Monday, 20 February 2023

ભવન્સના પૂર્ણ કદનાં નાટકોની સ્પર્ધાનાં નાટકો વિષે નોંધ (ભાગ ૬)

(૪૬૩ શબ્દો)

સોમવાર ૧૩  ફેબ્રુઆરી ૨૦૨૩ ની સાંજે

કર્મસુ આર્ટસ, સુરત પ્રસ્તુત

સાવ અમસ્તું નાટક નાટક

લેખક: પ્રિયમ જાની, દિગ્દર્શક: રિષિત ઝવેરી

સ્પર્ધાના અંતિમ ચરણમાં પ્રવેશેલાં પ્રિયમ જાનીના બંને નાટકોમાં પરિવેશ એક સામાન, નાટયજગતનો જ છે. ફરક એટલો છે કે નાટક “દિગ્દર્શક”માંનો નાયક એક દિગ્દર્શક છે જયારે “સાવ અમસ્તું નાટક નાટક”માં નાયક છે એક નાટયલેખક.

જાણીતા નાટયલેખક શેખરની નાટયમંડળીમાં એની પત્ની કનિકા મુખ્ય અભિનેત્રી છે, મંડળીના નાટકોમાં એ હંમેશા નાયિકાની ભૂમિકાઓ કરતી હોય છે.

નાટયજગતનો અન્ય એક પ્રતિભાશાળી લેખક-દિગ્દર્શક અને આ કલાકાર દંપતીનો મિત્ર ધ્રુવ શેખર ઉપર આરોપ મૂકે છે કે એ હંમેશા પ્રેક્ષકોને ગલગલિયાં થાય એવા સસ્તાં કોમેડી નાટક જ કર્યા કરે છે. એનું કહેવું છે કે પ્રેક્ષકોનો ટેસ્ટ બગાડવામાં શેખર જેવા નાટયનિર્માતા-દિગ્દર્શકોનો મોટો ફાળો છે. એ કનિકાને સૂચન કરે છે કે તું શેખરને આગ્રહ કર કે તને કેન્દ્રમાં રાખીને એક પ્રયોગાત્મક નાટક બનાવે જેથી કનિકાને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળી શકે. આના જવાબમાં શેખરનું કહેવું છે કે એવા નાટકો કમાણી કરી શકતા નથી એટલે એ ખોટનો સોદો નહીં કરે. ધ્રુવ ખાનગીમાં કનિકાના કાન ભંભેરે છે કે શેખર નથી ઈચ્છતો કે તને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળે. જો તું બ્રેક લેવાની ધમકી આપશે તો જ એ તારા માટે સારું નાટક બનાવશે. કનિકા ધ્રુવની વાતોમાં આવીને શેખરને ધમકી આપીને બ્રેક લઈ લે છે. છેવટે શેખર પોતાની જ અસલી કહાણી (એના મિતાલી જોડેના પ્રેમસંબંધ અને બ્રેકઅપની વાત વણી લઈને) પરથી એક પ્રયોગાત્મક નાટક લખે છે.

હવે ધ્રુવ અને એની એક સાથી જીયા શેખરને નાટકની તૈયારીમાં મદદ કરવાનાં બહાને આડખીલીઓ ઊભી કરે છે. શેખર ખૂબ પરેશાન થઈ જાય છે.

શું કનિકાને ધ્રુવની ચાલબાજી સમજાય છે ખરી? શેખરના નાટકનું છેવટે શું થાય છે?

એક રીતે આ નાટક ધંધાદારી અને પ્રયોગાત્મક નાટકોના આદર્શોમાં રહેલો તફાવત અધોરેખિત કરે છે અને બીજી બાજુ  મુંબઈની રંગભૂમિ પર વિપુલ પ્રમાણમાં ભજવાતાં કોમેડી નાટકો વિષે એક કટાક્ષ પણ કરે છે. જો કે શેખર આવા નાટકોના બચાવમાં એક ક્ષણે કહે છે કે “આ પ્રકારના નાટકોમાં કામ કરતાં કલાકાર-કસબીઓએ સાંજ પડયે ઘરનો ચૂલો સળગાવવાનો હોય છે. પ્રયોગાત્મક નાટકો કરીને ગાંઠના ગોપીચંદન કરવાનું કોને પરવડે?” આમ બંને પક્ષે વાજબી દલીલો રજૂ થાય છે.   

શેખરની ભૂમિકામાં સ્વપ્નીલ પાઠકના અભિનયમાં પાત્રની મન:સ્થિતિ સારી રીતે પ્રગટ થાય છે. કનિકાની ભૂમિકામાં ડો. વિધિ જૈન પ્રભાવશાળી રહે છે. ધ્રુવની ભૂમિકામાં  અભિષેક કર્ણિક ખલનાયકની છટાઓ પ્રગટ કરવામાં સફળ રહે છે. અન્ય સહાયક ભૂમિકાઓમાં મિતાલી તરીકે કવિતા મારફતિયા, બિપિન તરીકે ધ્રુવ બાલસારા, જીયા તરીકે ફોરમ પંડ્યા, નાટયનિર્માતા તરીકે વિશાલ પટેલ અને ધ્રુવના એક મિત્ર તરીકે ઉજ્જવલ જરીવાલા ઈત્યાદી સહુ પાત્રોચિત અભિનય કરે છે.

નિર્માતા: ફોરમ પંડ્યા અને નિલય હુણ,  તાંત્રિક વિભાગોમાં સંગીત: આગમ જૈન અને રાજ મોદી, સંગીત સંચાલન: ઉજ્જવલ જરીવાલા, પ્રકાશ આયોજન: રિષિત ઝવેરી, પ્રકાશ સંચાલન: મિતુલ હરીશ લુહાર અને સની કાનડિયા, શીર્ષકગીત: રિષિત ઝવેરી, ગીતકારઃ ડૉ. પ્રતીક્ષા વાઘેલા, સેટ ડિઝાઇન: નીલ દોશી, રંગભૂષા: અર્ચા સોમૈયા, પ્રોડકશન મેનેજર: મુકુંદ કિનખાબવાલા અને નેપથ્ય: વિશાલ પટેલ, વંશ ખેરનાર અને હેમીલ  પટેલ.  

--કિશોર પટેલ, 20-02-23; 16:14

###

No comments: