પરબ ઓગસ્ટ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ
(૧૫૭ શબ્દો)
આ અંકમાંની બંને
વાર્તાઓ આપણા પ્રતિષ્ઠિત વાર્તાકારોની છે. બેઉ વાર્તાઓનાં વિષય અને રજૂઆત
ઉલ્લેખનીય છે.
સુખી જીવ (હિમાંશી શેલત)
દેશના વિભાજન સમયની કડવી
સ્મૃતિઓ સાથે કેટલાંક લોકો જીવી રહ્યાં છે. આપણાં સત્તાધીશો દ્વારા ચોક્કસ હેતુસર
એ ઈતિહાસ પાઠ્યપુસ્તકોમાંથી રદ્દ કરવામાં આવ્યો છે એ વિશે વિધાન કરતી વાર્તા.
રજૂઆત પ્રવાહી અને
અસરકારક. આ વિષય પર હિન્દી ભાષાની
સરખામણીએ સંખ્યામાં આપણી ભાષામાં ઓછી વાર્તાઓ લખાઈ છે એ સ્થિતિમાં આ વાર્તાનું
સ્વાગત છે.
એક અ-શીર્ષક જિંદગી (દીવાન ઠાકોર)
આજે સમય એવો આવ્યો
છે કે મૃત્યુ પામેલા માણસની સહુ ફિકર કરે છે પણ મૃતપ્રાય સ્થિતિમાં જીવતા માણસની
કોઈને પડી નથી. આપણી માનસિકતા વિશે વિધાન કરતી સાંપ્રત વાર્તા. વાર્તાનું સ્વરૂપ રસપ્રદ.
આલેખન નોંધનીય. વાચનક્ષમ વાર્તા.
--કિશોર પટેલ, 23-09-23
12:04
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment