Friday, 4 November 2022

વર્ષ ૨૦૨૧ ની ટૂંકી વાર્તાઓની યાદી (ભાગ ૩)


 

વર્ષ ૨૦૨૧ ની ટૂંકી વાર્તાઓની યાદી (ભાગ ૩)

વિગતનું ફોર્મેટ: /લેખકનું નામ/ વાર્તાનું શીર્ષક/ સામયિક/અંક/વાર્તાનો વિષય એમ રહેશે.

સંક્ષિપ્ત રૂપોની સમજણ:  ન.સ.=નવનીત સમર્પણ, શ.સ.= શબ્દસૃષ્ટિ

ભૂલચૂક લેવી દેવી.

###

આજે રજૂ થાય છે ભાગ ૩ જેમાં ન, પ, ફ, બ, ભ અને મ  થી શરુ થતાં નામધારી લેખકોની વાર્તાઓની યાદી અપાઇ છે.

નગીન વણકર: ચરે વૈતિ ચરૈવેતિ (મમતા એપ્રિલ ૨૦૨૧): અશ્વત્થામાની પીડા.

નટવર આહલપરા: વસુંધરાને ખોળે ભણતર (મમતા, સપ્ટેમ્બર ૨૦૨૧): શિક્ષણકાર્યકર્તાનું પ્રશસ્તિગાન.  

નટવર હેડાઉ: ૧. ઓછાયો (મમતા, જૂન ૨૦૨૧ અને પરબ ઓક્ટોબર ૨૦૨૧ ): વરિષ્ઠોની સમસ્યા. આત્મહત્યા કરવા નીકળેલું દંપતી પાછું આવે. ૨. ચિનારને કુંપળ ફૂટી રહી છે (શબ્દસૃષ્ટિ જૂન ૨૦૨૧): કાશ્મીરની આજની ચિંતાજનક પરિસ્થિતિ.

નરેન્દ્ર જોશી: દુર્ગા (મમતા, ઓક્ટોબર ૨૦૨૧): સ્ત્રી સશકતીકરણ.    

નરેન્દ્રસિંહ રાણા: ૧. પ્રતિગામી (મમતા મે ૨૦૨૧): ફેન્ટેસી, રસીનો પ્રયોગ પતિ પર કર્યો. ૨. થોર (મમતા, ઓગસ્ટ ૨૦૨૧): ગુનાખોરીના ઈતિહાસવાળા કુટુંબની વાત.  ૩. ત્રણ શરત (મમતા, નવે-ડિસે ૨૦૨૧): ફેન્ટેસી, પરીકથા.

નંદિતા મુનિ: આદમખોર (વારેવા, ઓક્ટોબર ૨૦૨૧): જિમ કોર્બેટની કાલ્પનિક નોંધપોથી પરથી પ્રેરિત સ્વતંત્ર શિકારકથા.

નિકુંજ ર. દેસાઈ: વસિયત (મમતા, ઓક્ટોબર ૨૦૨૧): સંતાનો દ્વારા ઉપેક્ષિત વડીલ સર્વે મિલકતનું દાન કરી જાય.

નિખિલ વસાણી: વેરાવળ-ઢસા (વારેવા, ડિસેમ્બર ૨૦૨૧): ટ્રેનમાં મળેલા સહપ્રવાસીની એકોક્તિ 

નિર્ઝરી મહેતા: એ તો જીવી ગઇ છે! (મમતા, ઓગસ્ટ ૨૦૨૧): છૂટાં પડેલાં માતાપિતાને એક કરવાની મથામણ.  

નિપુણ કારિયા: શિલ્પા ઉર્ફ શીલા (મમતા એપ્રિલ ૨૦૨૧): ભાવિ પતિ શીલભંગ કરે છે. પાડોશી બાળક સંજીવની મંત્ર ફૂંકે છે.

નિયતી કાપડિયા: તમાશો (મમતા, જૂન ૨૦૨૧): ઘરમાં થતી તકરારનો હેવાલ

નીલા ભરત સંઘવી: માસ્ક (મમતા, ઓક્ટોબર ૨૦૨૧): પતિ દ્વારા ઉપેક્ષિત પત્ની એક ગ્રુપમાં જોડાય.

નીલેશ મુરાણી: એકાવન કટિંગ (એતદ જુલાઇ-સપ્ટે ૨૦૨૧): દાંપત્યજીવનમાં વિખવાદ.

નીલેશ રાણા: 1. સંબંધ અજાણ્યો (શબ્દસૃષ્ટિ ફેબ્રુ. ૨૦૨૧) પિતાના પ્રેમથી વંચિત કન્યા ચોરને ઘરની કિંમતી માલમત્તા સાથે ભાગવામાં મદદ કરે છે. 2. મેક અ વિશ (ન.સ. માર્ચ ૨૦૨૧) બે યુગ્મ. એક પુરુષ ડિવોર્સ લેવાનો છે તે સાંભળી બીજા યુગ્મની સ્ત્રી ખુશ થાય. એકપક્ષી ખેંચાણ. ૩. એક મિનીટ (એતદ જુલાઇ-સપ્ટે ૨૦૨૧): ફેન્ટેસી, લેખક અને પાત્ર વચ્ચે સંવાદ.

નીલેશ રૂપાપરા: રોગચાળો (વારેવા, ડિસેમ્બર ૨૦૨૧): અતિવાસ્તવ સૃષ્ટિની ઝલક, મીડિયાની ડિબેટ-દૂષિત વાતાવરણ.   

નેહા રાવળ: ૧. ઝમકુડી રે ઝમકુડી (મમતા મે ૨૦૨૧): ફેન્ટેસી. ૨. રમત (વારેવા, ઓક્ટોબર ૨૦૨૧): સ્ત્રી-પુરુષની માનસિક રમતના આટાપાટા. 

લેખકો: ૧૬,  વાર્તાઓ: ૨૨

પથિક પરમાર: તેજોવધ (મમતા માર્ચ ૨૦૨૧) દલિત શિક્ષક યુવાન જોડે ગામડામાં અન્યાય.

પરીક્ષિત જોશી: સ્વપ્નવત (પરબ, નવેમ્બર ૨૦૨૧): બિનસાહિત્યિક માણસ વાર્તાલેખનની શિબિરમાં ભાગ લે તેનો હળવી શૈલીમાં અહેવાલ. 

પન્ના ત્રિવેદી: પડદા (ન.સ.નવેમ્બર ૨૦૨૧): કન્યા પર પરિચિતનો દુરાચાર

પ્રકાશ દવે: ખોટા રસ્તે (મમતા, સપ્ટેમ્બર ૨૦૨૧): કન્યાને સરખી તૈયાર ના કરી.

પ્રજ્ઞા વશી: મંદોદરી (મમતા એપ્રિલ ૨૦૨૧): પત્નીને બંગલામાં કેદ રાખી પતિ બજારુ સ્ત્રી લાવી મઝા કરે છે.

પ્રફુલ કાનાબાર: શિખંડી (મમતા એપ્રિલ ૨૦૨૧): નાયક બદલો લે છે.

પ્રભુદાસ પટેલ: ૧. ઓરડી (પરબ જાન્યુ ૨૦૨૧) ઘરના ખૂણે એક ઓરડીમાં હોમ ક્વોરોન્ટાઇન થયેલા વરિષ્ઠ નાગરિકની પીડા. ૨. બાપ! (મમતા, જૂન ૨૦૨૧): નારીચેતનાની વાત, શોક્યના આગમનથી પતિ ત્યાગ કરીને એકલે હાથે પુત્રનો ઉછેર કરતી સ્ત્રી.   

પ્રવીણ ગઢવી: ૧. મૂછ (મમતા માર્ચ ૨૦૨૧) દલિતો મૂછ રાખે એ સવર્ણોથી સહન થતું નથી. ૨. સોનેરી ચંપલ (મમતા, જૂન ૨૦૨૧): દલિતો જોડે ભેદભાવ.

પ્રવીણસિંહ ચાવડા: ૧. ઉપપિતા (ન. સ. ફેબ્રુ. ૨૦૨૧) મિત્રની દીકરીનું ગોઠવાય. મિત્રપરિવાર જોડે સ્નેહસંબંધ. ૨. પુત્ર (ન.સ.મે ૨૦૨૧): પિતા-પુત્ર સંબધની વાર્તા.   ૩. વિદુષક આટલું બધું હસે છે કેમ? (પરબ, મે ૨૦૨૧): મિત્રદ્રોહ કર્યાનો અપરાધબોધ ૪. તમને શેની પ્રતીક્ષા છે? (ન.સ.ઓગસ્ટ ૨૦૨૧): સાકાર નહીં થયેલા સંબંધની વાત. લેન્ડલાઇન પર એક સખીના ફોનની પ્રતીક્ષા. ૫. સાબર ઓઈલ મિલ (ન.સ.નવેમ્બર ૨૦૨૧): પિતાને પુત્રવિરહ, ક્થકને મિત્રવિરહ.   

પારુલ ખખ્ખર: ૧. રજાઈ (શબ્દસૃષ્ટિ એપ્રિલ ૨૦૨૧): ઘેરથી ભાગેલી કન્યાને રજાઈનું વળગણ. ૨. હીરાબાઇ (એતદ, એપ્રિલ-જૂન ૨૦૨૧): એક સ્ત્રીના જીવનની  વ્યર્થતાની વાત. ૩. ગામ બળેલ પીપળિયા (પરબ, સપ્ટેમ્બર ૨૦૨૧): પુરુષપ્રધાન સંસ્કૃતિમાં સ્ત્રી જોડે અન્યાય. ૪. પારિજાત (શબ્દસર, સપ્ટેમ્બર ૨૦૨૧): ઘાયલ મિત્રની મદદ. ૫. ઉઝરડા (મમતા, નવે-ડિસે ૨૦૨૧): સ્ત્રી જોડે દુરાચાર.    

પારુલ પ્રેયસ મહેતા: કાળી સ્ત્રી (મમતા, ઓગસ્ટ ૨૦૨૧): કામવાળી બાઇ જોડે તુલના, આત્મસન્માનનો અભાવ. 

પ્રિયંકા જોશી: ૧. પાંખો (શબ્દસૃષ્ટિ એપ્રિલ ૨૦૨૧): સંબંધવિચ્છેદની પીડા. ૨. ચીસ (એતદ જુલાઇ-સપ્ટે ૨૦૨૧): સ્વની શોધ. ૩. મમ્મી (બુદ્ધિપ્રકાશ, ઓક્ટોબર ૨૦૨૧): મા દીકરી સંબંધની વાત.  

પૂજાબા જાડેજા: નવીનચંદ્રની વહુ (મમતા મે ૨૦૨૧): સંયુક્ત કુટુંબમાં કંકાસ   

પૂજા ત્રિવેદી રાવલ ‘સ્મિત’: સાધન (મમતા, જુલાઇ ૨૦૨૧): જાતીય સુખ માટે કૃત્રિમ સાધન.

લેખકો: ૧૪,  વાર્તાઓ: ૨૬

ફરીદ તડગમવાલા: દેહાંતર (વારેવા, ડિસેમ્બર ૨૦૨૧): સાયન્સ ફિક્શન+ક્રાઈમ સ્ટોરી. 

લેખકો: ૧ વાર્તાઓ: ૧

બકુલ ડેકાટે: માધાંતા (મમતા ફેબ્રુઆરી ૨૦૨૧): ફેન્ટેસી.  પુરુષ ગર્ભધારણા કરીને બાળકને જન્મ આપે.

બકુલ દવે: નીરવનું સંગીત (શબ્દસૃષ્ટિ, ઓગસ્ટ ૨૦૨૧): સંદેશપ્રધાન. જેને પ્રેમ કરો છે એને નહીં, જે તમને પ્રેમ કરે છે એને સ્વીકારો.  

બાદલ પંચાલ: આ વાતનું દુઃખ (ન.સ.એપ્રિલ): વરિષ્ઠોની અવહેલના. 

બિપીન પટેલ: 1. આદમી (એતદ ઓક્ટો-ડિસે ૨૦૨૦) જાતીય સુખથી વંચિત રહેતા મોટી વયના આદમીની વાત 2. એક્ઝિટ (ન.સ. જાન્યુ. ૨૦૨૧) odd man out ૩. ટાઢું ટબુકલું (ન.સ.નવેમ્બર ૨૦૨૧): સંચારબંધીમાં બાળકોની દુર્દશા 

લેખકો:  ૪, વાર્તાઓ: ૬

ભરત ચક્લાસિયા: ૧. નટુની નટાયણ (મમતા, સપ્ટેમ્બર ૨૦૨૧): હાસ્યવાર્તા ૨. દોઢસો વીઘાનો વારસદાર (મમતા, ઓક્ટોબર ૨૦૨૧): પુત્રને કેળવણી આપવા માટે પિતાની અનોખી યોજના.

ભાઈલાલ ઠક્કર: લત (શબ્દસૃષ્ટિ ડિસેમ્બર ૨૦૨૧): ગિફ્ટ કુપન ભેગી કરીને ગિફ્ટ મેળવવાની લત નાયક પાસે ચોરી કરાવે.     

ભારતી કટુઆ: ફાંસ (મમતા, નવે-ડિસે ૨૦૨૧): દાંપત્યજીવનમાં વિસંવાદ. 

ભારતી ગોહિલ: જાનકી (મમતા એપ્રિલ ૨૦૨૧): રઘુવીરનું સ્મારક ઊભું કર્યું.

ભારતી રાણે: ઈમરજન્સી MRI (પરબ માર્ચ ૨૦૨૧) નાયિકા ઘરેલું હિંસાનો શિકાર બની છે, એના જીવનનો MRI.

લેખકો: ૫  વાર્તાઓ: ૬

મધુકાન્ત કલ્પિત: લાખું (મમતા માર્ચ ૨૦૨૧) દલિત સ્ત્રીઓનું જાતીય શોષણ.

મધુ રાય: રાજધાની (ન.સ.નવેમ્બર ૨૦૨૧): ટ્રેનમાં ચાર સ્ત્રીઓની ગોસિપ.

મનહર ઓઝા: ભૂતની ભવાઈ (પરબ, ડિસેમ્બર ૨૦૨૧): ફેન્ટેસી, દેશ અને વિશ્વ કોરોના મહામારીથી રોગ-ગ્રસ્ત થઇ ગયાં છે.

મનીષા રાઠોડ: કેમોન આછે? (કુમાર નવેમ્બર ૨૦૨૧): પ્રેમકથા.

મનીષી જાની: ચકા-ચકીની વાર્તા (વારેવા, નવેમ્બર ૨૦૨૧): કટાક્ષકથા. કોરોનાકાળમાં તકસાધુઓએ રોકડી કરી અને સામાન્ય માણસોની હાલાકી થઇ.

મનોહર ત્રિવેદી: તે સાંજ (એતદ જુલાઇ-સપ્ટે ૨૦૨૧): માનવીય સંબંધની વાત.

માવજી મહેશ્વરી: દરિયો, કિલ્લો અને સ્ત્રી (ન.સ.જુલાઇ ૨૦૨૧): નારીચેતનાની વાત. માછીમાર સમાજની વાત. પતિની ગેરહાજરીમાં નાયિકા માછીમારી કરવા દરિયે જાય છે.

મીનાક્ષી દીક્ષિત: અજંપો (વારેવા, ડિસેમ્બર ૨૦૨૧): રસોઈમાં થયેલી ભૂલને કારણે ગૃહિણીને થતી દોષભાવના. 

મીનાક્ષી વખારિયા: દિલ માંગે મોર (મમતા એપ્રિલ ૨૦૨૧): મેકેનિકલ, ઈલેક્ટ્રીકલ, ઇલેક્ટ્રોનિકસ, એન્જીનિયરીંગ એમ વિવિધ ક્ષેત્રે ચમત્કારો.  

મેઘા ત્રિવેદી: અહમ (ન.સ.મે ૨૦૨૧): અહમના ટકરાવ અને  સંબંધવિચ્છેદની વાત.

મોના જોશી: ૧. મરણનાં ભજન (ન.સ.જુલાઇ ૨૦૨૧): વરિષ્ઠ નાગરિકોની સમસ્યા. સંતાનો પોતાને ગૃહિત ગણી કાઢે તેનો ડોસો વિરોધ કરે છે. ૨. સંધ્યાટાણું (ન.સ.ઓકટોબર): નારીચેતના, મોટી ઉંમરે પતિત્યાગ. 

મોના લિયા વિકમશી: નિરુત્તર (ન.સ.સપ્ટેમ્બર ૨૦૨૧): વારસાગત  વ્યવસાયની વાત.

મૌલિક દિલીપકુમાર પરમાર: તેડું (મમતા, ઓક્ટોબર ૨૦૨૧): ભૂતકથા.

લેખકો:  ૧૩  વાર્તાઓ: ૧૪

--કિશોર પટેલ, 05-11-22; 09:35

###

(અપૂર્ણ)

(સંલગ્ન છબીસૌજન્ય: Google images)

No comments: