કક્કાવારી વર્ષ ૨૦૧૯ (ભાગ ૩)
આ યાદીમાં નવનીત સમર્પણ, શબ્દસૃષ્ટિ, પરબ, મમતા વાર્તામાસિક
અને જલારામદીપ સામયિકોનાં વર્ષના તમામ અંકોમાં પ્રસિદ્ધ થયેલી કુલ ૩૨૩ વાર્તાઓ
સમાવી છે.
વિગતનું ફોર્મેટ: /લેખકનું નામ/ વાર્તાનું શીર્ષક/
સામયિક/પ્રકાશન મહિનો /વાર્તાનો વિષય એમ રહેશે.
સંક્ષિપ્ત રૂપોની સમજણ:
ન.સ.=નવનીત સમર્પણ, જ.દીપ= જલારામદીપ.
ભૂલચૂક લેવીદેવી.
###
કક્કાવારી ૨૦૧૯ ભાગ-૩ જેમાં બ, ભ, મ,
ય અને ર થી શરુ થતાં નામધારી લેખકોની
વાર્તાઓની યાદી અપાઇ છે.
બ
બકુલેશ દેસાઇ: ૧. ડૂમો (જ.દી. જાન્યુઆરી): પિયરિયાંના ત્રાસથી
અકાળે અવસાન પામેલી સ્ત્રીને એનો પતિ યાદ કરે છે. ૨. સહિયારું
(જ.દી.જુલાઇ-હાસ્યકથા વિશેષાંક): વાર્તાસ્પર્ધામાં દામ્પત્યજીવનમાં ખટરાગ વિષે
વાર્તા લખવા માટે તાલીમ લેતા એક લેખકની વાત.
બહાદુરભાઇ વાંક: ધક્કો (જ.દી.ડિસેમ્બર): બે મિત્રો લાંબા
સમયે મળે છે; ભણવામાં જે હોંશિયાર હતો એ જીવનમાં નિષ્ફળ ગયો છે; જે ઠોઠ હતો એ સફળ
થયો છે.
બાદલ પંચાલ: એક પછી એક (ન.સ.એપ્રિલ અને જ.દી.મે):
મનોવૈજ્ઞાનિક વિષય, માલિકીભાવથી પીડાતા યુવકની વાત.
બાબુ સુથાર: વાંસના બટન (મમતા, જુલાઇ, હોરર વિશેષાંક):
વાર્તામાં વાર્તાની પ્રયુક્તિ. નાયિકાની બ્લાઉઝના વાંસના બનેલા બટન ક્યાંથી ક્યાં
પહોંચે છે.
બીરેન કોઠારી: ચોવીસ કેરેટના માણસ હોવું એટલે...
(જ.દી.જુલાઇ-હાસ્યકથા વિશેષાંક): સફાઈદાર જૂઠું બોલવું પણ એક કળા છે.
બ: લેખકો: ૫ વાર્તાઓ: ૬
ભ
ડો. ભરત સોલંકી: કિચૂડ...કિચૂડ... (જ.દી.ઓક્ટો; દીપોત્સવી
વિશેષાંક-૧): વરિષ્ઠ નાગરિકની સમસ્યા, એકલતા.
ભરતચંદ્ર શાહ: દીકરા દેવના દીધેલા (મમતા, જૂન): શોષણકર્તા
શેઠિયા દ્વારા કર્મચારીની અંતે થતી કદર.
ભારતીબેન બારડ: લાકડીનો ટેકો (મમતા, નવેમ્બર): સેવાભાવી
ડો.શીલા અને કર્મશીલ ઉષાબેન સંચાલિત પ્રસૂતિગૃહનું વર્ણન.
ભી.ન.વણકર: ૧. ડામ (જ.દી. માર્ચ-એપ્રિલ સંયુક્ત અંક
વસંત/દલિત વિશેષાંક): શરીર પરનાં ડામ કરતાં જાતિભેદનાં ડામ વધુ પીડા આપે છે. ૨. બોધિવૃક્ષ
(જ.દી.ઓક્ટો; દીપોત્સવી વિશેષાંક-૧): દલિત
યુવક ગલિયાને પીપળા નીચે સંન્યાસી મળે છે જે પોતાના પૂર્વજન્મની કથા કહે છે.
ભૂપેન્દ્ર વ્યાસ ‘રંજ’: ૧. મૃત્યુ જ મરી ગયું...! (જ.દી.
જાન્યુઆરી): બીમાર માણસને લાગતો મૃત્યુનો ભય. ૨. દરિયો (જ.દી.મે): જીવનસાથી
દરિયામાં ડૂબીને મૃત્યુ પામે એ પછી નવેસરથી જીવન શરુ કરતાં પ્રેમીઓની વાત.
ભૂષણ પંકજ ઠાકર: પૈશાચિક કિનારો (મમતા, જુલાઇ, હોરર વિશેષાંક):
એક મહિલા પોલીસ અધિકારીને દરિયાકિનારે થતાં વિચિત્ર અનુભવ.
લેખકો: ૬ વાર્તાઓ: ૮
મ
મધુ રાય: મારે તારું મોં ચાખવું છે
(ન.સ.ઓક્ટોબર-દીપોત્સવી): ફેન્ટેસી-સોશિયલ મીડિયા.
મણિલાલ હ. પટેલ: ૧. હરિકથા (શબ્દસૃષ્ટિ, જુલાઇ): સવર્ણ
કોમના છોકરા અને કહેવાતી દલિત કોમની છોકરીની એક અધૂરી પ્રેમકથા. ૨. તોફાન
(જ.દી.ઓક્ટો; દીપોત્સવી વિશેષાંક-૧): પ્રેમભંગની પીડા. નાયિકા વિનાનું ગામ નાયકને
ઉજ્જડ ભાસે છે.
મનહર ઓઝા: રૂમ નંબર સી ૨૧૦ (મમતા, સપ્ટેમ્બર): અજાણ્યા સાથી
જોડે અસુરક્ષિત સહશયન અને જાતીય સમસ્યાને આમંત્રણ.
મનીષી જાની: કીડીશેઠ (મમતા, ફેબ્રુઆરી): કીડીઓને (રહિતોને)
લોટ ખવડાવતા શેઠ (સહિતો).
મનોજ સોની: ડર (મમતા, ઓગસ્ટ): એક ગરોળીથી ડરી જઇને માઈલો
દૂર ગયેલા પિતાને મા-દીકરી ઘેર પાછો બોલાવે છે.
મનોજ સોલંકી: ૧. બાઇની જાત (જ.દી.જૂન): માસિક ચક્ર વિષે
જાગૃત અને આર્થિક રીતે સ્વતંત્ર નાયિકા જૂનવાણી સાસુ સામે વિદ્રોહ કરે છે. ૨.
ભૂંડી (જ.દી.સપ્ટેમ્બર): સંયુક્ત કુટુંબની સમસ્યાઓ
મયૂર પટેલ: ૧. હાહરે લીલા’લેર (શબ્દસૃષ્ટિ, ઓક્ટોબર):
અશિક્ષિત યુવતીની ભવિષ્ય અંગેની અસુરક્ષાની ભાવના. ૨. અઢી અક્ષર અધૂરપના
(જ.દી.મે): વહેમી આદમીની વાત.
મહેન્દ્ર ચંદુલાલ ભટ્ટ: જીવતા સુભાષ (મમતા, મે): સુભાષચંદ્ર
બોઝ જીવે છે એવી અફવા ફેલાવી પૈસા કમાતો ફેરિયો.
મહેશ ધીમર: અકળ મન નારીનું (જ.દી.ઓગસ્ટ): શિખંડીની એકોક્તિ.
માર્ગી સુહાસ પટેલ: આત્માની દહેશત (મમતા, જુલાઇ, હોરર
વિશેષાંક): આત્મહત્યા કર્યા પછી નાયિકા પ્રેમીની બેવફાઈનો બદલો લે.
માવજી મહેશ્વરી: ૧. આષાઢ (શબ્દસૃષ્ટિ, ડિસેમ્બર): ગામડામાં ખેતીમાં
કામ આવે એમ કરીને દીકરીને એનાં પિયરિયાં સાસરે વળાવતા જ નથી! ૨. રસ્તો અને પગ
(જ.દી.ઓક્ટો; દીપોત્સવી વિશેષાંક-૧): મધ્યમવર્ગીય આદમીની નૈરાશ્યપૂર્ણ જિંદગીની
કથની.
મૂળજીભાઈ પરમાર: પથરી (જ.દી.જૂન): દુષ્કર્મ કરવા આતુર
મુખીનો શ્રમજીવી કન્યા દ્વારા પ્રતિકાર.
મેઘા ત્રિવેદી: ૧. ગતિચક્ર (ન.સ.એપ્રિલ): ફેન્ટેસી, સાયફાય,
લાગણીશૂન્ય વિશ્વની કલ્પના. ૨. બાફ (ન.સ.સપ્ટેમ્બર): પત્નીશોક પછી સ્મૃતિભ્રંશથી
પીડાતા આદમીની વાત. ૩.અધૂરપ (પરબ, માર્ચ): બે બહેનોના સંબંધની વાત.
મોના લિયા વિકમશી: પૈસો (શબ્દસૃષ્ટિ, જુલાઇ): જીવનધોરણ
સુધારવા આવક વધવી જોઈએ.
મોહન પરમાર: ૧. ધૂળ (જ.દી. માર્ચ-એપ્રિલ સંયુક્ત અંક
વસંત/દલિત વિશેષાંક): ઉચ્ચ વર્ણના લોકોની માનસિકતા પર વ્યંગ. સફાઇવાળા હીરજીના કામથી ધૂળ ઊડે છે. એનાથી નફરત
કરતાં કરતાં નાયક પોતે જ હીરજી બની ગયો એવું અનુભવે છે! ૨. ધુંઆપુંઆ (જ.દી.ઓક્ટો; દીપોત્સવી
વિશેષાંક-૧): ભ્રષ્ટાચાર કર્યાનો ડંખ.
મોહનલાલ પટેલ: જયાફતનો પૂર્વરાગ (જ.દી.ઓક્ટો; દીપોત્સવી
વિશેષાંક-૧): શેઠે આપેલી મીઠાઇ ઘરકંકાસના કારણે ખાઇ શકાતી નથી.
મ: લેખકો: ૧૬, વાર્તાઓ: ૨૨
ય
યશવંત કડીકર: ૧. કાઠિયાવાડી ભોજનાલય (જ.દી. જાન્યુઆરી):
લોજવાળો પોતાના પરિચિતોને મફત જમાડ્યા કરે તો કમાશે શું? ૨. છાપ (જ.દી.ઓગસ્ટ):
ધૂળેટીમાં કોઇને રંગી શકાય?
યોગેશ પંડ્યા: ધરમ કરતાં ધાડ પડી (જ.દી.જુલાઇ-હાસ્યકથા
વિશેષાંક): નધણિયાતી થેલી મૂળ માલિકને પહોંચાડવા જતાં માલિકનું એક રહસ્ય એની પત્ની
સમક્ષ ખુલ્લું થઇ જાય અને ભોળા મિત્રોએ ત્યાંથી ભાગવું પડે.
યોસેફ મેકવાન: જીવનનું સૌંદર્ય (જ.દી.નવેમ્બર દીપોત્સવી
વિશેષાંક-૨): પોતાની કસુવાવડ થઇ ગઇ એ પછી કામવાળીની અનાથ બનેલી દીકરીને પોતાની
સમજીને ઉછેરી.
ય: લેખકો: ૩ વાર્તાઓ: ૪
ર
ડો. રઈશ મણિયાર: શું જમાનો આવ્યો છે! (જ.દી.જુલાઇ-હાસ્યકથા
વિશેષાંક): સમય સાથે તાલમેલ રાખવો જરૂરી
છે.
રજનીકુમાર પંડ્યા: ૧. એક એક્સ-રે (ન.સ.ફેબ્રુ): સાવકા ભાઇને
મહેમાન થતો અટકાવવાનો પત્ર. ૨. ક્યાંક સંતોક ક્યાંક કાન્તા (જ.દી.ઓક્ટો; દીપોત્સવી
વિશેષાંક-૧): ગરીબ માબાપની કન્યાને સાસરિયાં પીડતાં હોય છે. ૩. મહાપુરુષ (મમતા,
ડિસેમ્બર): પોતાના પૂર્વપ્રેમી માટે પત્નીના મનમાં નફરત પેદા થાય એવો કેસ લઇને એક
અસીલ પ્રોફેસર આત્મારામ પાસે આવે છે. (આ લેખકની પ્રોફેસર આત્મારામ શ્રેણીની એક વાર્તા.)
રતિલાલ બોરીસાગર: મેલ કરવત (જ.દી.જુલાઇ-હાસ્યકથા વિશેષાંક):
ઘેર બેઠાં પગાર મળ્યા કરે એ માટે આવતો જન્મ પણ ફાજલ ટીચરનો જ મળે એ માટે કાશીએ
જઇને કરવત મૂકાવતા શિક્ષકની વાત.
રન્નાદે શાહ: ડસ્ટબિન (ન.સ.નવેમ્બર): તૂટતાં સંયુક્ત
કુટુંબો.
ડો.રમણ માધવ: તમે એને ઓળખો છો? (જ.દી. માર્ચ-એપ્રિલ સંયુક્ત
અંક વસંત/દલિત વિશેષાંક): સરોગેસી/ માતૃપ્રેમ. આર્થિક-સામાજિક અસમાનતા.
રમણ મેકવાન: ૧. બાવળી (જ.દી. માર્ચ-એપ્રિલ સંયુક્ત અંક
વસંત/દલિત વિશેષાંક): ગામડાંમાં સ્ત્રીઓની શૌચ સમસ્યાની વાત. પડતર જમીન વેચાઇ જતાં
સ્ત્રીઓની સમસ્યા શરુ થઇ. સ્વચ્છતા અંગે ટકોર
૨. ભાગિયો (જ.દી.ઓગસ્ટ): બાળવિધવા જોડે પુનર્વિવાહનો પ્રસ્તાવ ૩. મદદ
(જ.દી. સપ્ટેમ્બર): સત્કર્મ અને સદભાવના અંગેની સંદેશપ્રધાન વાર્તા. ૪.
ઈચ્છામૃત્યુ: (મમતા, ઓગસ્ટ): એકલા પડી ગયેલા જે શિક્ષક જોડે સહશિક્ષિકાનું દિલ મળી
ગયું તે કેન્સરમાં મૃત્યુ પામ્યા.
રમણ વાઘેલા: છૂટો ઘા (જ.દી. માર્ચ-એપ્રિલ સંયુક્ત અંક
વસંત/દલિત વિશેષાંક): નાના બાળક પર અસ્પૃશ્યતાની વસમી અસર.
રમેશ ત્રિવેદી: તંતુ (જ.દી.ઓક્ટો; દીપોત્સવી વિશેષાંક-૧):
ગેરકાયદે વિદેશ ગયેલાં યુવકો જે લાંબો વખત રજા પર સ્વદેશ આવી શકતાં નથી એમની
પત્નીઓની થતી કફોડી સ્થિતિની વાત.
રમેશ દરજી: આઠ બિલાડી (મમતા, ઓક્ટોબર): જ્યાં ચમત્કાર ત્યાં
નમસ્કાર.
રવીન્દ્ર અંધારિયા: આધુનિક ભદ્રંભદ્ર (જ.દી.જુલાઇ-હાસ્યકથા
વિશેષાંક): વાતચીતમાં સંસ્કૃત ભાષાના શબ્દો બોલવાના આગ્રહી સહપાઠી મિત્રની રસ્તા
વચ્ચે મુલાકાત.
રવીન્દ્ર પારેખ: ૧. ફરી (ન.સ.જુલાઇ): બાળકો પાંખ આવતાં ઊડી
જાય-વિરહવેદના. ૨. ફેબ્રુઆરી, ક્વિક માર્ચ, એપ્રિલફૂલ ને કમ વોટ મે
(જ.દી.જુલાઇ-હાસ્યકથા વિશેષાંક): બારમાની પરીક્ષામાં સારું પરિણામ લાવવા માટે
સંતાનને દબાણ કરતાં આતંકવાદી માતાપિતાની વાત. ૩. એકાક્ષી (જ.દી.ઓક્ટો; દીપોત્સવી
વિશેષાંક-૧): માતા કાણી હતી એટલે ગમતી ન હતી. અંતમાં રહસ્ય ખૂલે. ૪. તથાસ્તુ
(મમતા, ઓક્ટોબર): ફેન્ટેસી. બરફના ગોળાની લારીવાળા ચંદુને ભગવાન હાજરાહજૂર છે.
રાઘવજી માધડ: ૧. જલસા કરો જીવનલાલ (શબ્દસૃષ્ટિ, જાન્યુઆરી):
આત્મહત્યા કરવા નીકળેલા માણસને કોઇ અટકાવે છે. મૃત્યુ અંગે ચિંતન-મનન. ૨. દબાણ
(જ.દી. માર્ચ-એપ્રિલ સંયુક્ત અંક વસંત/દલિત વિશેષાંક): દલિતો પર ચારે તરફથી આવતાં
દબાણની વાત. ૩. અનુભવ (જ.દી.નવેમ્બર દીપોત્સવી વિશેષાંક-૨): લગ્ન કરવા માટે
અનિચ્છા ધરાવતી શિક્ષિત દીકરીને માતા મનાવી લે છે. ૪. કબીલો (મમતા, ફેબ્રુઆરી):
પોતાના લીધે કબીલાને સહન કરવું ના પડે એ માટે નાયિકાનું આત્યંકિત પગલું.
રાજુ પટેલ: બીજો માણસ (મમતા, ફેબ્રુઆરી): નાયકનું
આત્મસન્માન જાગૃત થાય છે ત્યારે શું થાય છે?
રાજુ બારૈયા ‘સાગર’: મમતા (મમતા, સપ્ટેમ્બર): રોજની જેમ
કાગડો રોટલી ખાવા ના આવતાં નાયિકા ઉદાસ.
રાજુલ ભાનુશાળી: ભરોસો (મમતા, જૂન): ફોટોગ્રાફી સ્પર્ધામાં
વિજેતા જાહેર કરે છે કે ફોટો પોતે નહીં, એના એક મિત્રે લીધો હતો,
રાજેન્દ્ર પાઠક: દુર્ગાતાઈ (જ.દી. સપ્ટેમ્બર):
સ્ત્રીજાગૃતિનું કામ કરતી સ્ત્રીનું રેખાચિત્ર
રાજેશ અંતાણી: ૧. તસ્કર (શબ્દસૃષ્ટિ, એપ્રિલ): અપહ્યત થયેલી
મિત્રપત્નીને યોજનાબદ્ધ રીતે પાછી લાવી આપતા મિત્રની વાત (કચ્છી લોકકથાના આધારે)
૨. બફારો (જ.દી.ઓક્ટો; દીપોત્સવી વિશેષાંક-૧):
સંઘર્ષ વિનાની પ્રેમકથા.
રાધેશ્યામ શર્મા: ચિત્રગુપ્તના ચોપડે કાશ્મીર! (જ.દી.ઓક્ટો;
દીપોત્સવી વિશેષાંક-૧): સાચાબોલા કાકાનો
પુનર્જન્મ કાશ્મીરમાં થાય એવું વરદાન મળે.
રામ સોલંકી: માણસાઇ (જ.દી. માર્ચ-એપ્રિલ સંયુક્ત અંક
વસંત/દલિત વિશેષાંક): માણસાઇની પરીક્ષામાં સવર્ણ યુવક નાપાસ થાય છે જયારે દલિત
યુવક પાસ થાય છે.
રેખા સુનીલભાઈ ભીમાણી: આરતીટાણું (મમતા, મે): બાળક અને
વૃદ્ધ વચ્ચેના સ્નેહભર્યા સંબંધની વાત.
રોશની ઘનશ્યામ પટેલ: વસંત ઋતુ (મમતા, એપ્રિલ): સત્યનો
અસ્વીકાર કરતી સ્ત્રીની કરુણાંતિકા.
રોશની પાઠક: આશાલતા (જ.દી.જૂન): કામના સંદર્ભે થયેલાં
પરિચયમાં કલેકટરના શ્રીમતીજી જોડે સ્નેહસંબંધ બંધાયો.
રોહિત વધવાણા: સુધા (શબ્દસૃષ્ટિ, સપ્ટેમ્બર): અક્ષમ યુવતીનો
નોકરી માટેનો સંઘર્ષ.
ર: લેખકો: ૨૩ વાર્તાઓ: ૩૭
###
(યાદી અપૂર્ણ)
No comments:
Post a Comment