કક્કાવારી ૨૦૧૯ ભાગ ૨
વર્ષ ૨૦૧૯ ની ટૂંકી વાર્તાઓની યાદી (ભાગ ૨)
આ યાદીમાં નવનીત સમર્પણ, શબ્દસૃષ્ટિ, પરબ, મમતા વાર્તામાસિક
અને જલારામદીપ સામયિકોનાં આખા વર્ષના તમામ અંકોમાં પ્રસિદ્ધ થયેલી કુલ ૩૨૩ વાર્તાઓ
સમાવી છે.
વિગતનું ફોર્મેટ: /લેખકનું નામ/ વાર્તાનું શીર્ષક/ સામયિક/પ્રકાશન
મહિનો /વાર્તાનો વિષય એમ રહેશે.
સંક્ષિપ્ત રૂપોની સમજણ:
ન.સ.=નવનીત સમર્પણ, જ.દીપ= જલારામદીપ.
ભૂલચૂક લેવીદેવી.
###
ભાગ ૨ માં ત, દ, ધ, ન અને પ થી શરુ થતાં નામધારી લેખકોની વાર્તાઓની યાદી અપાઇ
છે.
ત
તારિણીબેન દેસાઇ: ઈલાજ કયો? (જ.દી.ઓક્ટો; દીપોત્સવી
વિશેષાંક-૧): એક સ્ત્રીને લગ્ન જીવનનાં
પચીસ વર્ષ પછી પણ શારીરિક સુખ મળ્યું નથી.
ત: લેખક: ૧, વાર્તા: ૧
દ
દક્ષા પટેલ: સ્ટોરરૂમ (શબ્દસૃષ્ટિ, ફેબ્રુઆરી): વરિષ્ઠ
નાગરિકની અવહેલના. પુત્રને અભ્યાસ માટે ઓરડો જોઈએ છે એટલે દાદાજીને સ્ટોરરૂમમાં
ધકેલી દીધા.
દક્ષા સંઘવી: મજાક (જ.દી.નવેમ્બર દીપોત્સવી વિશેષાંક-૨):
દામ્પત્યજીવનમાં સ્વભાવફેરના લીધે ગેરસમજ અને તકરાર.
દર્શના ત્રિવેદી: ઋણાનુબંધ (મમતા, ઓક્ટોબર): બીજા પુરુષ
બહુવચન કથન શૈલીમાં દીર્ઘપ્રેમકથા.
દર્શિતા જાની: એક તક (મમતા, મે): માનવઅંગોનો વેપાર કરતી ટોળકી સામે જંગે ચડતા એક
અપંગની વાત.
દલપત ચૌહાણ: ૧. ખાસડાં (જ.દી. માર્ચ-એપ્રિલ સંયુક્ત અંક
વસંત/દલિત વિશેષાંક): સવર્ણોમાં મૃત્યુ પ્રસંગે દલિતોએ ખાસડાં ઊંચકવા એવા પ્રચલિત
રિવાજ સામે વિદ્રોહ. ૨. દાઝ (જ.દી.ઓક્ટો; દીપોત્સવી વિશેષાંક-૧): સવર્ણ કોમના તલભા
વિરુદ્ધ દાઝ. કાશી જઇને કરવત મૂકાવીને બીજો જન્મ કૂતરાનો માંગીને એના કુલે કરડવું
છે!
દશરથ પરમાર: ૧. બંધારણ સભા-એક અહેવાલ (જ.દી. માર્ચ-એપ્રિલ
સંયુક્ત અંક વસંત/દલિત વિશેષાંક): સમાજમાં સુધારાની આવશ્યકતા છે એવું સૂચવતી
વાર્તા. ૨. તલાજીનું ખેતર (જ.દી.નવેમ્બર દીપોત્સવી વિશેષાંક-૨): કંપનીને જમીન
વેચ્યા પછી ખેડૂતોની થતી બેહાલી.
દાન વાઘેલા: કરજદાર (જ.દી. માર્ચ-એપ્રિલ સંયુક્ત અંક
વસંત/દલિત વિશેષાંક): પ્રગતિ થઇ ગયા પછી દલિત સમાજથી અંતર રાખતાં લોકો પર
વ્યંગ.
દિનકર જોષી: ૧. નૈમિષારણ્યનો નોળિયો (ન.સ.જાન્યુ): યુવાન
પેઢીમાં સંસ્કારોનું અવમૂલ્યન ૨. ચિંતા નહીં કરતી (જ.દી.ઓક્ટો; દીપોત્સવી
વિશેષાંક-૧): કરુણાંતિકા
દિલીપ ગણાત્રા: દાર્જીલિંગમાં (મમતા, ઓક્ટોબર): વ્યસની અને
બેકાર પતિથી ત્રાસી નાયિકા નોકરીના સ્થળે માલિક જોડે સંબંધ રાખે. સાસરિયાંને જાણ
થતાં નોકરી છોડવી પડે, લગ્નસંબંધ અને ઘરમાંથી પણ જાકારો મળે.
દીના પંડ્યા: ૧. સાહચર્ય (જ.દી.જુલાઇ-હાસ્યકથા વિશેષાંક):
કુટુંબીજનો અને પાડોશીઓ સહુ ભેગાં થઇને પ્રોફેસરના ભૂલકણા સ્વભાવની મશ્કરી કરે છે.
૨. મિશન ઈમ્પોસિબલ (જ.દી.નવેમ્બર દીપોત્સવી વિશેષાંક-૨): વરિષ્ઠ નાગરિકની
સમસ્યા+અલગારી વૃદ્ધની કથા.
દીનુ ભદ્રેસરિયા: બીજ બદલો (મમતા, ફેબ્રુઆરી): પંચાયતની
ચૂંટણીમાં સરપંચની બેઠક દલિતો માટે અનામત જાહેર થાય છે.
દીપક રાવલ: ડોગી (શબ્દસૃષ્ટિ, જૂન): પતિ-પુત્ર વ્યસ્ત
રહેતાં નાયિકા તરફ દુર્લક્ષ થયું એટલે નાયિકાએ ડોગી પાળ્યું.
દીવાન ઠાકોર: મીણબત્તી (પરબ, ઓગસ્ટ): મૃત સ્વજનની સ્મૃતિ.
દ: લેખકો: ૧૩, વાર્તાઓ: ૧૭
ધ
ધરતી દવે: અધૂરો પ્રેમ (મમતા, નવેમ્બર): ફેન્ટેસી. મદદકર્તા
છોકરો તો દોઢ વર્ષ પહેલાં જ મૃત્યુ પામ્યો હતો!
ધરમાભાઇ શ્રીમાળી: ૧. છાલક (જ.દી. માર્ચ-એપ્રિલ સંયુક્ત અંક
વસંત/દલિત વિશેષાંક): દલિતો પ્રત્યેની સવર્ણોની માનસિકતા હજી બદલાઇ નથી. ૨. પીપળો (જ.દી.નવેમ્બર દીપોત્સવી વિશેષાંક-૨):
પીપળાને બોલતો બતાવ્યો છે. ગોચરની જમીન પરનું દબાણ હઠે છે, દલિતોને ન્યાય મળે છે.
ધર્મેન્દ્ર ત્રિવેદી: ગમવું એટલે (શબ્દસૃષ્ટિ, સપ્ટેમ્બર):
વિજાતીય પાત્રોનો એકબીજાને જોવાનો દ્રષ્ટિભેદ.
ધર્મેશ ગાંધી: ૧. ઘાટ વિનાની ગલી (જ.દી.નવેમ્બર દીપોત્સવી
વિશેષાંક-૨): બનારસ ફરવા ગયેલા નાયકને ત્યાંની ગલીમાં મળી આવે છે દીકરીની એક ખાસ
સખી. બંને એક સાથે જ ખોવાઇ ગયેલી. એ સખી અહીં વેશ્યાવ્યવસાયમાં પ્રવૃત્ત છે! નાયક
વિમાસણમાં પડે: પોતાની દીકરી કયા હાલમાં હશે? ૨. દોખ્મે-નશીની (મમતા, ફેબ્રુઆરી):
દીકરીના જન્મ પછી ક્રૂર અધિકારીનું હ્રદયપરિવર્તન. ૩. ચીબરી (મમતા, જુલાઇ, હોરર વિશેષાંક): કથક
પોતાના મૃત્યુનું વર્ણન કરે છે.
ધીરુબેન પટેલ: ૧. એક કામ કર (ન.સ.ઓક્ટોબર-દીપોત્સવી):
ગાંધીના અનુયાયીઓનું ભ્રમનિરસન ૨. પાર્ટટાઇમ દાદાજી (જ.દી.ઓક્ટો; દીપોત્સવી
વિશેષાંક-૧): તુલસીદાસને સંબંધોની માયાજાળમાં ફરીથી બંધાવું નથી.
ધ: લેખકો: ૫ વાર્તાઓ: ૯
ન
નઈમ એમ. કાઝી: બાવીસ કિલોમીટર (જ.દી.મે): વિભાજનકથા.
નગીન વણકર: આકાશ (શબ્દસૃષ્ટિ, જાન્યુઆરી): મૈત્રીસંબંધ. મિત્રના
મૃત્યુને કારણે નાહિંમત થયેલા મિત્રની વાત.
નટવર પંડ્યા: એક કિલો પેંડા (જ.દી.જુલાઇ-હાસ્યકથા
વિશેષાંક): પ્રેમિકાએ શરત કરેલી કે મળવા આવે ત્યારે જોડે એક કિલો પેંડા લાવવા. પણ
મળવાનું મોડું થતાં એક એક કરીને બધાં પેંડા ખવાઈ ગયાં!
નટવર હેડાઉ: ૧. ત્રીજા નંબરનું મડદું (જ.દી. ફેબ્રુઆરી):
પ્રયોગાત્મક વાર્તા. મડદાં વાતો કરે છે! ૨. મનની સુંદરતા (જ.દી.જૂન): તનની નહીં પણ
મનની સુંદરતા શ્રેષ્ઠ છે એવો સંદેશ આપતી વાર્તા.
૩. ઈન્ટરનેટ (જ.દી. સપ્ટેમ્બર): ઇન્ટરનેટ પર પોર્નસાહિત્ય જોતાં પકડાઇ ગયેલાની
આત્મહત્યા. ૪. એન્કાઉન્ટર (મમતા, ડિસેમ્બર):
એક નિર્દોષને એન્કાઉન્ટરમાં ગોળીએ દીધા પછી પોલીસ અધિકારીને થતો અપરાધભાવ.
નયના મહેતા: સાવકીની સેલ્ફી (જ.દી. ફેબ્રુઆરી): સાવકી
માં-બહેનનો ત્રાસ; મસિયાઈ બહેને ઇલાજ કર્યો.
નવનીત જાની: ૧. બાપુજીનો દુઃખાવો (ન.સ.માર્ચ): વરિષ્ઠ
નાગરિકની સમસ્યા. ૨. બાપુજી વિ.બાપુજી (ન.સ.ડિસેમ્બર): ભ્રષ્ટાચાર વિ. પ્રામાણિકતા.
ડો.નવીન વિભાકર: ૧. રૂમાલ (જ.દી. જાન્યુઆરી): આફ્રિકાસ્થિત
ગુજરાતી કુટુંબ એક અનાથ બાળકને દત્તક લે. ૨. ચિંતા (જ.દી.જૂન): સંતાનોની ચિંતા
કરતાં માતાપિતા.
નસીમ મહુવાકર: અધૂરું-મધુરું (જ.દી.ડિસેમ્બર): પતિના મૃત્યુ
બાદ દીકરીઓને પરણાવી.
નરેન્દ્રસિંહ રાણા: બંધન (મમતા, જુલાઇ, હોરર વિશેષાંક): દસ
હજારની શરત જીતવા નાયક ભૂતિયા વડ નીચે એક રાત ગુજારે છે.
નિયતી કાપડિયા: દિવ્યા (મમતા, જુલાઇ, હોરર વિશેષાંક):
અકસ્માતમાં મૃત્યુ પામેલી દીકરી દોષિત ડ્રાઈવરને પકડાવી દે.
નીતા જોશી: ૧. ઉકેલ વગરનો માણસ (પરબ, જુલાઇ): પત્ની, માતા
અને પિતાની પ્રેમિકા એમ ત્રણ સ્ત્રીઓ વચ્ચે સમતુલન સાધતો માણસ. ૨. શશીકાન્ત ગોળવાળો (જ.દી.નવેમ્બર દીપોત્સવી
વિશેષાંક-૨): જે કન્યાએ એક સમયે શશીકાન્તનું માંગું નકારેલું એની જ પૌત્રી જોડે
નાયકની દોહિત્રીનું ગોઠવાય છે.
નીતિન ત્રિવેદી: ૧. ગાલાખ્યાન (જ.દી.ઓક્ટો; દીપોત્સવી
વિશેષાંક-૧): ક્રોધનો ઈલાજ. ૨. રિસાયણ (મમતા, સપ્ટેમ્બર): રીસાવા માટે મરણિયા પ્રયાસ કરતો નાયક.
નીલમ દોશી: ૧. એક વાર્તા (જ.દી.ડિસેમ્બર): રાહ ભટકી ગયેલી
દીકરીને ઠેકાણે લાવવા માતા પોતાના જીવનમાં કાલ્પનિક કટોકટી ઊભી કરે. ૨. ઈચ્છામૃત્યુ
(મમતા, એપ્રિલ): મોહમાયાનો ત્યાગ કરવું સહેલું નથી હોતું.
નીલેશ રાણા: ૧. અને... (ન.સ.એપ્રિલ): અતૃપ્ત સ્ત્રીની વાત.
૨. અફસોસ (મમતા, જૂન): અનાથ બાળકો અને નિ:સંતાન માબાપોનું મિલન કરાવતી એજન્સી
ચલાવતી મહિલાને ફોન આવે છે: હું તમારી ત્યજાયેલી દીકરી બોલું છું.
નેહા રાવલ: જોડણીમાતાની કથા (મમતા, ફેબ્રુઆરી): ભાષા
પ્રત્યે બેદરકારી દાખવતી આજની પેઢી વિષે કટાક્ષ કરતી હાસ્યવાર્તા.
ડો.એન.એચ.કોરિન્ગા: રેંકડી (જ.દી.ડિસેમ્બર): શ્રીમંત વિ. ગરીબ.
અકસ્માત પછી એક ગરીબે પોતાની રેંકડી પર નાયકને હોસ્પિટલમાં પહોંચાડીને જીવ
બચાવ્યો.
ન: લેખકો: ૧૬, વાર્તાઓ: ૨૫
પ
પન્ના ત્રિવેદી: ૧. દાન (ન.સ.મે): પૈસાની લાલચે દીકરીને
અયોગ્ય ઠેકાણે પરણાવી. ૨. સ્કિલ ઇન્ડિયા (ન.સ.નવેમ્બર): સરકારી યોજનામાં
ભ્રષ્ટાચાર. ૩. વાર્તા બનતી નથી (ન.સ.ડિસેમ્બર): વાર્તામાં વાર્તા, પિતૃસત્તાક
વ્યવસ્થામાં સ્ત્રીની અવહેલના. ૪. મૂછ (પરબ, ફેબ્રુઆરી): દલિતો જોડે અન્યાય. ૫.
ઉત્ખનન (શબ્દસૃષ્ટિ, સપ્ટેમ્બર): ગામડાના ઘરમાં ખોદકામ કરતાં પ્રાચીન મૂર્તિનું
મળી આવવું. એના લીધે ગામમાં મચેલા હોબાળાની વાત. લોભ-લાલસા વગેરે. ૬. વિનુનું ઘર
(જ.દી.ઓક્ટો; દીપોત્સવી વિશેષાંક-૧):
નિ:સંતાન સ્ત્રી પ્રત્યે સમાજના અભિગમ વિષે પ્રશ્ન કરતી વાર્તા. ૭. ૧૯૯
ઓન્લી (મમતા, ઓગસ્ટ): છેવાડાના માણસને રદ્દ થયેલી ૫૦૦ ની નોટ આપીને છેતરતા
શેઠિયાની વાત.
પવન ભટ્ટ: એક સંધ્યા (મમતા, એપ્રિલ): વાસ્તવિકતા અને ભ્રમણા
વચ્ચે આવનજાવન કરતી ગૂઢકથા.
પરબતકુમાર નાયી: કંધોતર (શબ્દસૃષ્ટિ, ફેબ્રુઆરી):
મિત્રપ્રેમ. ત્રણ દીકરીઓ પછી જન્મેલો પુત્ર કુપાત્ર નીકળ્યો એટલે જગતો દુઃખી
થઇને મર્યો. જગતાના મૃત્યુ પછી
મિત્રવિરહમાં હેમતોજી મૃત્યુ પામ્યો.
પરીક્ષિત જોશી: સોના-ગ્રાફી (મમતા, જાન્યુઆરી): ગેરકાયદે
લિંગપરીક્ષણ અને ભૃણહત્યા.
પારુલ ખખ્ખર: ૧. ઢાંકણ (ન.સ.ફેબ્રુ): પિયરમાં પિતાની
સ્મૃતિચિહ્નો નાશ પામે. ૨. ભેંકડો (પરબ, ઓક્ટોબર): અભાવો વચ્ચે ઊછરેલી અંજુ
ત્રિભેટે ઊભી છે. એક રસ્તો એની વર્તમાન સ્થિતિનો, બીજો રસ્તો શિક્ષણ મેળવીને
ઉન્નતિ કરવાનો અને ત્રીજો રસ્તો દેહવ્યાપારનો. ૩. સેવા (મમતા, જાન્યુઆરી અને
એપ્રિલ): લાલાની સેવાનો વ્યવહારુ ઉપાય.
