Thursday, 26 October 2023

કક્કાવારી ૨૦૨૨ (ભાગ ૧)


 

કક્કાવારી ૨૦૨૨ (ભાગ )

વર્ષ ૨૦૨૨ ની ટૂંકી વાર્તાઓની લેખકના નામાનુસાર યાદી (ભાગ ૧)

.. ૨૦૨૨ માં વિવિધ સામયિકોમાં પ્રસિદ્ધ થયેલી ટૂંકી વાર્તાઓની યાદી લેખકના નામ પ્રમાણે વર્ણમાળાના ક્રમાનુસાર બનાવી છે. વર્ષમાં કુલ ૧૬૧ લેખકોની ૨૮૯ વાર્તાઓ પ્રગટ થઇ છે. સંપૂર્ણ યાદી લાંબી થાય છે માટે એક કરતાં વધુ ભાગોમાં રજૂ થશે.

વર્ષમાં નવનીત સમર્પણ (૫૧ વાર્તાઓ), .. (૧૭ વાર્તાઓ), પરબ (૨૪ વાર્તાઓ), એતદ (૨૪ વાર્તાઓ), મમતા વાર્તામાસિક (૭૩ વાર્તાઓ), કુમાર જાન્યુ થી જૂન   અંકો (૯ વાર્તાઓ),  બુધ્ધિપ્રકાશઃ ૮ વાર્તાઓ, શબ્દસર જાન્યુ. થી સપ્ટે. (૭ વાર્તાઓ), નવચેતન જુલાઈ થી ડિસે. (૧૫ વાર્તાઓ). અખંડ આનંદ સપ્ટે થી ડિસે (૩૦ વાર્તાઓ) અને વારેવા (૩૧ વાર્તાઓ): આમ વર્ષમાં પ્રસિદ્ધ થયેલી કુલ ૨૮૯ વાર્તાઓની યાદી બની છે. વાર્તાઓ વિષે લખનારનો એક લેખ તાજેતરમાંએતદના સપ્ટેમ્બર ૨૦૨૩ અંકમાં પ્રસિદ્ધ થયો છે.

ખાસ નોંધ: એતદના ડિસેમ્બર૨૦ થી સપ્ટેમ્બર૨૧ એમ ચાર અંકોની વાર્તાઓની નોંધ લેવાઈ છેકેવળ દીપોત્સવી વિશેષાંકોમાં વાર્તાઓ પ્રગટ કરતાં વર્તમાનપત્રો અને સામયિકોની વાર્તાઓની નોંધ લઇ શકાઈ નથી.  

ભાગ ૧ માં લેખકોનાં અ, ક, ખ, ગ, ઘ થી શરુ થતાં નામ પ્રમાણે યાદી.       

વિગતનું ફોર્મેટ: /લેખકનું નામ/ વાર્તાનું શીર્ષક/ સામયિક/અંક/વાર્તાનો વિષય એમ રહેશે.

સંક્ષિપ્ત રૂપોની સમજણ..= નવનીત સમર્પણ, ..= શબ્દસૃષ્ટિ, અ.આ. = અખંડ આનંદ, બુ.પ્ર.=બુધ્ધિપ્રકાશ.

ભૂલચૂક લેવી દેવી.

###

કક્કાવારી ૨૦૨૨

અજય પુરોહિત: . --અને તુલસીપત્ર (. સૃ. સપ્ટેમ્બર ૨૦૨૨) પાડોશીની કન્યા સુખમાં રહેશે. . ન્યાય (મમતા સપ્ટેમ્બર ૨૦૨૨): અદ્રશ્ય શક્તિ નાયિકાને ધર્મસંકટમાંથી ઉગારી લે છે. (કુલ વાર્તાઓ)

અનુરાધા દેરાસરી: સૂર્યાસ્ત પછીનું અજવાળું (.. ડિસેમ્બર ૨૦૨૨): યુધ્ધના પરિણામે સર્વસ્વ ગુમાવી બેઠેલી સ્ત્રી અનાથ બાળકીને ઉછેરે છે તે જોઇને પુત્રને ગુમાવનારા માતાપિતા પ્રેરણા મેળવે. (કુલ વાર્તા)   

અન્નપૂર્ણા મેકવાન: . મા (મમતા, મે ૨૦૨૨): ગર્ભપરીક્ષણ અને ભ્રૂણહત્યા. . સરપ્રાઈઝ (પરબ, સપ્ટેમ્બર ૨૦૨૨): માવતરને સરપ્રાઈઝ આપવા ઈચ્છતી દીકરીને સરપ્રાઈઝ મળે.   (કુલ: વાર્તાઓ)

અભિમન્યુ આચાર્ય: . ભુલભુલામણી (કુમાર, મે ૨૦૨૨): કામના સ્થળે સ્પર્ધા, ગંદી રમત રમી પ્રતિસ્પર્ધીને મ્હાત કર્યો. . લગભગપણું (એતદ, માર્ચ ૨૦૨૨): કોરોના મહામારી, મૈત્રીસંબંધ. . લોન્ડ્રી રૂમ (પરબ, નવેમ્બર ૨૦૨૨): વિદેશી સંસ્કૃતિની વાર્તા, દંપતીના શુષ્ક જાતીય જીવનમાં પ્રતિકાત્મક રીતે ત્રીજી વ્યક્તિનો પ્રવેશ.  (કુલ વાર્તાઓ ) 

અમૃત બારોટ: . ગંતવ્ય (એતદ, ડિસેમ્બર ૨૦૨૧): ફેન્ટેસી, કોમામાં ગયેલો આદમી નવી દુનિયામાં! . અર્ધ્ય (એતદ, સપ્ટેમ્બર ૨૦૨૨): વ્યંજનાપૂર્ણ, શરીર બિનજરૂરી વાળથી મુક્ત રહે એવું વળગણ.  (કુલ વાર્તાઓ)

અર્જુનસિંહ કે.રાઉલજી: . બટાકાપૌઆ (મમતા, જાન્યુ ૨૦૨૨): જે વાનગી ભાવતી નથી વારંવાર ખાવી પડે. . લીલા તોરણે (નવચેતન, જૂન ૨૦૨૨): અકસ્માત પછી ગંભીર સ્થિતિમાંથી પોતાને ઠુકરાવનાર પુરુષનો જીવ નાયિકા બચાવે પણ લગ્ન માટે એને પોતે ઠુકરાવે.  નારીચેતનાની વાત.  . ભીખીબા (મમતા, જૂન ૨૦૨૨): મોટી નણંદ, નાળિયેર જેવી, બહારથી સખત, અંદરથી કોમળ. . પ્રતિચ્છાયા (મમતા સપ્ટેમ્બર ૨૦૨૨): અધૂરી ગૂઢકથા  . દિગુ દાદા (. ., સપ્ટેમ્બર ૨૦૨૨): છોરુ કછોરુ થાય પણ માવતર કમાવતર ના થાય. . જાળમાં ફસાયેલી માછલી (મમતા, ડિસેમ્બર ૨૦૨૨): પિતા દ્વારા માતા જોડે થયેલા ગેરવર્તાવનો બદલો લેતી દીકરી.  (કુલ વાર્તાઓ)

અરવિંદ બારોટ: . ભગત (મમતા, માર્ચ ૨૦૨૨): લોકકથા . હાલાજી! તારા હાથ વખાણું? કે પટી તારા પગ વખાણું? (કુમાર, એપ્રિલ ૨૦૨૨): લોકકથા (કુલ વાર્તાઓ)     

અલકા ત્રિવેદી: . નિયતિ (કુમાર, જાન્યુઆરી ૨૦૨૨): એક પરિવારમાં બંને સંતાન સ્વાર્થી. . બીજી પારી (..ઓગસ્ટ ૨૦૨૨): પાડોશમાં યુવાનો રહેવા આવતાં એક વરિષ્ઠ નાગરિકનો બીજો દાવ આનંદમય વીત્યો. . ઘંટડી (વારેવા-૧૧): બાળકના ભાવવિશ્વમાં ડોકિયું, જેની સાથે રમ્યો ભેંસ વેચાઈ ગઈ. . ઋણાનુબંધ (.. ડિસેમ્બર ૨૦૨૨): ડોક્ટર અને દર્દી વચ્ચેના સ્નેહસંબંધની વાત. (કુલ વાર્તાઓ)

અશ્વિન જોશી: વાં... (નવચેતન, જૂન ૨૦૨૨): સંતાનપ્રાપ્તિ માટે પુરુષ બીજા લગ્ન કરી શકે તો સ્ત્રી શા માટે નહીં? (કુલ વાર્તા) 

અશ્વિની બાપટ: . નિરસન (કુમાર, ફેબ્રુઆરી ૨૦૨૨): યુનિવર્સીટીના કર્મચારી નેતા વિષે ભ્રમનિરસન. . કવિતાઓના રસ્તે (એતદ, માર્ચ ૨૦૨૨): . ફકિંગ ડેથ (વારેવા, જૂન ૨૦૨૨): પતિ-પત્ની વચ્ચે વણસેલા સંબંધની વાત. . એક દબાયેલ વાતની વાર્તા (.સૃ. ઓગસ્ટ ૨૦૨૨): અંગત જીવનમાં કોને કેટલો પ્રવેશ આપવો? . ફિકર (મમતા ઓગસ્ટ ૨૦૨૨): ભાઈ-બહેન સંબંધ.    (કુલ વાર્તાઓ)     

અંબાદાન રોહડિયા: વિસરશા જદ વાઘને (મમતા, માર્ચ ૨૦૨૨): લોકકથા. (કુલ વાર્તા)  

એકતા નીરવ દોશી: બાપુજી (મમતા, ઓકટો-નવે ૨૦૨૨): સંબંધોની બદલાતી વ્યાખ્યાઓ (કુલ વાર્તા)  

ઈશાની વ્યાસ: પ્રસ્તાવ (વારેવા, જૂન ૨૦૨૨): નવતર વળાંક સાથેની પ્રેમકથા.  (કુલ વાર્તા)

ઈંદુ ગૌરાંગ જોશી: અલય (પરબ, મે ૨૦૨૨): . બહારગામનો અનુભવ નાયિકાનો સ્વજનો પ્રતિ જોવાનો દ્રષ્ટિકોણ બદલી નાખે છે. . મોજ (મમતા, મે ૨૦૨૨): ઘર/કુટુંબ પ્રતિ ફરજોમાં વ્યસ્ત અને જીવવાનું ભૂલી ગયેલી નાયિકા એક દિવસ ફરવા નીકળી પડે છે. (કુલ વાર્તાઓ)

ઉમા પરમાર: . મીરા (એતદ, ડિસેમ્બર ૨૦૨૧ અને . સૃ. ઓક્ટોબર ૨૦૨૨): સ્ત્રીઓને પસંદગીની મર્યાદિત તકો વિષે વિધાન. . હાશકારો (મમતા, ઓકટો-નવે ૨૦૨૨): પૂર્વપ્રેમીની સ્મૃતિ (કુલ વાર્તાઓ) 

સ્ત્રી લેખકો: , વાર્તાઓ ૧૮;  પુરુષ લેખકો: વાર્તાઓ: ૧૭ , કુલ: ૧૫ લેખકો, વાર્તાઓ:૩૫  

 

 

કલ્પના જીતેન્દ્ર: અણધાર્યો લાભ (.. નવે-ડિસે ૨૦૨૨): ભાવનાત્મક સંબંધોમાં છેતરપીંડી. (કુલ વાર્તા)

કલ્પના દેસાઈ: છેલ્લી ઘડી (મમતા, ડિસેમ્બર ૨૦૨૨): મૃત્યુ સમયે કોઈના મનોભાવો શું હોઈ શકે?  (કુલ વાર્તા)

કલ્પેશ પટેલ: આગંતુક (વારેવા, એપ્રિલ ૨૦૨૨): સ્વજનોના પ્રતિભાવ મળ્યા પછી નિવૃત્તિ બાદ વતનના ગામડે સ્થાયી થવાની યોજના બદલવી પડે છે. (કુલ વાર્તા)  

કંદર્પ . દેસાઈ: . મતલબ (..ફેબ્રુઆરી ૨૦૨૨): બધે સ્વાર્થી માણસો દેખાય. . સંધિસમય (એતદ, માર્ચ ૨૦૨૨): દરિયાઈ સૃષ્ટિની સફર. . એંધાણી (બુ. પ્ર., સપ્ટેમ્બર ૨૦૨૨): સ્ત્રીને બીજા દરજ્જાની ગણતો નાયક નાયિકાને લગ્નનો પ્રસ્તાવ આપે છે પણ હેતુપૂર્વક.  (કુલ વાર્તાઓ)

કાનજી મહેશ્વરી: વીર ઓરસિયો મેઘવાળ (મમતા, માર્ચ ૨૦૨૨): લોકકથા (કુલ વાર્તા)

કામિની મહેતા: સપાટ રસ્તા (અખંડ આનંદ, સપ્ટેમ્બર ૨૦૨૨): સ્વજનોનો ત્યાગ કરીને સંન્યાસ સ્વીકારતી નાયિકા (કુલ વાર્તા)

કિરણ વી. મહેતા: . ફરીથી, ફરીથી, ફરીથી (એતદ, ડિસેમ્બર ૨૦૨૧): લગ્નજીવનમાં બબ્બે વાર પછડાટ ખાધેલા આદમીની વાત. . નૌકા અને કિનારો (..મે ૨૦૨૨): સંતાનો પ્રતિ માતાના પ્રેમની વાત. . ઘુવડ અને મોરપીંછ (કુમાર, જૂન ૨૦૨૨): નિવૃત્ત આદમીનો પ્રલાપ. . ખજાનો (..ઓક્ટોબર ૨૦૨૨): પરિણીત પુરુષની એકપક્ષી પ્રેમકથા. . બાપ અને છોકરો (વારેવા, જુલાઈ ૨૦૨૨): પિતા-પુત્ર સંબંધની વાર્તા.  . આંસુ મૂકી ગયું એક સપનું (મમતા, ઓકટો-નવે ૨૦૨૨): ભિખારણને ભીખમાં સોનાની વીંટી આપી. . હથેળીમાં (.. ડિસેમ્બર ૨૦૨૨): જે ઘરમાં બાળપણ વીત્યું ઘરની માયા. (કુલ વાર્તાઓ)

કિરીટ દૂધાત: રડવું એટલે (..નવેમ્બર ૨૦૨૨): પ્રમાણિક માણસને નિયતિના ખેલ નડતાં હોય છે. (કુલ વાર્તા)

કિસનસિંહ પરમાર: ઝરખ (પરબ, મે ૨૦૨૨): . માણસના રૂપમાં સમાજમાં હરતાંફરતાં પશુઓની વાત. ( વાર્તાડગળુંશીર્ષક હેઠળ પરબ, ઓક્ટોબર ૨૦૨૨ અંકમાં પુન:પ્રકાશિત.) . ધારાવાર (મમતા, મે ૨૦૨૨): ગ્રામસંવેદનની વાત. (કુલ વાર્તાઓ)

કિશોર પટેલ: . ભદ્રંભદ્રની મેટ્રોસવારી (વારેવા-૧૨): રમણભાઈ નીલકંઠની નવલકથાભદ્રંભદ્રના બંને મુખ્ય પાત્રો મુંબઈમાં મેટ્રો ટ્રેનમાં સફર કરે ત્યારે શું ધમાલ થાય તેની હળવી શૈલીમાં રજૂઆત . હેટસ્ટોરી (મમતા, ઓકટો-નવે ૨૦૨૨): ફેન્ટેસી, હેટ પહેરવાથી સામેની વ્યક્તિના વિચાર સંભળાય. (કુલ વાર્તાઓ)

કિશોર વ્યાસ: સોન (મમતા સપ્ટેમ્બર ૨૦૨૨): લેખક અને પાત્ર વચ્ચે પ્લેટોનિક પ્રેમસંબંધ. (કુલ વાર્તા) 

કુમાર જિનેશ શાહ: કંટ્રોલ ઝેડ (મમતા ઓગસ્ટ ૨૦૨૨): ટયુશન ક્લાસમાં આગની કરુણાંતિકા. (કુલ વાર્તા)

કેશુભાઈ દેસાઈ: . કોળિયો (.. નવે-ડિસે ૨૦૨૨): કામવાળી બાઈના કુટુંબને બંગલામાં આશ્રય આપ્યો. . મોડે મોડે (મમતા, ઓકટો-નવે ૨૦૨૨): અપરિણીત શિક્ષિકા મોડે મોડે જીવનસાથીની શોધ આદરે છે.   (કુલ વાર્તાઓ)

કોશા રાવલ: ‘થકી કરેલો આપઘાત (એતદ, સપ્ટેમ્બર ૨૦૨૨): સ્વ અંગે ગેરસમજ ધરાવતી સ્ત્રી. (કુલ વાર્તા)    

સ્ત્રી લેખકો: , વાર્તાઓ:; પુરુષ લેખકો: ૧૦,  વાર્તાઓ: ૨૧ કુલ લેખકો: ૧૪, વાર્તાઓ: ૨૫   

 

 

ગિરા પિનાકિન ભટ્ટ: . મોંણહ તો... (મમતા, જાન્યુ ૨૦૨૨): પતિને શરાબનું વ્યસન. . કોઈક તો સમજાવો! (મમતા, એપ્રિલ ૨૦૨૨): ઘરનું સંકુચિત વાતાવરણ અને બાહ્ય આધુનિક જગત વચ્ચે પીડાતી તરુણી. (કુલ વાર્તાઓ)

ગિરિમા ઘારેખાન:  . ઝા તો સારા મીના કવામ  (..ફેબ્રુઆરી ૨૦૨૨): ઇસ્લામિક આતંકવાદ. . ટ્રોફી (શબ્દસર, માર્ચ ૨૦૨૨): નારીચેતના, દીકરી જયારે માતાને ગૃહિત ગણવા માંડે. . ઘર (એતદ, જૂન ૨૦૨૨): ઘર માટે માલિકીભાવ. . એવી ને એવી (..ઓગસ્ટ ૨૦૨૨): માથે વાળ વિનાની માતાને દીકરો સહજભાવે જુએ છે.  . ઋણ (.. નવે-ડિસે ૨૦૨૨): જેને પિતા માન્યા છે એની પ્રતિમા ખંડિત થવા દેવી નથી. (કુલ વાર્તાઓ)

ગિરીશ ભટ્ટ: . યાયાવર (..ફેબ્રુઆરી ૨૦૨૨): કોરોનાકથા, માતાની એકલતા સાથે નાયિકા એકરૂપ થાય. . માનું ઘર (..સપ્ટેમ્બર ૨૦૨૨): અનાથાશ્રમમાં ઉછરેલી છોકરી માતાની શોધ ચલાવે છે. (કુલ વાર્તાઓ)

ગીતા માણેક: . અજાણ્યો અતીત (.. જુલાઈ ૨૦૨૨): અમેરિકાથી એક યુવાન બાયોલોજિકલ પિતાને મળવા આવે. . પિત્ઝા (..ડિસેમ્બર ૨૦૨૨): અભાવગ્રસ્ત અકિંચન સ્ત્રીના હાથે બનતો ગુનો. (કુલ વાર્તાઓ)

ગેબ્રિયલ પાઉલ ચૌહાણ: ભરોસો (મમતા, જાન્યુ ૨૦૨૨): અનાથ ભાવેશને પત્નીનો સાથ. (કુલ વાર્તા)    

ગોપાલકુમાર ધકાણ: તેરમું (મમતા, ફેબ્રુઆરી ૨૦૨૨): કન્યાનો યૌવનપ્રવેશ, પિતા-પુત્રી સંબંધ. (કુલ વાર્તા)

ગોરધન ભેસાણિયા: ખારોપાટ (. સૃ. એપ્રિલ ૨૦૨૨): દોષભાવના, પહેલી પત્નીને અન્યાય કર્યાની ગુનાહિત લાગણી. (કુલ વાર્તા) 

સ્ત્રી લેખકો: , વાર્તાઓ: ; પુરુષ લેખકો: , વાર્તાઓ:   કુલ લેખકો: , કુલ વાર્તાઓ: ૧૪.

 

ઘઃ Nil.

 

(ભાગ ૧ પૂરો, to be continued)

 

*

 

No comments: