Saturday, 21 October 2023

કુમાર સપ્ટેમ્બર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોધ

 


કુમાર સપ્ટેમ્બર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોધ

(૨૩૪ શબ્દો)

અંકમાં બે વાર્તાઓ છે, બંને વાર્તાઓ અધૂરી પ્રેમકથાઓ છે. સંબંધિત પાત્રોમાં વડીલો વિરૂધ્ધ બળવો કરવાના સાહસનો અભાવ છે.

વાજ્યા રૂપેરી ઢોલ (પ્રવીણ ગઢવી)

જાતપાતના ભેદભાવના લીધે એક પ્રેમકથાનો કરુણાંત.

મેઘાનો ઢોલ વાગે એટલએ ચંદાના પગ અને એનું હૈયું બંને નાચવા લાગે. પણ ઢોલ વગાડતો મેઘાની જાત ચંદાની જાત કરતાં નીચી ગણાય એટલે બે પ્રેમીઓનાં ભાગ્યમાં એક થવાનું લખાયું નથી.  

આ વાર્તાકાર લોકસાહિત્યના અભ્યાસી હોવાથી વાર્તામાં અપેક્ષા પ્રમાણે લોકગીતોનાં મુખડાંનો સમાવેશ થયો છે. આ રીતે આપણાં લોકગીતોનું દસ્તાવેજીકરણ થાય છે એ  નોંધવું રહ્યું.

વહેણ (જેસંગ જાદવ)

મનના માનેલા માણીગર મેહુલ જોડે નાયિકા ભાગી જઈને લગ્ન કરવા ઈચ્છે છે પણ ગામમાં પિતાની બદનામી થશે એ વિચારે પાછી પડે છે. નાયિકાના મનોમંથનનું સરસ આલેખન. ગ્રામ્ય પરિવેશનું વાસ્તવિક નિરૂપણ આ વાર્તાનું જમા પાસું છે.

લઘુકથાઓ

અંકની ત્રણે લઘુકથાઓ ચોટદાર છે.

કાંકરાવાળા ઘઉં (નસીમ મહુવાકર)

ઘંઉ સાફ કરવાના નિમિત્તે સહુ પાડોશણો ભેગી થઈ આનંદ કરતી એ દિવસોની યાદ નાયિકાને સતાવે છે.

અગ્નિદાહ (ચેતન શુક્લ)

લગ્નનાં ફક્ત એક વર્ષમાં એક પરિણીતા શંકાસ્પદ સંજોગોમાં બળી મરી છે પણ એના પિતા દીકરીનાં સાસરિયા પર શંકા કરતા નથી. 

શું કરું? (પ્રફુલ્લ રાવલ)

પશીનો કેવળ રોટલો દાઝી નથી ગયો એનો સંસાર પણ દાઝી ગયો છેઃ પરસ્ત્રીના કારણે.

--કિશોર પટેલ, 22-10-23 09:39

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###


No comments: