શબ્દસર માર્ચ ૨૦૨૨ અંકની વાર્તા વિષે નોંધ
(૨૪૩ શબ્દો)
ટ્રોફી (ગિરિમા ઘારેખાન):
આપણા સમાજમાં સ્ત્રીઓને ઘણીબધી બાબતોમાં ગૃહિત ગણી લેવામાં
આવે છે. જાણે એનો પોતાનો સ્વતંત્ર મત હોય
જ નહીં. કન્યાઓના શિક્ષણક્ષેત્રે પણ માધ્યમિક શિક્ષણથી વધુ
અભ્યાસ અંગે સીમાઓ બાંધી દેવામાં આવે છે. શિક્ષણમાં જ આ સ્થિતિ હોય ત્યાં ઈતર
પ્રવૃત્તિઓની તો વાત જ શું કરવી?
સુધાએ કરેલાં સંઘર્ષના પરિણામે એની દીકરી એકતાને
શિક્ષણેત્તર પ્રવૃત્તિ માટે પ્રોત્સાહન મળી શક્યું છે. સુધાને પોતાને નૃત્યમાં આગળ
વધવું હતું પણ લગ્નના બંધનમાં બંધાઈ જતાં એની ઈચ્છાઓ રૂંધાઇ ગઈ હતી. દીકરી જોડે
એવું ના થાય એ માટે સુધાએ પોતાના પતિ સહિત સર્વે સાસરિયાં સામે લડત આપી છે. પણ દીકરી
જ જયારે એને ગૃહિત ગણી લે છે ત્યારે સુધા નક્કી કરે છે કે બસ, બહુ થયું. એક જાહેર
મેળાવડામાં જયારે એ હઠપૂર્વક માઈક ખેંચી લઈને દીકરીની માતા તરીકે પોતે કરેલાં
સંઘર્ષની વાતો કરે છે. એ બોલવા માંડે છે ત્યારે એ ફક્ત પોતાના વતી નહીં પણ ઉપસ્થિત
અન્ય સર્વે માતાઓ વતી બોલતી હોય છે. અને એટલે જ એના ભાષણના અંતે એને સ્ટેન્ડિંગ
ઓવેશન મળે છે.
વાર્તા કંઇક બોલકી અને પ્રચારાત્મક બની છે, પણ વિષયની
જરૂરિયાત જોતાં એ અપરિહાર્ય બની જાય છે.
આ નિમિત્તે કેવળ સામાજિક સમસ્યાની દ્રષ્ટિએ જોઈએ તો
સ્ત્રીઓએ આ રીતે પગ પછાડીને બોલવાનો સમય પાકી ગયો છે.
--કિશોર પટેલ, 12-04-22; 09:36
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી
સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત
થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment