેડા (મમતા, ફેબ્રુઆરી ૨૦૨૨): એબ્સર્ડ વાર્તા. (કુલ ૧ વાર્તા)
પારુલ કંદર્પ દેસાઈ: મુક્ત
થઇ જા (ન.સ. એપ્રિલ ૨૦૨૨): નહીં બનેલા સંબંધની વાત. (કુલ ૧ વાર્તા)
પારુલ ખખ્ખર: ૧. બાવળિયો (મમતા, જાન્યુ ૨૦૨૨): પતિની ભિન્ન જાતીય ઓળખ, પત્ની દ્વારા પડ્યું પાનું નિભાવવું. ૨. કુંભ ઘડુલો (પરબ, ઓગસ્ટ ૨૦૨૨): કોરોના મહામારીની વંચિતો પર થયેલી વિનાશક અસર. ૩. કાપો (બુ.પ્ર., સપ્ટેમ્બર ૨૦૨૨): સૂક્ષ્મ ઘરેલુ હિંસાની શિકાર બનેલી નાયિકા એક અસહાય બાળકીની પડખે ઊભી રહે છે. (કુલ ૩ વાર્તાઓ)
પારુલ ભટ્ટ: મામોંઈ (પરબ, ઓક્ટોબર ૨૦૨૨): માતાને છેતર્યાનો દીકરીને પશ્ચાતાપ. (કુલ ૧ વાર્તા)
ડો. પિનાકિન દવે: દેશપ્રેમ (અ.આ. નવે-ડિસે ૨૦૨૨): વસ્તી ઘટાડવા વાયરસ ફેલાવવાની યીજના ઘડતા વૈજ્ઞાનિક પિતાની ધરપકડ કરવાતી પુત્રી. (કુલ ૧ વાર્તા)
પ્રિયદર્શના દીપક ત્રિવેદી: એડજસ્ટ (અ. આ., સપ્ટેમ્બર ૨૦૨૨): વરિષ્ઠ નાગરિક(કુલ ૧ વાર્તા)
પુલકેશ જાની: ગગાભાની ઝીણી નજરે પકડયો કોથળાચોર: (મમતા, માર્ચ ૨૦૨૨): લોકકથા (કુલ ૧ વાર્તા)
પૂજન જાની: એ નહીં આવે (એતદ, ડિસેમ્બર ૨૦૨૧): હાંસિયામાં રહેતાં લોકોની વાત. (કુલ ૧ વાર્તા)
પૂજા ત્રિવેદી રાવલ: પ્રસવ પીડા (મમતા ઓગસ્ટ ૨૦૨૨): પત્ની પ્રસૂતિ પીડા ભોગવતી હોય ત્યારે પતિને થતી અસ્વસ્થતા. (કુલ ૧ વાર્તા)
પ્રફુલ્લ આર. શાહ: ૧. બિઝનેસમેન (મમતા, ફેબ્રુઆરી ૨૦૨૨): સંદેશપ્રધાન બોધકથા. ૨. ધુમ્મસ (મમતા, જૂન ૨૦૨૨): કુંવારી માતાની ઈજ્જત કોઈ ત્રાહિત યુવક બચાવે. ૩. બારી જીવતરની (અ.આ. ડિસેમ્બર ૨૦૨૨): પત્નીના મૃત્યુ પછી નાયકના સ્વભાવમાં પરિવર્તન આવે. (કુલ ૩ વાર્તાઓ)
પ્રથમ પી.પરમાર: બેટાના પરાક્રમે (નવચેતન સપ્ટેમ્બર ૨૦૨૨): પુત્રને મોટર સાઈકલ શીખવતા પિતાને મહિનાનો ખાટલો થયો, હાસ્યકથા. (કુલ ૧ વાર્તા)
પ્રભુદાસ પટેલ: કૂવો (એતદ, માર્ચ ૨૦૨૨): એક પુરુષ/ બે સ્ત્રીઓ નિ:સંતાન. (કુલ ૧ વાર્તા)
પ્રવીણ ગઢવી: ૧. રાણક (મમતા, માર્ચ ૨૦૨૨): લોકકથા ૨. અલખનો અજંપો (અ.આ. નવે-ડિસે ૨૦૨૨): ઐતિહાસિક કથા, રાજા માનસિંહને ભક્તિમાર્ગની લગની લાગી છે. (કુલ ૨ વાર્તાઓ)
પ્રવીણસિંહ ચાવડા: ૧. શ્વેતા પૂજારણ (પરબ, જાન્યુ ૨૦૨૨): એક વિરોધાભાસી વ્યક્તિત્વની સ્ત્રીનું શબ્દચિત્ર. ૨. ફોટોગ્રાફીની કળા (ન.સ. માર્ચ ૨૦૨૨): અધૂરી પ્રેમકથા ૩. હિસાબનું છેલ્લું પાનું (ન.સ.જૂન ૨૦૨૨): સિધ્ધાંતવાદી પ્રામાણિક માણસો પોતાની ભૂલ ક્યાં થઈ છે તે જોઇને સુધારો કરે છે. ૪. કોઈનું કંઈ ખોવાય છે? (ન.સ.નવેમ્બર ૨૦૨૨): મૈત્રીસંબંધની વાત. (કુલ ૪ વાર્તાઓ)
પ્રિયંકા જોશી: છિન્ન ખાપ (શ.સૃ. ઓગસ્ટ ૨૦૨૨): જોડિયા ભાઈઓમાંથી એકનું મૃત્યુ થઈ જતાં બીજા ભાઈ પર માનસિક અસર. (કુલ ૧ વાર્તા)
સ્ત્રી લેખકો: ૭, વાર્તાઓ:૧૨; પુરુષ લેખકો: ૧૦, વાર્તાઓ: ૧૬ કુલ લેખકો: ૧૭; કુલ વાર્તાઓ:૨૮
*
(ભાગ
૨ પૂરો. To be continued)
--કિશોર પટેલ, 28-10-23 12:17
* છબીસૌજન્યઃ Google
Images.
No comments:
Post a Comment