પારુલ કંદર્પ દેસાઇ: એકરૂપ (ન.સ.મે): ઘરેલુ હિંસાની શિકાર
બનતી સ્ત્રી.
પિનાકિન દવે: અપરાધ અને સજા (જ.દી.ઓગસ્ટ): ઈશ્વરના ચમત્કારની
કથા. લેણદાર એલફેલ બોલ્યો એટલે દેવાદારના ભગવાને પેલાને સળગાવી દીધો. અદાલતે
આરોપીને નિર્દોષ છોડી દીધો.
પૂજન જાની: ખૂટતી કડી (જ.દી. જાન્યુઆરી): આજે પણ માતાપિતાની
ઈચ્છા વિરુદ્ધ જઇને કેટલાંક સંતાનો પોતાની પસંદગીથી પરણી શકતાં નથી.
ડો.પ્રફુલ દેસાઇ: ૧. ભરબજારે (જ.દી. ફેબ્રુઆરી): આજની
દ્રૌપદીની વ્યથા. ૨. કલમી આંબો (જ.દી.મે): પાડોશની સ્ત્રીનું સરોગેટ મધર બનવું અને
ક્થકનું નિ:સંતાનપણું. ૩. વાટ ખૂટ્યાની
વેળા: (જ.દી.ઓક્ટો; દીપોત્સવી વિશેષાંક-૧): ઘરના સભ્ય પાછાં આવતાં ઉદ્વેગ અનુભવતાં
સ્વજનની વાત.
પ્રફુલ આર. શાહ:
ચાઈલ્ડ હસબન્ડ (મમતા, જાન્યુઆરી): અનૈતિક સંબંધની વાત.
પ્રણાલી અંજારિયા: મૈત્રી (મમતા, સપ્ટેમ્બર): કોલેજમાં ભણતી
બે સખીઓની વાત.
પ્રભુદાસ પટેલ: ૧. વાવુડી (શબ્દસૃષ્ટિ, ડિસેમ્બર): ઘરના
વડીલથી ખાનગીમાં છોકરાઓ જમીનનો સોદો કરી નાખે છે. ૨. મગરીવાળું ખેતર (જ.દી.ઓક્ટો;
દીપોત્સવી વિશેષાંક-૧): સરપંચના વાદે જમીન
વેચવા તૈયાર થયેલા દીકરાના કારણે પિતાને આઘાત લાગે છે.
પ્રવીણ ગઢવી: ૧. નાગદહન (જ.દી. ફેબ્રુઆરી): પૌરાણિક કથા. ૨.
રત્નાકર મંથન (જ.દી.જૂન): સમુદ્રમંથનની પૌરાણિક કથા. ૩. કૃષ્ણાની કથાવ્યથા (જ.દી.નવેમ્બર દીપોત્સવી વિશેષાંક-૨): દ્રૌપદીની વ્યથાકથા. પૌરાણિક કથા.
પ્રવીણસિંહ ચાવડા: ૧. આકાશ બતાવું (ન.સ.મે): રેખાચિત્ર ૨. યદુકાન્તની પુત્રીઓ
(ન.સ.ઓક્ટોબર-દીપોત્સવી): પિતાનો આધાર બનતી એક પુત્રીની વાત.
પ્રવીણ દરજી: અમે અક્કરમી: (જ.દી.જુલાઇ-હાસ્યકથા વિશેષાંક):
એક અક્કરમીની એકોક્તિ.
પ્રવીણ શાસ્ત્રી: આત્મા, ભૂત કે ભ્રમણા? (મમતા, ડિસેમ્બર):
કલાપીની કવિતાના ચાહક ધરમસિંહ પોતાને સૂરસિંહ સમજવા લાગ્યા. પોતે કલાપી હોવાની ભ્રાંતિ થઇ ગઇ.
પાયલ શાહ: એક ડગલું આભ ભણી (મમતા, ડિસેમ્બર): માબાપને દત્તક
લેતા યુવાન દંપતીની વાત.
પ્રીતિ સેનગુપ્તા: નકામી બધી ચીજો (શબ્દસૃષ્ટિ,
ઓગસ્ટ): પતિના મૃત્યુ પછી જૂની ડાયરી હાથ
લાગે છે. ભૂતકાળની યાદો.
પ: લેખકો:૧૮, વાર્તાઓ: ૩૨
###
(યાદી અપૂર્ણ)
No comments:
Post a Comment