રેસમાં ડી. ગુકેશ એકલો સૌથી આગળ!
કેન્ડિડેટ ચેસની સ્પર્ધા (૨૦૨૪) માં તેરમા રાઉન્ડના અંતે કેન્ડિડેટ બનવાની
હરીફાઈમાં ભારતનો ડી. ગુકેશ સૌથી આગળ નીકળી ગયો છે!
બારમા રાઉન્ડના અંતે ૭.૫ ગુણ સાથે ઈયાન નેપોમ્નિયાશી, હિકારુ નાકામુરા અને ડી.
ગુકેશ એમ ત્રણ ખેલાડીઓ રેસમાં હતા. એમાંથી નેપોમ્નિયાશી અને નાકામુરા બંનેની તેરમા
રાઉન્ડની બાજી ડ્રો થઈ એટલે એ બંને ૮ ગુણ પર પહોંચ્યા જ્યારે અલીરેઝા
ફિરૌઝાને હરાવીને ગુકેશ આખો પોઈન્ટ મેળવી સાડાઆઠ પોઈન્ટ પર પહોંચી રેસમાં સૌથી આગળ નીકળી
ગયો છે! હવે ફક્ત એક રાઉન્ડ બાકી છે. ગુકેશને આ સ્પર્ધા જીતવાની સુવર્ણતક છે! જો
આમ થશે તો વિશ્વનાથ આનંદ પછી કેન્ડિડેટ બનનાર એ બીજો ભારતીય શેતરંજવીર બનશે!
ચૌદમો રાઉન્ડ આવતી કાલે (ભારતીય સમય પ્રમાણે આજે મોડી રાતે) રમાશે.
કેન્ડિડેટ બનવું એટલે વર્તમાન ચેમ્પિયનને લલકારવાનો હક્ક મેળવવો. જો ગુકેશ આ
સ્પર્ધા જીતી જાય તો વર્તમાન ચેમ્પિયન ડિંગ લિરેન જોડે વર્લ્ડ ચેમ્પિયનશીપની મેચ
રમશે!
ગુકેશને ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
--કિશોર પટેલ, 21-04-24 08:23
* * *
(સંલગ્ન છબીસૌજન્યઃ Google Images.)
No comments:
Post a Comment