એન એમ કોલેજનો ગૌરવવંતા ગુજરાતી મહોત્સવ
ઇ.સ. ૨૦૨૩ ના પ્રારંભમાં એન. એમ. કોલેજ, વિલેપાર્લે મુંબઈ
ખાતે ગૌરવવંતા ગુજરાતી મહોત્સવમાં ભાગ લેવાનું બન્યું. નરસી મોનજી કોલેજના ગુજરાતી સાહિત્ય મંડળે મહાવિદ્યાલયના
વિધાર્થીઓ માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે મળીને કુલ તેર પ્રકારની સ્પર્ધાઓનું આયોજન
કર્યું હતું. એમાંથી ટૂંકી વાર્તાસ્પર્ધાના નિર્ણાયક તરીકે કામગીરી બજાવવાનો અવસર મને
મળ્યો. મારી જોડે સહનિર્ણાયક તરીકે સાથ નિભાવ્યો કવિ-ચિત્રકાર-છબીકાર-વાર્તાકાર
શ્રી સંદીપ ભાટિયાએ.
આ તમામ સ્પર્ધાઓ કોલેજના એક ફેકલ્ટી શ્રી જીમિત મલના
માર્ગદર્શનમાં સુપેરે પાર પડી. કોલેજના પ્રિન્સીપાલશ્રી પરાગ આજ્ગાવકરે
વિદ્યાર્થીઓને સંપૂર્ણ ટેકો આપ્યો હતો. સ્પર્ધાઓનું સફળ આયોજન કર્યું ગુજરાતી
મંડળના અધ્યક્ષ દ્રષ્ટિ ભીમાણી અને એમના સાથીઓએ.
પાંચમી જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ કોલેજના સભાગૃહમાં યોજાયેલા ઇનામવિતરણમાં
મુખ્ય મહેમાન હતા ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના ખ્યાતનામ કલાકાર શ્રી દીપક ઘીવાલા.
--કિશોર પટેલ, રવિવાર, 15 જાન્યુઆરી 2023;10:35.
###
સંલગ્ન છબીઓ: મુમ્બૈયા ગુજરાતી ડિજિટલ વર્તમાનપત્ર, ૧૪
જાન્યુઆરી ૨૦૨૩, પૃષ્ઠ ૧૩ અને ૧૪
No comments:
Post a Comment