નવનીત સમર્પણ મે ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે:
(૧૯૨ શબ્દો)
ખરેડી (પારુલ ખખ્ખર) :
જુદી જુદી પરિસ્થિતિમાં મૂકાયેલી ત્રણ સ્ત્રીઓનાં ગળામાં
ખરેડી બાઝી જાય છે. નાયિકા, નાયિકાની સાસુ
અને નાયિકાની માતા. બંને વડીલ સ્ત્રીઓ તો ગળું ખોંખારીને પોતાની સમસ્યા જણાવીને
પોતે જ ઉકેલ શોધીને મુક્ત થઇ જાય છે. પણ વાર્તાની નાયિકા ના તો ગળું ખોંખારીને
બોલી શકે છે, ના સમસ્યા કોઈને કહી શકે છે, ઉકેલ શોધવાની વાત હજી દૂર છે. વરિષ્ઠ
નાગરિકોની આજના સમયની સમસ્યા. એક સ્ત્રીને
એકલાં રહેવું છે, બીજીથી એકલાં રહેવાતું નથી.
માનવમન એટલું સંકુલ છે કે જે પરિસ્થિતિ એક સ્ત્રી માટે સમસ્યા છે એ જ
પરિસ્થિતિ બીજી સ્ત્રી માટે ઉકેલ છે. સારી, પઠનીય વાર્તા. (ખરેડી એટલે ગળું સૂકાઈ
જવું તે; ખરેટી; સ્ત્રોત: ભગવદગોમંડળ.)
પેન્શન કેસ (પૂજન જાની) :
પિતા-પુત્રના સંબંધની વાત. નાયક સરકારી કચેરીમાં પેન્શન
વિભાગનો અધિકારી છે. સંયોગવશાત મંજૂરી માટે એની પાસે આવેલી એક ફાઈલ એના પિતાની છે.
આ નિમિત્તે પુત્ર-પિતાના સંબંધ પરની બાઝેલી ધૂળ હઠે છે. શા કારણે એમનો સંબંધ વણસી
ગયો? ભૂલ કોની હતી? શા માટે પિતાએ પોતાના વારસદાર તરીકેના નામોની યાદીમાંથી
પુત્રનું નામ ઓછું કરાવ્યું? શું નાયક પિતાની પેન્શનની ફાઈલ મંજૂર કરે છે? કે કોઈ
ક્વેરી કાઢે છે? શું ડાંગે માર્યા પાણી જુદાં થઇ શકે? સરસ વાર્તા.
-કિશોર પટેલ;
શુક્રવાર, 01 મે 20206:29 પૂર્વ મધ્યાહ્ન
###
No comments:
Post a Comment