પરબ જુલાઈ ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ
(૧૯૦ શબ્દો)
ટોળું (ધર્મેન્દ્રકુમાર પી. પટેલ): કોમી રમખાણ સમયે વિવેકભાન ભૂલીને માણસો એકબીજાના
લોહીના તરસ્યા બની જાય છે એનું ચિત્રણ. વાર્તામાં બીભત્સ રસ પ્રધાન છે. ટોળાની
માનસિકતા વિષે અગત્યનું વિધાન કરતી વાર્તા.
કમભાગી (રણછોડ પરમાર): બાળકની ઝંખના.
નિ:સંતાન નાયિકા કોઈક રીતે બાળક પ્રાપ્ત થશે એવા સ્વપ્ના જુએ છે. ગલીના
નાકે કોઈ સ્ત્રી નવજાત બાળક મૂકીને જતાં પકડાઈ ગઈ ત્યારે સહુ એ સ્ત્રીને કમભાગી
કહેવા લાગ્યાં. નાયિકાને થાય છે કે કમભાગી તો પોતે છે કે આવું ઘેર સુધી આવેલું બાળક
પોતાને ના મળ્યું.
અનુવાદિત વાર્તા:
તાર (આરીફ મોહમ્મદ, અનુવાદ: શરીફા વીજળીવાળા): દેશની રાજકીય અને સામાજિક સ્થિતિ વિષે અગત્યનું
વિધાન કરતી વાર્તા. દેશમાં આજના મુસ્લિમ આદમીની સ્થિતિ બયાન કરતી વાર્તા. બે કોમ
વચ્ચે ધર્મ આધારિત ભાગલા પાડીને આગને સતત સળગતી રાખવાનું કામ કેટલાંક લોકો કરી
રહ્યાં છે. મુસ્લિમોને આટલી શંકાથી ક્યારેય જોવાયા ન હતાં.
--કિશોર પટેલ, 10-08-22; 08:59
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી
સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત
થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
# આ લખનારની વાર્તાઓ
અને અન્ય અભ્યાસાત્મક નોંધો વાંચવા માટે ક્લિક કરો: www.keyshor.blogspot.com
No comments:
Post a Comment