શબ્દસૃષ્ટિ ફેબ્રુઆરી ૨૦૨૧ ની વાર્તાઓ વિષે નોંધ
(૧૯૬ શબ્દો)
ટીંબો (જયંત રાઠોડ):
કરુણાંતિકા. વીસેક વર્ષ પહેલાં કચ્છની ધરતીને ધમરોળી
નાખનારા ભૂકંપની પાર્શ્વભૂમિ પર રચાયેલી વાર્તા. ભૂકંપ પછી પહેલી વાર દિલ્હીથી ધોળાવીરાની
ઉત્ખનનની સાઇટ પર આવેલા સિંઘસાહેબ પાસે એક મેલોઘેલો માણસ કરગરે છે: “હજી ખોદાવો
સાહેબ, હજી મડદાં નીકળશે!” સિંઘસાહેબ વિચારમાં પડે છે: ઓળખીતો જણાતો આ માણસ છે કોણ?
એ હતો જીવલો. ધોળાવીરા સાઇટનો જાણકાર. જીવલો વાકપટુ હતો.
સામાન્ય મજૂર માંથી ટુરિસ્ટ- ગાઈડ બન્યો હતો. એ જીવલો એક તરફ બાપ બન્યો અને બીજી
તરફ ભૂકંપમાં એકસાથે પત્ની-નવજાત શિશુ બેઉને ગુમાવી બેઠો. સિંઘસાહેબને એ કહેતો હતો
જમીન ખોદાવવાની વાત. જમીનમાંથી મડદાંની સાથે બહાર નીકળવાની રાહ જોતી હતી આવી કંઇકેટલી
કરુણ કથાઓ!
સંબંધ અજાણ્યો (નીલેશ રાણા):
નાટ્યાત્મક વાર્તા. ઘરમાં ઘૂસેલા ચોરને જેર કર્યા પછી નાયિકા
ચોરને પોલીસમાં આપવાના બદલે મુદ્દામાલ સાથે ભગાડવામાં મદદ કરે છે! શા માટે?
લેખકે જે નથી કહ્યું એ જ વાર્તા છે! વિદેશની ધરતી પર આકાર
લેતી આ વાર્તામાં લેખકે થોડાંક સંકેત આપ્યા છે: નાયિકા માતા-પિતાના પ્રેમથી વંચિતરહી
ગઇ છે. કાં તો એની માતા મૃત્યુ પામી છે અથવા પિતાથી છૂટાછેડા લીધાં છે.
ગર્લફ્રેન્ડના ચક્કરમાં પિતા પોતાની દીકરીને ગુણવત્તાસભર સમય આપતા નથી! ઘરના દાઝ્યો ગામ બાળે એ ન્યાયે નાયિકા ચોરને ઘરની
કિંમતી માલમત્તા સાથે ભગાડી મૂકે છે!
--કિશોર પટેલ; 28-02-21; 13:07
###
No comments:
Post a Comment