શબ્દસૃષ્ટિ જાન્યુઆરી ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ
(૧૫૫ શબ્દો)
જીવતર (દીના પંડયા):
સ્વજનો અને ખાસ તો દીકરાના મૃત્યુ પછી સવીમા ચિત્તભ્રમની
સ્થિતિમાં રહે છે. લાંબો સમય એવી સ્થિતિમાં વીતાવ્યા બાદ અચાનક એક ક્ષણે અટકી
ગયેલી જિંદગી એ ફરીથી જીવવા માંડે છે. સવીમાની માનસિક સ્થિતિનું સારું આલેખન.
તું પણ “એ” જ છે (બાદલ પંચાલ):
ભિન્ન જાતીય ઓળખની વાર્તા.
કોલેજમાં ભણતા ચાર-પાંચ યુવાનો શહેરના કોઈ એક ઘરમાં ભાડેથી
રહે છે. અન્ય સહુ મિત્રોની જેમ જિંદગીની મઝા માણી ના શકતા નાયકને ધીમે ધીમે ખ્યાલ
આવે છે કે પોતે અન્યોથી જુદો છે. પોતે કેવો છે એની સભાનતા એનામાં પ્રગટવાની
સંપૂર્ણ પ્રક્રિયાનું પ્રતીતિજનક સચોટ
આલેખન.
તદ્દન હટ કે વિષય; પ્રશંસનીય રજૂઆત. નવી પેઢીના આ
વાર્તાકારની લેખનસફરની એક મહત્વની અને નોંધનીય વાર્તા.
લઘુકથાઓ
ધરપત (રાજેશ વાઘેલા): હંમેશા તોફાનમસ્તી કરતો છોકરો જરૂર પડયે ડાહ્યો
બની શકે છે એટલું જાણી માતાના જીવને નિરાંત થાય છે.
અવસ્થા (સંજય તરબદા ‘સાંજ’): પરિવારની જવાબદારીઓના બોજ હેઠળ માણસ ક્યારેક પોતાની
જાત પ્રત્યે બેદરકાર રહી જતો હોય છે.
--કિશોર પટેલ; 09-02-23 08:45
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી
સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત
થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment