શબ્દસર મે ૨૦૨૨ અંકની વાર્તા વિષે નોંધ
(૧૭૦ શબ્દો)
ગતિ-અવગતિ (હસમુખ અબોટી ‘ચંદન’):
આ લેખક સાગરકથાઓ
લખવા માટે જાણીતા છે. પ્રસ્તુત રચના પણ સાગરકથા જ છે. લાંબા સમયથી વપરાશમાં ના હોય
એવું વહાણ લઈને કેશો માલમ ગણતરીના સાથીઓ જોડે દરિયો ખેડવા નીકળ્યો છે. એની પત્નીના
પોઈન્ટ ઓફ વ્યુથી વાર્તા કહેવાઈ છે જેને એ પાછળ મૂકી ગયો છે. કેશાના વહાણને
દરિયામાં તોફાન નડયું છે. કદાચ એ જ તોફાનની અસર દરિયાકિનારે દરિયાખેડુઓની વસ્તીને
પણ થઈ છે. બંને તરફ ભારે નુકસાન થયું છે. થોડાંક દિવસે દરિયામાં તોફાન શાંત થાય
છે. નાના બાળકને કાંખમાં લઈને ભટકતી કેશાની પત્નીને પણ વસાહતનું ટોળું નજરે પડે
છે.
દરિયાના બગડેલા મિજાજનું વર્ણન સરસ.
પરિવેશવિશેષની વાર્તા માટે થમ્બ્સ અપ.
જુદા જુદા પરિવેશ અને જુદા જુદા વ્યવસાયની વાર્તાઓ આપણે
ત્યાં જેટલી લખાવી જોઈએ એટલી નથી લખાતી. એ સ્થિતિમાં આ વાર્તાનું સ્વાગત છે.
--કિશોર પટેલ, 17-06-22; 10:06
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી
સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત
થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment