નવચેતન ડિસેમ્બર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ
(૩૦૩ શબ્દો)
જીવનનો નવો અધ્યાય (ડો. ચંદ્રકાન્ત મહેતા):
સંયુક્ત કુટુંબમાં ચાર ભાઈઓમાંથી મોટા ત્રણે ભાઈઓ પિતા સાથે
ઘરનાં વ્યવસાયમાં જોડાયેલા છે. સહુથી નાના
ભાઈ પંચમ અને તેની પત્ની બંનેની ઘરના અન્ય સહુ સભ્યો દ્વારા અવગણના થાય
છે. અભ્યાસ પૂરો કર્યા બાદ પંચમ નોકરી
મેળવી જૂદું મકાન ભાડે રાખી સપત્ની માતાપિતાથી સ્વતંત્ર થઈ જાય છે, જીવનનો નવો
અધ્યાય શરુ કરે છે. વાર્તાની રજૂઆત અહેવાલાત્મક પધ્ધતિએ થઈ છે.
મૈત્રી (ડો. એમ.પી.નાણાવટી):
નાનપણની સખી માધવી મુશ્કેલીમાં મૂકાઈ ગઈ એટલે મયુરીએ એની
મદદ કરી. એને નર્સિંગનો કોર્સ કરાવી હોસ્પિટલમાં કામે લગાડી. માધવીએ બહેનપણી
મયૂરીના પતિ ડોક્ટર મધુકર પર જ નજર બગાડી. સંયમી મધુકરે માધવીને અન્ય હોસ્પિટલમાં
નોકરીએ કામે લગાડી પોતાનો સંસાર બચાવી લીધો. આ વાર્તાની રજૂઆત પણ અહેવાલાત્મક થઈ
છે.
બાઉજી આ રહે હૈ! (મૂળ મરાઠી વાર્તા, લેખક રાજરત્ન
ભોજને, અનુવાદ: કિશોર પટેલ):
એક શ્રમજીવી મુંબઈ શહેરમાં મજૂરી કરી આજીવિકા રળે છે. ઉત્તર
પ્રદેશના એના ગામડે એના પુત્રએ સમજણા થયા પછી પોતાના પિતાને ક્યારેય જોયા જ નથી.
એને ખબર મળે છે કે કોરોના મહામારીને કારણે ટ્રેન બંધ હોવાથી એના પિતા પગપાળા ગામડે
આવી રહ્યા છે. નાનકડો બાળક પિતાને મળવાની વાતથી ખૂબ ઉત્તેજિત થયો છે. શું પિતા-પુત્રની
મુલાકાત થાય છે ખરી?
આ અંકમાં કુલ છ લઘુકથાઓ રજૂ થઈ છે.
૧. બે કોડીનું કોણ? (જસ્મીન દેસાઈ ‘દર્પણ’): અનીતિની
કમાણીની ટીકા. ૨. હવે બરાબર (નસીમ મહુવાકર): મા-દીકરીના સ્નેહસંબંધની વાત.
૩. વ્હીલચેર (દીના પંડયા): નિર્દોષ બાળકીની વાત. ૪. કરન્ટ (મણિલાલ ન.
પટેલ ‘જગતમિત્ર): પતિ પર ચાંપતી નજર રાખતી પત્નીની વાત. ૫. ગાંધારી (ગિરિમા
ઘારેખાન): કુમાર્ગે વળી ગયેલા પતિને પાછો વાળવા ચીમકી આપતી પત્નીની વાત. ૬. કોરોનાની
ભાઈબંધી (યશવન્ત મહેતા): કોરોનાના ચેપ લાગવાના ભયથી ભાગતા ચોરની વાત.
--કિશોર પટેલ, 03-01-23; 09:01
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી
સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત
થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment