પરબ નવેમ્બર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ
(૧૭૬ શબ્દો)
તું હિ તું હિ (ગિરીશ ભટ્ટ):
કરુણાંત પ્રેમકથા. જાતિભેદ અને વર્ગભેદ આ પ્રેમકથામાં મુખ્ય
વિઘ્ન છે. પહેલાંના સમયમાં પ્રેમીજનો પાસે સંદેશાની આપલે માટે કેવળ ચિઠ્ઠી કે પત્ર
હાથવગાં હતાં. દત્તાત્રેયનો એક પણ પ્રેમપત્ર સરયુ સુધી એની માતા પહોંચવા દેતી નથી.
પરિણામે બંને પક્ષે પ્રેમીઓને ગેરસમજ થાય છે. લાંબા સમય પછી દત્તાત્રેય નિર્દોષ
હોવાનું જાણીને સરયુને પશ્ચાતાપ થાય છે. વાર્તાની રજૂઆત સારી પરંતુ વિષય-વસ્તુમાં નવીનતા
નથી. આ નીવડેલા લેખક પાસેથી કંઇક વધુની અપેક્ષા રહે છે.
શબ્દ વર્સિસ અક્ષર (ધર્મેન્દ્ર ત્રિવેદી):
ફેન્ટેસી વાર્તા. પચાસ વર્ષ પછીના સમયમાં ભાષાપ્રેમીઓ અને
ભાષાશત્રુઓ વચ્ચે એટલે કે સત અને અસત વચ્ચે થનારાં યુદ્ધની કલ્પના. ભાષાના પ્રતિક
સમા ‘ક’ અક્ષરની મૂર્તિ, સંદેશવ્યવહારની, વાહનવ્યવહારની અને યુદ્ધની વિકસિત
ટેકનોલોજીની કલ્પનાઓ રોમાંચક છે. સરસ પ્રયાસ.
સ્વપ્નવત (પરીક્ષિત જોશી):
વાર્તાલેખનની શિબિરમાં એક બિનસાહિત્યિક આદમી ભાગ લે તેનો હળવી
શૈલીમાં અહેવાલ. અવાર્તા. સામાન્ય રજૂઆત.
--કિશોર પટેલ,30-01-22; 09:42
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ
નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ
થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી.)
No comments:
Post a Comment