જયારે વાડ પોતે ચીભડાં ગળે ત્યારે શું કરવું?
(૧૯૭ શબ્દો)
વાડ જ જ્યારે ચીભડાં ગળવા માંડે ત્યારે શું કરવું? રક્ષક જ જયારે ભક્ષક બને ત્યારે શું કરવું?
આજે આપણી દીકરીઓ પોતાના ઘરમાં જ સુરક્ષિત નથી!
મહારાષ્ટ્રના પૂના શહેરનો આ કિસ્સો છે. એક સગીરા પર એના
કાકા, દાદા અને સ્વયં જન્મદાતા પિતા: ત્રણેએ ચાર ચાર વર્ષ સુધી પોતાની દીકરીનું
જાતીય શોષણ કર્યું!
ઘરનો એકાદ પુરુષ વિકૃત માનસ ધરાવતો હોય, ત્રણ ત્રણ પુરુષો
આવા નીચ, હલકટ, નરાધમ?
ધિક્કાર, ધિક્કાર, ધિક્કાર!
ચાર વર્ષ સુધી આ કન્યા કોઈને ફરિયાદ કરી ના શકી? કલ્પના કરો
કે કેવી કેવી ધમકીઓ આ નિર્દોષ બાળકીને અપાઈ હશે?
શું કરી શકાય?
૧. આપણે કન્યાઓને નિશાળમાં
"ગુડ ટચ બેડ ટચ" શીખવાડીએ છીએ, આ ઉપક્રમ વધુ જલદ બનાવવો રહ્યો, વધુ ઉગ્રતા ઉમેરવી
રહી, વધુ અસરકારકતા લાવવી રહી.
૨. કિશોરીઓ અને કિશોરોનું દરેકનું વ્યકિતગત કાઉન્સેલિંગ
થવું જોઈએ.
૩. સમયાંતરે દરેક કિશોર/કિશોરીની વ્યક્તિગત પૂછપરછ થવી
જોઈએ. આ માટે સંબંધિત શિક્ષકોએ વધુ સંવેદનશીલતા કેળવવી રહી.
૪. સમય આવી ગયો છે કે દીકરીઓને નિશાળમાં જ સ્વરક્ષણના પાઠ
શીખવાડવામાં આવે.
૫. સ્વરક્ષણનું શિક્ષણ ફરજિયાત હોવું જોઈએ. આ અંગે બેદરકારી દાખવતી નિશાળો સામે કડક પગલાં
લેવાની જોગવાઈ રાખવી ઘટે.
--કિશોર પટેલ, 18-11-22; 09:22
(છબીસૌજન્ય: આજનું, શુક્રવાર તા ૧૮ નવેમ્બર ૨૦૨૨ નું ગુજરાત સમાચાર.)
No comments:
Post a Comment