Thursday, 3 November 2022

વર્ષ ૨૦૨૧ ની ટૂંકી વાર્તાઓની યાદી (ભાગ ૨)


 

વર્ષ ૨૦૨૧ ની ટૂંકી વાર્તાઓની યાદી (ભાગ ૨)

વિગતનું ફોર્મેટ: /લેખકનું નામ/ વાર્તાનું શીર્ષક/ સામયિક/અંક/વાર્તાનો વિષય એમ રહેશે.

સંક્ષિપ્ત રૂપોની સમજણ:  ન.સ.=નવનીત સમર્પણ, શ.સ.= શબ્દસૃષ્ટિ

ભૂલચૂક લેવી દેવી.

###

આજે રજૂ થાય છે ભાગ-૨ જેમાં ચ, છ, જ, ત, દ અને ધ થી શરુ થતાં નામધારી લેખકોની વાર્તાઓની યાદી અપાઇ છે. ચ

ચંદ્રાબહેન શ્રીમાળી: દાદરો  (મમતા માર્ચ ૨૦૨૧) ભાડુતોની સગવડ અંગે મકાનમાલિકની બેદરકારી.

ચેતન શુક્લ: ચબૂતરો (કુમાર નવેમ્બર ૨૦૨૧): એક નિર્દોષ માણસ બળાત્કારના ગુનામાં જેલ જઈ આવે.

ચિંતન શેલત: રેવા અથવા બીજું કોઇ નામ (મમતા, નવે-ડિસે ૨૦૨૧): ઉંમર સાથે આદર્શો હવાઈ જાય.

ચ: લેખકો:૩ વાર્તાઓ:૩

છાયા ઉપાધ્યાય: ૧. દેહરાગ ત્રણ અનુભૂતિ (એતદ ઓક્ટો-ડિસે ૨૦૨૦) પ્રયોગાત્મક વાર્તા; એક જ લાગણીનું ઉર્ધ્વીકરણ ત્રણ અલગ અલગ પાત્રોમાં અલગ અલગ રીતે થાય છે. ૨. સામાજિક પ્રાણી (મમતા, ઓગસ્ટ ૨૦૨૧): બાળલગ્ન એક સમસ્યા. ૩. અલ-ગો-રીધમ (એતદ જુલાઇ-સપ્ટે ૨૦૨૧): સ્ત્રી-પુરુષ સંબંધની ગણિતિક ભાષામાં રજૂઆત.

છાયા ત્રિવેદી: ઘાબાજરિયું (પરબ, ડિસેમ્બર ૨૦૨૧): સ્માર્ટફોનના ગુણગાન. સોશિયલ distancing માં વિડીયો કોલ આશીર્વાદરૂપ.

છ: લેખકો:૨ વાર્તાઓ: ૪

જગદીપ ઉપાધ્યાય: ૧.મેઘધનુનો ચૌદમો રંગ (મમતા ફેબ્રુઆરી ૨૦૨૧) વનસૌંદર્યનું અદ્ભુત વર્ણન. નિબંધ અને વાર્તાની વચ્ચેની રચના. ૨. વસવસો (પરબ, મે ૨૦૨૧): કોરોના મહામારી+ફેન્ટેસી.  ૩. જોગી (મમતા, સપ્ટેમ્બર ૨૦૨૧): નાના ભાઇની વિધવાનું પુનર્લગ્ન કરાવ્યું. ૪. સમાધાન (શબ્દસૃષ્ટિ, ઓક્ટોબર ૨૦૨૧): હાસ્યવાર્તા, છાયાટીચર કેમ હંમેશા અશોક વ્યાસસર જોડે પંગો લેતાં હતાં? 

જગદીશચંદ્ર ત્રિવેદી: પહેલો પુરુષ એકવચન (મમતા, ઓક્ટોબર ૨૦૨૧): અકસ્માતમાં ચહેરાનો નકશો બદલાઇ જાય.

જયશ્રી વિનુ મર્ચન્ટ: કુહૂ...કુહૂ...કુહૂ... (મમતા, ઓગસ્ટ ૨૦૨૧): આજની સ્ત્રીને આત્મસન્માનના ભોગે કશું જોઇતું નથી.  

જયંત રાઠોડ: ટીંબો  (શબ્દસૃષ્ટિ ફેબ્રુઆરી ૨૦૨૧) ભૂકંપની કરુણાંતિકા. જમીનમાંથી બહાર નીકળતી કરુણ કથાઓ.

જયેશ રાષ્ટ્રકૂટ: ડરેસ (શબ્દસૃષ્ટિ મે ૨૦૨૧): છોકરાને ડ્રેસનું આકર્ષણ છે; સ્કુલડ્રેસના બદલે બેન્ડવાળાનો ડ્રેસ મળે (મૃત પિતાની બદલીમાં)

જયેશ સુથાર: જશોદામાસી (મમતા, જૂન ૨૦૨૧): માસીના સંભારણા

જશુ પટેલ: વસૂલાત (મમતા, જૂન ૨૦૨૧): બીભત્સ રસનો અતિરેક

જસ્મીન ભીમાણી: બેરખો (વારેવા, નવેમ્બર ૨૦૨૧): નેતાઓ જનતાનું દિલ જીતવા વાયદાઓ કરે ને પછી ભૂલી જાય.

જ્યોતીન્દ્ર પંચોલી: વારતાની વારતાની વારતા (પરબ, ડિસેમ્બર ૨૦૨૧): નાયકની નિવૃત્તિના દિવસે પિતા સમાન વ્યક્તિનું મૃત્યુ.  

જાગ્રત વ્યાસ: પૃથા (મમતા મે ૨૦૨૧): કુંતીની વ્યથાકથા

જિતેન્દ્ર પટેલ: ૧. સંકોચ (શબ્દસૃષ્ટિ જાન્યુ.૨૦૨૧) “ગરીબ છું, વિધવા છું.” કહી ગેરલાભ લેતી સ્ત્રીની વાત. ૨. માથે પડેલો (મમતા, જૂન ૨૦૨૧): હંમેશા મદદ માંગતો બનેવી. ૩. ઇન્ફેકશન (કુમાર, ડિસેમ્બર ૨૦૨૧): જેને ગામડું ગમતું નથી એ કોરોનાથી બચવા ગામડે આવીને પિતરાઈને ઘેર રહેવા માંગે છે. 

જેસંગ જાદવ: ઝાંપલી (શબ્દસૃષ્ટિ મે ૨૦૨૧): કથનશૈલીમાં ગરબડ. નવી પરણેતરને જોવા ગામના પુરુષો ફાંફા મારે.    

જોસેફ મેકવાન: કંડ બનામ રામરાજ (મમતા માર્ચ ૨૦૨૧) અન્યાય વિરુદ્ધ વિદ્રોહ.  

જ: લેખકો: ૧૩ વાર્તાઓ: ૧૮  

ઝીલ ગઢવી: દ્રૌપદી (મમતા ફેબ્રુઆરી ૨૦૨૧) વસ્ત્રાહરણ આજે પણ થાય છે; આજની દ્રૌપદી પ્રતિશોધ લે છે.

ઝ લેખક: ૧ વાર્તા:૧ 

ડંકેશ ઓઝા: પીએચડી (મમતા ડિસે ૨૦૨૦-જાન્યુ ૨૦૨૧) ‘લગ્નેતર સંબંધ’ પર પીએચડી કરતી વિદ્યાર્થીની જોડે પ્રેક્ટિકલ કરવાની ઈચ્છા રાખતા માર્ગદર્શક ગુરુની અસભ્ય ચેષ્ટા.  

ડ: લેખક:૧  વાર્તા: ૧

તન્વી ટંડેલ: રાજમહેલ (મમતા, જુલાઇ ૨૦૨૧): ગ્રામ્યસ્ત્રીઓની શૌચાલયની સમસ્યા

તરલા રાજેશ જોશી: પરેશની પરુ (મમતા, ઓક્ટોબર ૨૦૨૧): સામાન્ય અપરાધકથા 

લેખકો: ૨   વાર્તાઓ: ૨

દિનુ ભદ્રેસરિયા: બોટેલાં બોર (મમતા માર્ચ ૨૦૨૧) સવર્ણ પરિણીત સ્ત્રીનું ઈજન દલિત યુવાને ઠુકરાવ્યું.   

દિલીપ ભટ્ટ: કાલે તો કાલે, પછી તો પછી (પરબ, જૂન  ૨૦૨૧): બે દીકરાઓ વચ્ચે માતા દ્વારા ભેદભાવ. નાનાએ જુદાં થવું પડે

દીના પંડ્યા: કલ્પતરુ (પરબ જુલાઇ ૨૦૨૧): નિર્ધન છતાં નિસ્પૃહી માણસો. લોકડાઉનમાં હિજરત કરી પણ ફરિયાદ નહીં! 

દીપિકા પરમાર: પ્રીત (મમતા ડિસે ૨૦૨૦-જાન્યુ ૨૦૨૧) સાસરિયાના જુવાનને પત્નીનો પ્રેમી સમજી લીધો.

દીવાન ઠાકોર: ૧. કલહ (શબ્દસૃષ્ટિ જૂન ૨૦૨૧): પિતા-પુત્ર સંબંધ,  એક સામાન્ય ફરિયાદ: ‘હું તમને ઓળખી શક્યો નથી.’ ૨. ઉત્તર (બુદ્ધિપ્રકાશ, ઓગસ્ટ ૨૦૨૧): દર્શનની વાત, જ્યાં સુધી પ્રશ્નો પૂછી શકાય છે ત્યાં સુધી જીવન છે, પ્રશ્નો અટક્યાં એટલે મૃત્યુ. ૩. રાજીખુશી (શબ્દસૃષ્ટિ, સપ્ટેમ્બર ૨૦૨૧): છૂટાં પડ્યા પછી નાયક પત્નીને ફરી એક થવાનો સંદેશો મોકલે છે.   

ડો.દ્વિતીયા શુક્લ: હવે તો તને અડી શકું ને...કે નહીં? (ન.સ.જુલાઇ ૨૦૨૧): અવ્યક્ત લાગણીઓની વાત.

દેવ પટેલ: હાંફ દીવાલની બંને બાજુ (શબ્દસૃષ્ટિ, સપ્ટેમ્બર ૨૦૨૧): સ્ત્રીવેશ ધારણ કરીને આજીવિકા રળતો પુરુષ.

દેવ કનુભાઈ પંડ્યા: થાંભલો (ન. સ. ફેબ્રુ. ૨૦૨૧) વેશ્યાઓ જે બસસ્ટેન્ડ પર ગ્રાહક માટે ઊભી રહે ત્યાં નાયિકા બસની રાહ જુએ છે.

દક્ષા પટેલ: રિવ્યુ બુક (પરબ જાન્યુ. ૨૦૨૧) માતૃત્વના સુખથી વંચિત રહેલી સ્ત્રીની વાત.

દુર્ગેશ ઓઝા: લીલા (મમતા એપ્રિલ ૨૦૨૧): રામલીલામાં રાવણની ભૂમિકા કરનાર કલાકાર માંગીને રામની ભૂમિકા કરે છે.

 લેખકો:  ૧૦, વાર્તાઓ: ૧૨

ધર્મેંન્દ્ર ત્રિવેદી: ૧. જેતલસર જંકશન (એતદ, એપ્રિલ-જૂન ૨૦૨૧): વિકટ આર્થિક પરિસ્થિતિના કારણે સંતાનની જીદ સંતોષી ના શકતાં પિતા મોટપણે ભરપાઇ કરે છે. (સૌમિલ ત્રિવેદીની “ઉનાળો” વાર્તા જોડે એક સંવેદન બે અભિવ્યક્તિ શીષક હેઠળ એતદમાં ખાસ રજૂઆત) ૨. શબ્દ વર્સિસ અક્ષર (પરબ, નવેમ્બર ૨૦૨૧): ફેન્ટેસી.  પચાસ વર્ષ પછીના સમયમાં ભાષાપ્રેમીઓ અને ભાષાશત્રુઓ વચ્ચે થનારા યુદ્ધની કલ્પના.

ધર્મેશ ગાંધી: ૧. ઉપર રહેતી સ્ત્રી (એતદ, એપ્રિલ-જૂન ૨૦૨૧): એકલી રહેતી આધુનિક સ્ત્રી પ્રત્યે જનમાનસની માનસિકતા. ૨. અસ્તિત્વ (મમતા, નવે-ડિસે ૨૦૨૧): ફેન્ટેસી, લેખક અને પાત્ર, કલ્પના અને વાસ્તવિકતા.   

ધીરુબેન પટેલ: ૧. ખજાનો (ન.સ.જુલાઇ ૨૦૨૧): મૃત માતાની સ્મૃતિ. ૨. સમયની સરહદને પેલે પાર (ન.સ.નવેમ્બર ૨૦૨૧): એક નિર્દોષ બાળકીની ઝંખના

ધીરેન્દ્ર મહેતા: 1. બીજું કંઈ?  (ન.સ. ફેબ્રુ. ૨૦૨૧) અચોક્કસ વૃત્તિનો નાયક. 2. બસ, આટલી એક વાત (શબ્દસૃષ્ટિ, માર્ચ ૨૦૨૧) સ્ત્રીએ કેટલું સમાધાન કરવું? પૂર્વાશ્રમનો પ્રેમી-દીકરીના બોયફ્રેન્ડનો પિતા. ૩. ના-એક પ્રલાપ (પરબ, એપ્રિલ ૨૦૨૧): સ્વની સાથે એકાકાર થવાની અનુભૂતિ. ૪. ગુડ બાય (કુમાર, ઓગસ્ટ ૨૦૨૧): મિત્સુ પોતાની શરતે જિંદગી જીવે છે.

લેખકો:  ૪,  વાર્તાઓ: ૧૦

--કિશોર પટેલ, 04-11-22; 09:31

###

(અપૂર્ણ)

(સંલગ્ન છબીસૌજન્ય: Google images)

 

No comments: